ફેબ્રુવારી 21, 2025 2:40 પી એમ(PM) ફેબ્રુવારી 21, 2025 2:40 પી એમ(PM)

views 5

પ્રધાનમંત્રી આજે નવી દિલ્હીમાં 98મા અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલનનું ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં 98મા અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલનનું ઉદ્ઘાટન કરશે. સરકારે તાજેતરમાં મરાઠીને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપ્યો છે. ત્રણ દિવસના આ સંમેલનમાં પેનલ ચર્ચાઓ, પુસ્તક પ્રદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમોના સત્ર યોજાશે અને મરાઠી સાહિત્યની શાશ્વત સુસંગતતા, ભાષાનું સંરક્ષણ, સાહિત્યિક કૃતિઓનું અનુવાદ અને ડિજિટાઇઝેશન પર ચર્ચા કરાશે.

ફેબ્રુવારી 19, 2025 8:44 એ એમ (AM) ફેબ્રુવારી 19, 2025 8:44 એ એમ (AM)

views 81

ભારત અને કતાર વેપાર, રોકાણ, ખાદ્ય સુરક્ષા, આરોગ્ય, સંસ્કૃતિ અને ઉર્જા ક્ષેત્રમાં વિશ્વસનીય ભાગીદાર. – રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું છે કે કતાર સાથે ભારતના સંબંધો સદીઓ જૂના છે અને બંને દેશો વેપાર, રોકાણ, ખાદ્ય સુરક્ષા, આરોગ્ય, સંસ્કૃતિ અને ઉર્જા ક્ષેત્રોમાં વિશ્વસનીય ભાગીદાર છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં કતારના અમીર શેખ તમીમ બિન હમદ અલ-સાનીનું સ્વાગત કર્યું. રાષ્ટ્રપતિએ એવું સૂચન કર્યું કે ભારત અને કતારે નવીનતા, ટેકનોલોજી અને સ્ટાર્ટઅપ્સમાં સહયોગ વધારવા માટે તેમની શક્તિનો ઉપયોગ કરવો જોઈએ. તેમણે કહ્યું કે બંને દેશોએ માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં શાંતિ, પ્રગતિ અને...

ફેબ્રુવારી 18, 2025 2:23 પી એમ(PM) ફેબ્રુવારી 18, 2025 2:23 પી એમ(PM)

views 6

કતારના આમિર શેખ તમીમ બિન હમદ અલથાની અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે નવી દિલ્હીમાં બેઠક શરૂ

ભારતના 2 દિવસના રાજકીય પ્રવાસ આવેલા કતારના આમિર શેખ તમીમ બિન હમદ અલથાની અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે નવી દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં બેઠક હાલ ચાલી રહી છે. દરમિયાન બંને દેશ વચ્ચેના સંબંધ વધુ ગાઢ બનાવવા અંગે ચર્ચા કરાશે. આ પહેલા રાષ્ટ્રપતિ ભવનમાં શ્રી અલથાનીનું ઔપચારિક સ્વાગત કરાયું હતું. શ્રી અલથાની આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને પણ મળશે. તેમના સન્માનમાં ભોજનનું પણ આયોજન કરાયું છે. ઉલ્લેખનીય છે કે, ભારત અને કતાર વચ્ચે મજબૂત આર્થિક ભાગીદારી છે, જેના કારણે વિવિધ ક્ષેત્રમાં દ્વિપક્ષી વેપાર વધ...

ફેબ્રુવારી 15, 2025 11:00 એ એમ (AM) ફેબ્રુવારી 15, 2025 11:00 એ એમ (AM)

views 12

ફ્રાંસ અને અમેરિકાના પ્રવાસથી પ્રધાન મંત્રી મોદી પરત ફર્યા

ફ્રાન્સ અને અમેરિકાની મહત્વપૂર્ણ અને ફળદાયી મુલાકાત પૂર્ણ કર્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે ભારત પરત ફર્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આમંત્રણ પર અમેરિકાની મુલાકાતે ગયા હતા. ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળમાં પ્રધાનમંત્રીની અમેરિકાની આ પ્રથમ મુલાકાત હતી. આ મુલાકાત દરમિયાન, પ્રધાનમંત્રીએ વોશિંગ્ટનમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે દ્વિપક્ષીય ચર્ચાઓ કરી હતી. ગુરુવારે મોડીરાત્રે વ્હાઇટ હાઉસમાં ચાર કલાક સુધી દ્વિપક્ષીય ચર્ચા થઈ હતી.

