માર્ચ 12, 2025 6:47 પી એમ(PM) માર્ચ 12, 2025 6:47 પી એમ(PM)

views 20

ભાજપે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને વિશ્વના એક અનોખા નેતા તરીકે વર્ણવ્યા

ભાજપે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને વિશ્વના એક અનોખા નેતા તરીકે વર્ણવ્યા છે, જેમને 21 દેશોનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર મળ્યો છે. 21 દેશોમાંથી નવ ઇસ્લામિક રાષ્ટ્રો છે જેમાં ઇજિપ્ત, સંયુક્ત આરબ અમીરાત, બહેરીન અને અફઘાનિસ્તાનનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે, શ્રી મોદીને મોરેશિયસનો સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરવાથી એ વાત સ્પષ્ટ થાય છે કે વિશ્વના વિવિધ દેશો સાથે ભારતના સંબંધો આર્થિક, લશ્કરી અને રાજદ્વારી પાસાઓથી આગળ વધી ગયા છે.

માર્ચ 11, 2025 7:45 પી એમ(PM) માર્ચ 11, 2025 7:45 પી એમ(PM)

views 14

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોરેશિયસના રાષ્ટ્રપ્રમુખ ધરમવીર ગોખૂલને મહાકુંભ મેળામાંથી પવિત્ર ગંગાજળ ભેટમાં આપ્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોરેશિયસના રાષ્ટ્રપ્રમુખ ધરમવીર ગોખૂલને મહાકુંભ મેળામાંથી પવિત્ર ગંગાજળ ભેટમાં આપ્યું. શ્રી મોદીએ મોરેશિયસના રાષ્ટ્રપ્રમુખ ધરમવીર ગોખૂલ અને પ્રથમ મહિલા વૃંદા ગોખૂલને ઓવરસીઝ સિટીઝન ઑફ ઈન્ડિયા-OCI કાર્ડ સોંપ્યા. બંને નેતાઓએ ભારત અને મોરેશિયસ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવવા પર વિચારોનું આદાન-પ્રદાન કર્યું. શ્રી મોદીએ ભારત સરકારના સહયોગથી સ્થાપિત સ્ટેટ હાઉસમાં આયુર્વેદ ગાર્ડનની પણ મુલાકાત લીધી.

માર્ચ 11, 2025 6:57 પી એમ(PM) માર્ચ 11, 2025 6:57 પી એમ(PM)

views 5

પ્રધાનમંત્રી સૂર્ય ઘર, મફત વીજળી યોજનાએ 10 માર્ચ સુધીમાં દેશભરમાં 10 લાખ 9 હજાર સ્થાપનો પૂર્ણ કરીને એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કર્યું

પ્રધાનમંત્રી સૂર્ય ઘર, મફત વીજળી યોજનાએ 10 માર્ચ સુધીમાં દેશભરમાં 10 લાખ 9 હજાર સ્થાપનો પૂર્ણ કરીને એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કર્યું છે. નવીનીકરણીય ઉર્જા મંત્રાલયે આજે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ચંદીગઢ તથા દમણ અને દીવએ તેમની 100 ટકા સરકારી ઇમારતો પર સૌર લક્ષ્યાંકો પ્રાપ્ત કર્યા છે, જે સ્વચ્છ ઉર્જા અપનાવવામાં દેશનું નેતૃત્વ કરે છે. તેમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે કે રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગુજરાત અને તમિલનાડુ જેવા રાજ્યો પણ સારું પ્રદર્શન કરી રહ્યા છે, જે એકંદર સ્થાપનના આંકડામાં નોંધપાત્ર ય...

માર્ચ 7, 2025 7:39 પી એમ(PM) માર્ચ 7, 2025 7:39 પી એમ(PM)

views 21

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશને એનિમિયા અને કુપોષણ મુક્ત બનાવવા દરેક પરિવારને પૂરતું પોષણ પૂરું પાડવાની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશને એનિમિયા અને કુપોષણ મુક્ત બનાવવાના ઉદ્દેશ્યથી દેશના દરેક પરિવારને પૂરતું પોષણ પૂરું પાડવાની સરકારની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો. આજે સુરત ખાતે સુરત જિલ્લા ખાદ્ય સુરક્ષા સંતૃપ્તિ અભિયાન શરૂ કર્યા બાદ લોકોને સંબોધતા, પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો કે સરકાર સક્રિયપણે લાભાર્થીઓ સુધી પહોંચી રહી છે જેથી કોઈ પણ લાભાર્થી પાછળ ન રહી જાય. પ્રધાનમંત્રીએ કહ્યું કે સરકારે દરેક પાત્ર લાભાર્થીને તેમના હકદાર લાભો મળે તે સુનિશ્ચિત કરવા માટે સંતૃપ્તિ અભિગમ અપનાવ્યો છે. તેમણે સુરત જિલ્લા ખ...

