નવેમ્બર 16, 2024 2:50 પી એમ(PM) નવેમ્બર 16, 2024 2:50 પી એમ(PM)

views 2

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી છ દિવસ નાઈજીરીયા, બ્રાઝીલ અને ગુયાનાની મુલાકાતે જશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી છ દિવસ નાઈજીરીયા, બ્રાઝીલ અને ગુયાનાની મુલાકાતે જશે. તેઓ પ્રથમ તબક્કામા નાઈજીરીયા જશે. નાઈજીરિયામાં તેમના બે દિવસના રોકાણ દરમિયાન, પ્રધાનમંત્રી બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીની સમીક્ષા કરવા અને દ્વિપક્ષીય સંબંધોને વધારવા માટેના નાઈજીરીયાના ટોચના નેતૃત્વ સાથે વાતચીત કરશે. તેઓ નાઈજીરીયામાં ભારતીય સમુદાયના એક સંમેલનને પણ સંબોધિત કરશે. શ્રી મોદી 18મી નવેમ્બરે બ્રાઝીલના રિયો ડી જાનેરોમાં આયોજિત G20 સમિટમાં ભાગ લેશે. આ સમિટ દરમિયાન, શ્રી મોદી વિવિધ વૈશ્વિક મુદ્દાઓ ...

નવેમ્બર 16, 2024 2:49 પી એમ(PM) નવેમ્બર 16, 2024 2:49 પી એમ(PM)

views 4

છેલ્લા 10 વર્ષમાં દેશના યુવાનોમાં જોખમ લેવાની ક્ષમતામાં વધારો થયો છે :પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે, ‘છેલ્લા 10 વર્ષમાં દેશના યુવાનોમાં જોખમ લેવાની ક્ષમતામાં વધારો થયો છે.’ ખાનગી મીડિયા સંસ્થાના લીડરશીપ સમિટને સંબોધતાં શ્રી મોદીએ આમ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, ‘સોશિયલ મીડિયાના આ યુગમાં, જ્યાં અફવા અને દુષ્પ્રચાર થઈ રહ્યો છે. ત્યારે આવા સમયે સરકાર પોતાના સંકલ્પ સાથે મજબૂતીથી ઊભી છે.’ શ્રી મોદીએ કહ્યું, તેમની સરકાર વૉટ બેન્કની રાજનીતિથી દૂર રહે છે અને લોકોનો અને લોકો દ્વારા વિકાસના મંત્ર સાથે કામ કરી રહી છે. સરકાર દેશને વિકસિત દેશ બનાવવાનું લ...

નવેમ્બર 14, 2024 8:54 એ એમ (AM) નવેમ્બર 14, 2024 8:54 એ એમ (AM)

views 7

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આદિવાસી ગૌરવ દિવસ નિમિત્તે બિહારના જમુઈની મુલાકાત લેશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે બિહારના જમુઈની મુલાકાત લેશે જ્યાં તેઓ આદિવાસી ગૌરવ દિવસ પર આયોજિત ઉજવણીમાં ભાગ લેશે. આ ઘટના સાથે, ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણી શરૂ થશે. શ્રી મોદી ભગવાન બિરસા મુંડાના સન્માનમાં સ્મારક સિક્કા અને ટપાલ ટિકિટનું અનાવરણ કરશે. આ અવસરે, પ્રધાનમંત્રી આદિવાસી સમુદાયોના ઉત્થાન અને પ્રદેશના ગ્રામીણ અને દૂરના વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓમાં સુધારો કરવા માટે રૂ. 6,640 કરોડથી વધુના મૂલ્યની અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.

