જાન્યુઆરી 17, 2025 6:16 પી એમ(PM) જાન્યુઆરી 17, 2025 6:16 પી એમ(PM)

views 6

પ્રધાનમંત્રીના ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ પહેલા વિવિધ મુદ્દા પર સામૂહિક ચર્ચા કરવા માટે ગુજરાતમાંથી 3 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી

પ્રધાનમંત્રીના ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ પહેલા વિવિધ મુદ્દા પર સામૂહિક ચર્ચા કરવા માટે ગુજરાતમાંથી 3 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી. જેમાં જામનગરની જી.એસ.મહેતા મ્યુનિસિપલ કન્યા વિદ્યાલયની વિદ્યાર્થિનીએ મુંબઈમાં વિવિધ નિષ્ણાંતો સાથે સામૂહિક ચર્ચામાં ભાગ લીધો હતો. આ બદલ જિલ્લા શિક્ષણ અધિકારી વિપુલ મહેતા દ્વારા વિદ્યાર્થિનીને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

જાન્યુઆરી 17, 2025 9:13 એ એમ (AM) જાન્યુઆરી 17, 2025 9:13 એ એમ (AM)

views 10

કેન્દ્રીય મંત્રીમંડળે આઠમા પગાર પંચની રચનાને મંજૂરી આપી

કેન્દ્રીય મંત્રીમંડળે ગઈકાલે આઠમા પગાર પંચની રચનાને મંજૂરી આપી દીધી છે, જે કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગારમાં અને નિવૃત્ત કર્મચારીઓનાં પેન્શનમાં વધારાનાં મુદ્દે નિર્ણય લેશે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, વર્ષ 1947થી અત્યાર સુધી સાત પગાર પંચની રચના થઈ છે. વર્ષ 2016માં સાતમા પગાર પંચની રચના થઈ હતી, જેની મુદત વર્ષ 2026માં પૂર્ણ થઈ હતી. અધિકારીઓનાં જણાવ્યા પ્રમાણે આ નિર્ણયથી કેન્દ્ર સરકારનાં 50 લાખ કર્મચારીઓને લાભ થશે, જેમાં સંરક્ષણ કર્મચારીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 65 લાખથી વધુ પ...

જાન્યુઆરી 16, 2025 8:30 એ એમ (AM) જાન્યુઆરી 16, 2025 8:30 એ એમ (AM)

views 14

અમિત શાહ વડનગરમાં આજે કરોડો રૂપિયાના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે

ગુજરાતની ચાર દિવસના પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે મહેસાણા જિલ્લાના વડનગર શહેરની મુલાકાત કરશે. કેન્દ્રીય મંત્રી અમિત શાહ આ મુલાકાતમાં કરોડો રૂપિયાના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે. આ ઉપરાંત કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ મ્યૂઝિકલ મ્યુઝિયમનાં કાર્યોની સમીક્ષા બેઠકમાં ભાગ લેશે, તેમજ તેમના હસ્તે નવનિર્મિત પુરાતાત્વિક અનુભવાત્મક સંગ્રહાલયનું લોકાર્પણ કરવામાં આવશે. તેમની આ વડનગરની મુલાકાત દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે.

જાન્યુઆરી 13, 2025 9:28 એ એમ (AM) જાન્યુઆરી 13, 2025 9:28 એ એમ (AM)

views 3

પ્રધાનમંત્રી મોદી આજે જમ્મુકાશ્મીરમાં સોનમર્ગ ટનલ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જમ્મુ અને કાશ્મીરમાં સોનમર્ગ ટનલ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. આ ટનલ શ્રીનગરથી લેહ થઈને સોનમર્ગ માર્ગમાં તમામ ઋતુઓમાં કનેક્ટિવિટી પ્રદાન કરશે. પ્રધાનમંત્રી બાંધકામ ક્ષેત્રનાં શ્રમિકોને પણ મળશે અને આ એન્જિનિયરિંગ સિદ્ધિમાં તેમના યોગદાનને સ્વીકારશે. લગભગ 12 કિલોમીટર લાંબી સોનમર્ગ ટનલ પ્રોજેક્ટ 2 હજાર 700 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બનાવવામાં આવી છે. આ પ્રોજેક્ટમાં સોનમર્ગ મુખ્ય ટનલ, બહાર નીકળવાની ટનલ અને એપ્રોચ રોડનો સમાવેશ થાય છે. આ ટનલને કારણે ભુસ્ખલન અને હિમશીલાથી અસરગ...

જાન્યુઆરી 11, 2025 10:30 એ એમ (AM) જાન્યુઆરી 11, 2025 10:30 એ એમ (AM)

views 2

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફેબ્રુઆરી માસમાં ફ્રાન્સની મુલાકાત લેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફેબ્રુઆરી માસમાં ફ્રાન્સની મુલાકાત લેશે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને જાહેરાત કરી છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફ્રાન્સની રાજ્ય મુલાકાતે જવાના છે, ત્યારબાદ તેઓ આવતા મહિને યોજાનારી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સમિટમાં ભાગ લેશે. ફ્રાન્સના રાજદૂતોના પરિષદમાં બોલતા રાષ્ટ્રપતિ મેક્રોને આગામી AI સમિટને "કાર્યવાહી માટે સમિટ" તરીકે વર્ણવી, જેનો હેતુ કૃત્રિમ બુદ્ધિમત્તા પર અર્થપૂર્ણ ચર્ચાઓને પ્રોત્સાહન આપવાનો છે. રાષ્ટ્રપતિ મેક્રોને એ પણ પુષ્ટિ આપી કે પ્રધાનમંત્રી ...

