સપ્ટેમ્બર 22, 2024 12:03 પી એમ(PM) સપ્ટેમ્બર 22, 2024 12:03 પી એમ(PM)

views 21

ભારતે બાંગ્લાદેશને 280 રનથી હરાવ્યું, અશ્વિને 6 વિકેટ ઝડપી

ભારતે પ્રવાસી બાંગ્લાદેશને ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમ ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં 280 રનથી હરાવીને ઐતિહાસિક જિત મેળવી છે. બાંગ્લાદેશની ટીમ ચોથા દિવસે પોતાના બીજા દાવમાં 234 રનમાં સમેટાઇ ગઈ હતી. ભારતે બાંગ્લાદેશને 515 રનનો મોટો અને અઘરો લક્ષ્યાંક આપ્યો હતો. ભારતના રવિચંદ્રન અશ્વિને 6 અને રવિન્દ્ર જાડેજાએ ત્રણ વિકેટ ઝડપી હતી. ટીમ ઈન્ડિયાએ બે ટેસ્ટ મેચની શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. બીજી ટેસ્ટ મેચ આગામી તા. 27 સપ્ટેમ્બરે કાનપુરમાં રમાશે.

સપ્ટેમ્બર 12, 2024 2:27 પી એમ(PM) સપ્ટેમ્બર 12, 2024 2:27 પી એમ(PM)

views 5

બાંગ્લાદેશમાં વચગાળાની સરકારે બંધારણ સહિતના મુખ્ય ક્ષેત્રોમાં સુધારો લાવવા છ કમિશનની રચના કરી

બાંગ્લાદેશમાં વચગાળાની સરકારે બંધારણ સહિત છ મુખ્ય ક્ષેત્રોમાં સુધારા લાવવા માટે છ કમિશનનીરચના કરવાની જાહેરાત કરી છે. મુખ્યસલાહકાર પ્રોફેસર મુહમ્મદ યુનુસે ગઈકાલે સાંજે રાષ્ટ્રને સંબોધિત કરતાં જણાવ્યું હતું કે, બંધારણ, ચૂંટણી પ્રણાલી,ન્યાયતંત્ર,પોલીસ,ભ્રષ્ટાચાર વિરોધી આયોગ અને જાહેર વહીવટ આ છ ક્ષેત્રોના  કમિશનની રચના કરાઈ છે.યુનુસે વધુમાં જણાવ્યું કે, આ કમિશનના વડાતરીકે છ પ્રતિષ્ઠિત નાગરિકોની નિમણૂક કરવામાં આવી છે. નોંધનીયછે કે, કમિશનના અહેવાલના આધારે સરકાર આગામી તબક્કે મુખ્યરાજકીય પક્ષો સાથે ચર્ચ...

ઓગસ્ટ 28, 2024 7:43 પી એમ(PM) ઓગસ્ટ 28, 2024 7:43 પી એમ(PM)

views 6

બાંગ્લાદેશમાં વચગાળાની સરકારના ગૃહ મંત્રાલયે જાહેરનામું બહાર પાડી આજે જમાત-એ-ઇસ્લામી અને તેની વિદ્યાર્થી શાખા ઇસ્લામી છાત્રશિબિર પરથી પ્રતિબંધ હટાવી દીધો

બાંગ્લાદેશમાં વચગાળાની સરકારના ગૃહ મંત્રાલયે જાહેરનામું બહાર પાડી આજે જમાત-એ-ઇસ્લામી અને તેની વિદ્યાર્થી શાખા ઇસ્લામી છાત્રશિબિર પરથી પ્રતિબંધ હટાવી દીધો છે. આ જાહેરનામામાં જણાવાયું છે કે, આતંકવાદ અને હિંસામાં બાંગ્લાદેશ જમાત-એ-ઇસ્લામી અને તેના વિદ્યાર્થી સંગઠન ઇસ્લામી છાત્રશિબિરની સંડોવણીના કોઈ પુરાવા નથી. તેથી આતંકવાદ વિરોધી અધિનિયમ, 2009ની કલમ 18માં આપવામાં આવેલી સત્તાઓ હેઠળ સરકારે અગાઉના જમાત, શિબિર અને તેના મોટા સંગઠનો પર પ્રતિબંધ મૂકવા કરાયેલોપરિપત્રને રદ કરી દીધો છે. જાહેરનામા પ્રમાણે આ ન...