નવેમ્બર 12, 2024 9:37 એ એમ (AM) નવેમ્બર 12, 2024 9:37 એ એમ (AM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મૉરિશિયસની ચૂંટણીમાં ઐતિહાસિક જીત બદલ ડૉ. નવીન રામગુલામને અભિનંદન પાઠવ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મૉરિશિયસની ચૂંટણીમાં ઐતિહાસિક જીત બદલ ડૉ. નવીન રામગુલામને અભિનંદન પાઠવ્યા છે. સોશિયલ મીડિયાના એક સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે, ‘ડૉ. રામગુલામ સાથે વાત કરી અને મૉરિશિયસના નેતૃત્વ કરવામાં તેમની સફળતાની પ્રાર્થના કરી.’ પ્રધાનમંત્રીએ ડૉ.રામગુલામને ભારત આવવાનું નિમંત્રણ પણ આપ્યું છે. શ્રી મોદીએ કહ્યું, ‘તેઓ વિશેષ અને અનોખી ભાગીદારીને મજબૂત કરવા માટે મળીને કામ કરવા માટે ઉત્સુક છે.’

નવેમ્બર 11, 2024 8:53 એ એમ (AM) નવેમ્બર 11, 2024 8:53 એ એમ (AM)

views 7

પ્રધાનમંત્રી મોદી આજે વડતાલમાં સ્વામિનારાયણ મંદિરના દ્વિશતાબ્દી મહોત્સવમાં વર્ચ્યૂઅલ સંબોધન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના ખેડા જિલ્લાના વડતાલમાં સ્વામિનારાયણ મંદિરના દ્વિશતાબ્દી સમારોહમાં વીડિયો કૉન્ફરન્સના માધ્યમથી સંબોધન કરશે. વડતાલમાં આવેલું સ્વામિનારાયણ મંદિર અનેક દાયકાઓથી લોકોના સામાજિક અને આધ્યાત્મિક જીવનની આસ્થાનું કેન્દ્ર રહ્યું છે. આ મંદિરનું નિર્માણ ભગવાન શ્રી સ્વામિનારાયણના આદેશ પર સદગુરુ બ્રહ્માનંદ સ્વામી અને સદગુરુ અક્ષરાનંદ સ્વામીએ કરાવ્યું હતું. વડતાલ સ્વામિનારાયણ મંદિરની સ્થાપનાને 200 વર્ષ પૂર્ણ થતાં દ્વિ-શતાબ્દી મહોત્સવની ઉજવણી કરાઈ રહી છે દેશ-હજારોની સંખ્યામ...

નવેમ્બર 9, 2024 10:33 એ એમ (AM) નવેમ્બર 9, 2024 10:33 એ એમ (AM)

views 7

રતન ટાટાની ચિરવિદાયને એક મહિનો થયો, તેમની ગેરહાજરી માત્ર રાષ્ટ્રમાં જ નહીં પરંતુ વિશ્વમાં વર્તાય છે : મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, સાચું નેતૃત્વ માત્ર વ્યક્તિની સિદ્ધિઓથી નહીં પરંતુ સૌથી વધુ નબળા લોકોની સંભાળ રાખવાની ક્ષમતા દ્વારા મપાય છે તે બાબત ઉદ્યોગપતિ અને પરોપકારી રતન ટાટાનુ જીવન યાદ અપાવે છે. એક રાષ્ટ્રીય દૈનિકમાં પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે, રતન ટાટાની ચિરવિદાયને એક મહિનો થઈ ગયો છે પરંતુ તેમની ગેરહાજરી માત્ર રાષ્ટ્રમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં સમાજના દરેક વર્ગમાં ઊંડે ઉંડે અનુભવાય છે. પ્રધાનમંત્રી કહ્યું કે, રતન ટાટાએ જે જીવનને સ્પર્શ્યું હતું અને જે સપનાઓને તેમણે ...