જાન્યુઆરી 11, 2025 9:48 એ એમ (AM) જાન્યુઆરી 11, 2025 9:48 એ એમ (AM)

views 13

રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી મોદી 3000 ઊભરતા નેતાઓ સાથે સંવાદ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે રાષ્ટ્રીય યુવા દિવસ પર દિલ્હીના ભારત મંડપમ ખાતે વિકસિત ભારત યુવા નેતા સંવાદમાં ભાગ લેશે. સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ પર રાષ્ટ્રીય યુવા દિવસ ઉજવવામાં આવે છે. પ્રધાનમંત્રી મોદી દેશભરના ત્રણ હજાર ઊભરતા નેતાઓ સાથે વાતચીત કરશે. આ પ્રસંગે, પ્રધાનમંત્રી દસ વિષયો પર સહભાગીઓ દ્વારા લખાયેલા શ્રેષ્ઠ નિબંધોના સંગ્રહનું પણ વિમોચન કરશે. જેમાં ટેકનોલોજી, ટકાઉપણું, મહિલા સશક્તિકરણ, ઉત્પાદન અને કૃષિ જેવા વિષયો પરના નિબંધોનો સમાવેશ થાય છે. વિકસિત ભારત યુવા નેતાઓ સંવાદનો ઉદ્દેશ...

જાન્યુઆરી 10, 2025 7:22 પી એમ(PM) જાન્યુઆરી 10, 2025 7:22 પી એમ(PM)

views 5

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સરકારી યોજનાઓના 100 ટકા લાભ લોકો સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સરકારી યોજનાઓના 100 ટકા લાભ લોકો સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે સાચા સામાજિક ન્યાય અને ધર્મનિરપેક્ષતા માટે આવું કરવું જરૂરી છે. વિકસિત ભારતના ધ્યેયની રૂપરેખા આપતાં તેમણે કહ્યું કે તેઓ 2047 સુધીમાં પાણી, શૌચાલય અને વીજળી સહિતની તમામ સમસ્યાઓનો ઉકેલ લાવવા માંગે છે. શ્રી મોદીએ અગ્રણી ઉદ્યોગસાહસિક નિખિલ કામથને આપેલી એક પ્રત્યક્ષ મુલાકાતમાં આ વિચારો વ્યક્ત કરતાં વધુ જણાવ્યું કે તેઓ જાણી જોઈને કંઈ ખોટું કરવા માંગતા નથી....

જાન્યુઆરી 10, 2025 2:14 પી એમ(PM) જાન્યુઆરી 10, 2025 2:14 પી એમ(PM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રખ્યાત પાર્શ્વગાયક પી જયચંદ્રનના નિધન પર શોક વ્યક્ત કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રખ્યાત પાર્શ્વગાયક પી જયચંદ્રનના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. એક સોશિયલ મેડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે, વિવિધ ભાષામાં જયચંદ્રનના ગીતો આવનારી પેઢીઓ માટે હ્યદયસ્પર્શી રહેશે. શ્રી મોદીએ ઉમેર્યું કે, જયચંદ્રનના અવાજમાં વ્યાપક લાગણીઓનો પડઘો પડે છે.

જાન્યુઆરી 8, 2025 9:54 એ એમ (AM) જાન્યુઆરી 8, 2025 9:54 એ એમ (AM)

views 5

પ્રધાનમંત્રી મોદી આજે વિશાખાપટ્ટનમમાં 2 લાખ કરોડથી વધુના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન-ખાતમુહુર્ત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં 2 લાખ કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને ખાતમુહુર્ત કરશે. પ્રધાનમંત્રી મોદી વિશાખાપટ્ટનમ નજીક પુડીમડાકા ખાતે NTPC ગ્રીન એનર્જી લિમિટેડના અત્યાધુનિક ગ્રીન હાઇડ્રોજન સેન્ટર પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન હેઠળ આ પહેલું ગ્રીન હાઇડ્રોજન સેન્ટર હશે. આ પ્રોજેક્ટ પર અંદાજે 1 લાખ 85 હજાર કરોડ રૂપિયાનું રોકાણ થશે. જેનાથી વર્ષ 2030 સુધીમાં 500 GW બિન-અશ્મિભૂત ઉર્જા ક્ષમતાના લક્ષ્યાંકને હાંસલ કરવામાં મદદ મળશે. પ્ર...

જાન્યુઆરી 7, 2025 10:01 એ એમ (AM) જાન્યુઆરી 7, 2025 10:01 એ એમ (AM)

views 3

કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ સત્તાધારી લિબરલ પાર્ટીના નેતા પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી

કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ સત્તાધારી લિબરલ પાર્ટીના નેતા પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, નવા નેતાની પસંદગી ન થાય ત્યાં સુધી તેઓ પ્રધાનમંત્રી રહેશે. 11 વર્ષથી લિબરલ પાર્ટીના નેતા અને નવ વર્ષ સુધી પ્રધાનમંત્રી પદ પર રહેલા ટ્રુડો પોતાના પક્ષના સભ્યોના બળવાનો સામનો કરી રહ્યા હતા અને તેમની નીતિઓને કારણે તેઓ અપ્રિય પણ બન્યા હતા. ગઇકાલે સાંજે ઓટાવામાં એક ન્યૂઝ કોન્ફરન્સમાં આ જાહેરાત કરતા ટ્રુડોએ કહ્યું કે, શ્રેષ્ઠ પ્રયાસો છતાં મહિનાઓ સુધી સંસદમાં સંતોષકારક કામ ન થતાં ત...