ઓગસ્ટ 27, 2024 2:26 પી એમ(PM) ઓગસ્ટ 27, 2024 2:26 પી એમ(PM)

views 4

બાંગ્લાદેશમાં, ઢાકાની અદાલતે સોમવારે 388 અન્સાર કર્મચારીઓને જેલમાં મોકલી આપ્યા

બાંગ્લાદેશમાં, ઢાકાની અદાલતે સોમવારે 388 અન્સાર કર્મચારીઓને જેલમાં મોકલી આપ્યા હતા.. રવિવારે રાત્રે અંસાર કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ વચ્ચેની અથડામણના ચાર કેસમાં જેલમાં મોકલ્યા હતા.. આ ઉપરાંત તેમની સામે સચિવાલયમાં તોડફોડ કરવા અને વિદ્યાર્થીઓ પર હુમલો કરવાના ગુનામાં તેમને જેલમાં મોકલવામાં આવ્યાં હતા. આ ચાર કેસમાં કુલ 437 નામજોગ અને 11,100 અજાણ્યા લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા. રવિવારે રાત્રે વિદ્યાર્થીઓ અને વિરોધ કરી રહેલા અંસારના જવાનો વચ્ચે ઘર્ષણ થતાં 40થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ અથડામણમાં છ ...

ઓગસ્ટ 22, 2024 2:17 પી એમ(PM) ઓગસ્ટ 22, 2024 2:17 પી એમ(PM)

views 6

બાંગ્લાદેશની વચગાળાની સરકારે જાહેર નાણાં, ફુગાવો અને ખાદ્ય વ્યવસ્થાપન સહિત છ મુખ્ય ક્ષેત્રોમાં અર્થતંત્રની સ્થિતિ પર શ્વેતપત્ર પ્રકાશિત કરવાનો નિર્ણય લીધો

બાંગ્લાદેશની વચગાળાની સરકારે જાહેર નાણાં, ફુગાવો અને ખાદ્ય વ્યવસ્થાપન સહિત છ મુખ્ય ક્ષેત્રોમાં અર્થતંત્રની સ્થિતિ પર શ્વેતપત્ર પ્રકાશિત કરવાનો નિર્ણય લીધો છે. શ્વેતપત્ર તૈયાર કરનાર અર્થશસ્ત્રીઓ અને પ્રતિષ્ઠિત નાગરિકોની સમિતિનું નેતૃત્વ જાણીતા અર્થશાસ્ત્રી દેવપ્રિયા ભટ્ટાચાર્ય કરશે. મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનિસના કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સમિતિ ચાર્જ સંભાળ્યાના 90 દિવસની અંદર શ્વેતપત્ર પ્રકાશિત કરશે.

ઓગસ્ટ 16, 2024 7:43 પી એમ(PM) ઓગસ્ટ 16, 2024 7:43 પી એમ(PM)

views 4

બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસે આજે પ્રધાનમંત્રી મોદીને ફોન કરીને તેમના દેશમાં હિન્દુઓની સુરક્ષાની ખાતરી આપી

બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ફોન કરીને તેમના દેશમાં હિન્દુઓ અને તમામ લઘુમતીઓની સુરક્ષાની ખાતરી આપી છે. વાતચીત દરમિયાન તેઓએ વર્તમાન પરિસ્થિતિ પરવિચારોનું આદાન-પ્રદાન કર્યું, લોકતાંત્રિક, સ્થિર, શાંતિપૂર્ણ અને પ્રગતિશીલ બાંગ્લાદેશ માટે ભારતના સમર્થનનો પુનરોચ્ચાર કર્યો. તેમણે વિવિધ વિકાસ પહેલો દ્વારા બાંગ્લાદેશના લોકોને સમર્થન આપવાની ભારતની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો.  પ્રધાનમંત્રી  મોદીએ બાંગ્લાદેશમાં હિન્દુઓ અને અન્ય તમામ લઘુમતી સમ...

ઓગસ્ટ 9, 2024 2:35 પી એમ(PM) ઓગસ્ટ 9, 2024 2:35 પી એમ(PM)

views 11

નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યૂનુસે બાંગ્લાદેશની વચગાળાની સરકારના પ્રમુખ તરીકે શપથ ગ્રહણ કર્યા

નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યૂનુસે બાંગ્લાદેશની વચગાળાની સરકારના પ્રમુખ તરીકે શપથ ગ્રહણ કર્યા છે. બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ મહોમ્મદ શહાબુદ્દીને ગઈકાલે ઢાકાના બંગ ભવનમાં તેમને શપથ અપાવ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહોમ્મદ યૂનુસને આ નવી જવાબદારી માટે શુભેચ્છા પાઠવી હતી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રીએ બાંગ્લાદેશમાં હિન્દુઓ અને અન્ય તમામ અલ્પસંખ્યક સમુદાયોની સુરક્ષા સુનિશ્ચિત કરતા ટૂંક સમયમાં સ્થિતિ સામાન્ય થાય તેવી આશા વ્યક્ત કરી હતી. વધુમાં તેમણે લખ્યું છે ભારત શાંતિ, સુરક્ષા અને વ...