ફેબ્રુવારી 14, 2025 2:18 પી એમ(PM) ફેબ્રુવારી 14, 2025 2:18 પી એમ(PM)

views 10

ભારત અને અમેરિકાએ વર્ષ 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપારને બમણો કરીને 500 અબજ ડોલર કરવાનો લક્ષ્ય નિર્ધારિત કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, ભારત અને અમેરિકાએ વર્ષ 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપારને બમણો કરીને 500 અબજ ડોલર કરવાનો નિર્ણય લીધો છે. આજે વોશિંગ્ટનમાં વ્હાઇટ હાઉસ ખાતે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે દ્વિપક્ષીય મંત્રણા બાદ સંયુક્ત પત્રકાર પરિષદમાં શ્રી મોદીએ જણાવ્યું કે, ભારત અને અમેરિકા વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવાનું ચાલુ રાખશે. તેમણે જણાવ્યું કે, બંને દેશો વચ્ચેનો સહયોગ અને સહભાગિતા વધુ સારા વિશ્વનાં નિર્માણમાં સહાયક બની શકે છે. શ્રી મોદીએ જણાવ્યું કે, બંને પક્ષો વ્યૂહા...

ફેબ્રુવારી 11, 2025 7:39 પી એમ(PM) ફેબ્રુવારી 11, 2025 7:39 પી એમ(PM)

views 4

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, મશીનો નહીં, માનવીઓ પાસે AI ના ભવિષ્યની ચાવી છે.

પેરિસમાં આયોજિત AI એક્શન સમિટમાં, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ AI ના પરિવર્તનશીલ પ્રભાવ પર પ્રકાશ પાડ્યો, શ્રી મોદીએ AIને એક વ્યાખ્યાયિત બળ ગણાવ્યું. ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન સાથે સમિટના સહ-અધ્યક્ષતાપદે, પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો કે AI ભૂતકાળના કોઈપણ તકનીકી સીમાચિહ્નથી વિપરીત છે, જેને શાસન માટે વૈશ્વિક, જવાબદાર અને સમાવિષ્ટ અભિગમની જરૂર છે. શ્રી મોદીએ આરોગ્યસંભાળ, શિક્ષણ અને કૃષિમાં ક્રાંતિ લાવીને, ટકાઉ વિકાસ લક્ષ્યો તરફ ઝડપી અને વધુ અસરકારક પ્રગતિ કરીને લાખો લોકોના જીવનમાં સુધારો...

ફેબ્રુવારી 11, 2025 2:21 પી એમ(PM) ફેબ્રુવારી 11, 2025 2:21 પી એમ(PM)

views 6

દેશમાં પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ અત્યાર સુધીમાં 7 લાખ 72 હજાર કિલોમીટર માર્ગોનું નિર્માણ થયુ

સરકારે આજે લોકસભામાં જણાવ્યું કે, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ 2002 માં તેની શરૂઆત થઈ ત્યારથી 7 લાખ 72 હજાર કિલોમીટરના રસ્તા બનાવવામાં આવ્યા છે. પૂરક પ્રશ્નોના જવાબ આપતા, ગ્રામીણ વિકાસ મંત્રાલયના રાજ્યમંત્રી કમલેશ પાસવાને જણાવ્યું કે, આ યોજનાને કારણે જ ગ્રામીણ વિસ્તારોમાં 1 લાખ 63 હજાર રહેઠાણો સુધી રોડ કનેક્ટિવિટી વિસ્તરી છે. મંત્રીએ કહ્યું કે, આ યોજનાના ચોથા તબક્કાનો ઉદ્દેશ્ય દેશભરમાં 25 હજારથી વધુ રહેઠાણોને રોડ કનેક્ટિવિટી પૂરી પાડવાનો છે. તેમણે કહ્યું કે, આ તબક્કો જરૂરી હતો, કારણ કે ગ્રા...

