ડિસેમ્બર 30, 2024 2:16 પી એમ(PM)

views 14

સંતોષ ટ્રોફી ફુટબોલમાં, હૈદરાબાદમાં રમાયેલી સેમિફાઇનલમાં પશ્ચિમ બંગાળે વર્તમાન ચેમ્પિયન સર્વિસિસને હરાવીને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો

સંતોષ ટ્રોફી ફુટબોલમાં, હૈદરાબાદમાં જીએમસી બાલયોગી સ્ટેડિયમમાં રમાયેલી સેમિફાઇનલમાં પશ્ચિમ બંગાળે વર્તમાન ચેમ્પિયન સર્વિસિસને હરાવીને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે. સંતોષ ટ્રોફીમાં બંગાળ 47મી વાર પ્રવેશ્યું છે અને અત્યાર સુધી 32 વાર જીત્યું છે. ગઈ કાલે અન્ય સેમિ ફાઇનલમાં કેરળે મણિપુરને 501 થી હરાવીને ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. આવતી કાલે સાંજે સાડા સાત કલાકે હૈદરાબાદમાં પશ્ચિમ બંગાળ કેરળ સામ રમશે.

જુલાઇ 11, 2024 8:28 પી એમ(PM)

views 22

ફુટબોલમાં, ઇંગલેન્ડે નેધરલેન્ડ્સને 2-1થી હરાવીને યુઇએફએ યુરોપિયન ચેમ્પિયનશીપ 2024 ફાઇનલમાં સ્થાન મેળવ્યું

ફુટબોલમાં, ઇંગલેન્ડે નેધરલેન્ડ્સને 2-1થી હરાવીને યુઇએફએ યુરોપિયન ચેમ્પિયનશીપ 2024 ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. આજે સવારે ડોર્ટમુન્ડમા યોજાયેલી બીજી સેમિ ફાઇનલમાં ઇંગલેન્ડના ખેલાડી ઓલિ વોટકિન્સે 90મી મિનીટમાં ગોલ કરીને નાટ્યાત્મક વિજય મેળવ્યો હતો. ઇંગલેન્ડ હવે 15 જુલાઇનાં રોજ સ્પેન સામે ફાઇનલ મેચ રમશે. મંગળવારે સ્પેને ફ્રાન્સને 2-1થી હરાવીને ચેમ્પિયનશીપની ફાઇનલમાં સ્થાન નિશ્ચિત કર્યુ હતું.