ઓગસ્ટ 8, 2024 2:08 પી એમ(PM) ઓગસ્ટ 8, 2024 2:08 પી એમ(PM)

views 7

બાંગ્લાદેશમા નોબેલ પારિતોષિક વિજેતા પ્રોફેસર મહોમ્મદ યુનુસના વડપણ હેઠળની વચગાળાની સરકાર આજે શપથ લેશે

બાંગ્લાદેશમા નોબેલ પારિતોષિક વિજેતા પ્રોફેસર મહોમ્મદ યુનુસના વડપણ હેઠળની વચગાળાની સરકાર આજે શપથ લેશે. સૈન્ય પ્રમુખ જનરલ વકાર ઉઝ ઝમાનએ ગઈકાલે પત્રકારોને આ માહિતી આપતા આગામી ત્રણથી ચાર દિવસમાં દેશમાં સ્થિતિ સામાન્ય થવાની આશા વ્યક્ત કરી હતી. વધુમાં તેમણે જણાવ્યું કે જેઓ પણ આ હિંસામાં સામેલ હતા, તેમને બક્ષવામાં નહી આવે અને તેમની સામે કડક પગલાં લેવાશે. દરમિયાન સરહદ સલામત દળ બીએસએફના ડાયરેક્ટર જનરલ દલજીતસિંહ ચૌધરીએ આજે ત્રિપુરામાં 856 કિલોમીટર લાંબી ભારત બાંગ્લાદેશ આતરરાષ્ટ્રીય સરહદ પર સલમતીની સ્થિતિન...

ઓગસ્ટ 6, 2024 7:39 પી એમ(PM) ઓગસ્ટ 6, 2024 7:39 પી એમ(PM)

views 5

આજે બાંગ્લાદેશની સ્થિતિ પર સંસદના બંને ગૃહોમાં ભારતના વિદેશમંત્રીએ નિવેદન આપ્યુ

આજે બાંગ્લાદેશની સ્થિતિ પર સંસદના બંને ગૃહોમાં ભારતના વિદેશમંત્રીએ નિવેદન આપ્યુ હતું.ડૉ એસ જયશંકરે જણાવ્યું હતું કે, હાલમાં, લગભગ 19 હજાર ભારતીયો બાંગ્લાદેશમાં છે, જેમાં 9 હજાર વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે ઢાકામાં હાઈ કમિશનની સલાહ પર મોટા ભાગના વિદ્યાર્થીઓ ગયા મહિને જ ભારત પરત ફર્યા છે. ડૉ. જયશંકરે લોકસભા અને રાજ્યસભાને માહિતી આપી હતી કે નવી દિલ્હી બાંગ્લાદેશમાં લઘુમતીઓની સ્થિતિને લઈને સ્થિતિ પર નજર રાખી રહી છે. તેમના રક્ષણ અને સુખાકારીની ખાતરી કરવા માટે વિવિધ જૂથો અને સંગઠનો દ્વ...

ઓગસ્ટ 6, 2024 7:28 પી એમ(PM) ઓગસ્ટ 6, 2024 7:28 પી એમ(PM)

views 13

સરકાર વિરોધી વિદ્યાર્થી ચળવળને કારણે  બાંગ્લાદેશમાં વચગાળાની સરકારની રચના માટેની તૈયારીઓ ચાલુ

સરકાર  વિરોધી વિદ્યાર્થી ચળવળને કારણે  બાંગ્લાદેશમાં વચગાળાની સરકારની રચના માટેની તૈયારીઓ ચાલી રહી છે. ચળવળના સંયોજકોએ નોબેલ પુરસ્કાર વિજેતા ડૉ. મુહમ્મદ યુનુસનેદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. એક મુખ્યસંયોજક નાહિદ ઇસ્લામે  સોશિયલ મીડિયાપ્લેટફોર્મ પર પોસ્ટ કરેલા એક વિડિઓ સંદેશ દ્વારા આ જાહેરાત કરી હતી. સંયોજકોનાજણાવ્યા અનુસાર, ડૉ. યુનુસ આ ભૂમિકાનિભાવવા માટે સંમત થયા છે.  બાંગ્લાદેશમાં પોલીસ અને વિદ્યાર્થીઆંદોલનકારીઓ વચ્ચે અથડામણ થઈ હતી જેમાં 90 થી વધુ લોકોએ જીવ ગુ...