ફેબ્રુવારી 11, 2025 2:16 પી એમ(PM) ફેબ્રુવારી 11, 2025 2:16 પી એમ(PM)

views 4

ભારત ઊર્જા સપ્તાહનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, દેશની સૌર ઊર્જા ઉત્પાદન ક્ષમતા 32 ગણી વધી છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભારત છેલ્લા દાયકામાં 10મા સ્થાનથી ઉપર આવીને 5મું સૌથી મોટું અર્થતંત્ર બન્યું છે. પ્રધાનમંત્રીએ આજે સવારે દિલ્હીના દ્વારકાના યશોભૂમિ ખાતે ભારત ઊર્જા સપ્તાહ 2025નું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરતી વખતે આ વાત કરી હતી. શ્રી મોદીએ ભાર મૂક્યો કે, દેશની સૌર ઊર્જા ઉત્પાદન ક્ષમતા 32 ગણી વધી છે. તેમણે ઉલ્લેખ કર્યો કે, ભારત ત્રીજો સૌથી મોટો સૌર ઊર્જા ઉત્પન્ન કરતો દેશ છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું કે, બિન-અશ્મિભૂત ઇંધણ ઊર્જા ક્ષમતા ત્રણ ગણી વધી છે. તેમણે કહ્યું કે, ભારત પેરિસ G20...

ફેબ્રુવારી 11, 2025 2:14 પી એમ(PM) ફેબ્રુવારી 11, 2025 2:14 પી એમ(PM)

views 5

પ્રધાનમંત્રી મોદી આજે ફ્રાન્સ ખાતે AI એક્શન સમિટની સહઅધ્યક્ષતા કરશે – અનેક મહત્વપૂર્ણ દ્વિપક્ષીય વાટાઘાટોમાં ભાગ લેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પેરિસમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે વાતચીત કરશે. આ સંવાદનો ઉદ્દેશ્ય ભારત અને ફ્રાન્સ વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવાનો છે. તેઓ અનેક મહત્વપૂર્ણ દ્વિપક્ષીય વાટાઘાટોમાં પણ ભાગ લેશે. આ દરમિયાન, ભારત અને ફ્રાન્સ વચ્ચે ઘણા મહત્વપૂર્ણ દ્વિપક્ષીય કરારો પર હસ્તાક્ષર થવાની શક્યતા છે. પ્રધાનમંત્રી મોદી આજે કૃત્રિમ બુદ્ધિમતા એક્શન સમિટની સહ-અધ્યક્ષતા કરશે. આ પરિષદનો ઉદ્દેશ્ય કૃત્રિમ બુદ્ધિમત્તાના ક્ષેત્રમાં વૈશ્વિક ધોરણો સ્થાપિત કરવાની સાથે જવાબદાર કૃત્રિમ બ...

ફેબ્રુવારી 11, 2025 11:30 એ એમ (AM) ફેબ્રુવારી 11, 2025 11:30 એ એમ (AM)

views 34

આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પેરિસમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે વાતચીત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પેરિસમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે વાતચીત કરશે. આ સંવાદનો ઉદ્દેશ્ય ભારત અને ફ્રાન્સ વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવાનો છે. તેઓ અનેક મહત્વપૂર્ણ દ્વિપક્ષીય વાટાઘાટોમાં પણ ભાગ લેશે. આ દરમિયાન, ભારત અને ફ્રાન્સ વચ્ચે ઘણા મહત્વપૂર્ણ દ્વિપક્ષીય કરારો પર હસ્તાક્ષર થવાની શક્યતા છે. પ્રધાનમંત્રી મોદી આજે  કૃત્રિમ બુદ્ધિમતા  એક્શન સમિટની સહ-અધ્યક્ષતા  કરશે . આ પરિષદનો ઉદ્દેશ્ય કૃત્રિમ બુદ્ધિમત્તાના ક્ષેત્રમાં વૈશ્વિક ધોરણો સ્થાપિત કરવાની સાથે જવાબદાર કૃત્ર...