નવેમ્બર 7, 2024 8:54 એ એમ (AM) નવેમ્બર 7, 2024 8:54 એ એમ (AM)

views 4

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણીમાં ભવ્ય વિજય પ્રાપ્ત કરવા બદલ ડોનાલ્ડ ટ્રમ્પને અભિનંદન પાઠવ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણીમાં ભવ્ય વિજય પ્રાપ્ત કરવા બદલ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ટેલિફોન પર વાત કરીને તેમને અભિનંદન પાઠવ્યા હતા. સામાજિક માધ્યમની પોસ્ટમાં શ્રી મોદીએ જણાવ્યું કે તેઓ ટેકનોલોજી, સંરક્ષણ, ઊર્જા, અવકાશ સહિતનાં ક્ષેત્રોમાં ભારત-અમેરિકા સંબંધોને વધુ મજબૂત બનાવવા સાથે મળીને કામ કરવા આશાવાદી છે. પ્રધાનમંત્રીએ અમેરિકન કોંગ્રેસની ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીનાં દેખાવ બદલ પણ શ્રી ટ્રમ્પને અભિનંદન આપ્યા હતા. વાતચીત દરમિયાન શ્રી ટ્રમ્પે જણાવ્યું કે, સમગ્ર વિશ્વ...

નવેમ્બર 5, 2024 9:40 એ એમ (AM) નવેમ્બર 5, 2024 9:40 એ એમ (AM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 8થી 14 નવેમ્બર દરમિયાન મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી માટે ચૂંટણી પ્રચાર કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 8થી 14 નવેમ્બર દરમિયાન મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી માટે ચૂંટણી પ્રચાર કરશે. મહારાષ્ટ્ર ભાજપના પ્રદેશ પ્રમુખ ચંદ્રશેખર બાવનકુલેના જણાવ્યા અનુસાર 8થી 14 નવેમ્બર દરમિયાન પ્રધાનમંત્રી રાજ્યમાં 11 જેટલી ચૂંટણી સભાઓને સંબોધન કરશે. જેમાં 8 નવેમ્બરના રોજ ધુલે અને નાસિકમાં, 9 નવેમ્બરના રોજ અકોલા અને નાંદેડમાં, ચંદ્રાપુર, ચિમુરા, સોલાપુર અને પુણેમાં 12 નવેમ્બરના રોજ તથા સાંભાજીનગર, નવી મુંબઈ અને મુંબઈમાં 14 નવેમ્બરના રોજ જાહેર સભાઓને સંબોધન કરશે.

નવેમ્બર 5, 2024 9:38 એ એમ (AM) નવેમ્બર 5, 2024 9:38 એ એમ (AM)

views 2

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલાની નિંદા કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલાની નિંદા કરી છે. શ્રી મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે કે ભારતીય નેતાઓને ધમકાવવાનો પ્રયાસ પણ કાયરતા પૂર્વકનું વર્તન છે. તેમણે કહ્યું કે હિંસાની આવી ઘટનાઓ દેશનો સંકલ્પ નબળો ન કરી શકે. પ્રધાનમંત્રીએ કેનેડા સરકારને આ મામલે ન્યાય સુનિશ્ચિત કરવા માટે કહ્યું.

ઓક્ટોબર 25, 2024 9:25 એ એમ (AM) ઓક્ટોબર 25, 2024 9:25 એ એમ (AM)

views 5

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ આજે નવી દિલ્હીમાં સાતમી આંતર સરકારી પરામર્શ- IGC બેઠકની સહ અધ્યક્ષતા કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ આજે નવી દિલ્હીમાં સાતમી આંતર સરકારી પરામર્શ- IGC બેઠકની સહ અધ્યક્ષતા કરશે. ચાન્સેલર સ્કોલ્ઝ ગઈ કાલે રાત્રે ભારતની ત્રણ દિવસની મુલાકાતે નવી દિલ્હી આવ્યા હતા. IGC એ સરકારી માળખું છે, જેમાં બંને દેશોનાં મંત્રીઓ પોતપોતાની જવાબદારીનાં ક્ષેત્રોમાં ચર્ચા કરે છે અને પ્રધાનમંત્રી તથા ચાન્સેલરને તેનાં પરિણામનો અહેવાલ આપે છે. બંને નેતાઓ સલામતી, સંરક્ષણ સહકાર, આર્થિક સહકાર, હરિત અને સાતત્યપૂર્ણ વિકાસ ભાગીદારી અને ઊભરતી તથા વ્યૂહાત્મક ટેકનોલોજીનાં ક્...