માર્ચ 7, 2025 7:06 પી એમ(PM) માર્ચ 7, 2025 7:06 પી એમ(PM)

views 12

પ્રધાનમંત્રીએ દાદરા નગર હવેલી, દીવ અને દમણના કેન્દ્રશાસિત પ્રદેશને દેશનો વારસો ગણાવ્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દાદરા નગર હવેલી, દીવ અને દમણ કેન્દ્રશાસિત પ્રદેશને દેશનો વારસો ગણાવ્યો છે. અને સંઘપ્રદેશને સમાવેશી ધરાવતો આદર્શ પ્રદેશ બનાવવા માટે સરકારની પ્રતિબદ્ધતાને પુનોચ્ચાર કર્યો છે. સિલ્વાસામાં જાહેર સભાને સંબોધતા, પ્રધાનમંત્રીએ અનેક સામાજિક સુરક્ષા યોજનાઓમાં સંતૃપ્તિ પ્રાપ્ત કરવા બદલ કેન્દ્રશાસિત પ્રદેશ વહીવટની પણ પ્રશંસા કરી. શ્રી મોદીએ કહ્યું કે રેલવે અને રોડ નેટવર્કના વિકાસથી કેન્દ્રશાસિત પ્રદેશમાં પ્રવાસનને વેગ મળ્યો છે. પ્રદેશમાં ચાલી રહેલા વિવિધ પ્રવાસન પ્રોજેક્ટ્સ પર પ...

માર્ચ 5, 2025 7:06 પી એમ(PM) માર્ચ 5, 2025 7:06 પી એમ(PM)

views 9

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 7 માર્ચે સુરત જિલ્લાની મુલાકાત લેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 7 માર્ચે સુરત જિલ્લાની મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન, ‘સુરત જિલ્લા અન્ન સુરક્ષા સંતૃપ્તિકરણ અભિયાન’ હેઠળ શ્રી મોદી સુરતના 2 લાખ પાત્રતા ધરાવતા લાભાર્થીઓને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ લાભોનું વિતરણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે.

ફેબ્રુવારી 27, 2025 8:18 પી એમ(PM) ફેબ્રુવારી 27, 2025 8:18 પી એમ(PM)

views 8

પ્રધાનમંત્રીએ મહાકુંભને સફળ બનાવવા માટે દેશવાસીઓની મહેનત, પ્રયાસો અને દૃઢ નિશ્ચયની પ્રશંસા કરી

પ્રયાગરાજ મહાકુંભ 45 દિવસ પછી મહાશિવરાત્રીના દિવસે અંતિમ સ્નાન સાથે સમાપ્ત થયું. વિશ્વના સૌથી મોટા ધાર્મિક કાર્યક્રમમાં, ભારત અને વિશ્વભરના 66 કરોડથી વધુ ભક્તોએ સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી. આ કાર્યક્રમની સફળતા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓની મહેનત, પ્રયાસો અને દૃઢ નિશ્ચયની પ્રશંસા કરી. પ્રધાનમંત્રીએ પોસ્ટમાં કહ્યું કે, મહાકુંભ પૂર્ણ થયો છે, એકતાનો મહાન યજ્ઞ પૂર્ણ થયો છે. મહાકુંભમાં મોટી સંખ્યામાં ભક્તોનો સમાવેશ ફક્ત એક રેકોર્ડ નથી, પરંતુ તેણે ઘણી સદીઓથી આપણી સંસ્કૃતિ અને વારસાને મજબૂત અ...

ફેબ્રુવારી 24, 2025 8:34 એ એમ (AM) ફેબ્રુવારી 24, 2025 8:34 એ એમ (AM)

views 19

વિકસિત ગુજરાતના નિર્માણ માટે નાગરિકોને વરસાદી પાણીનો સંગ્રહ સાથે પર્યાવરણની જાળવણી કરવા મુખ્યમંત્રીની અપીલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકસિત ગુજરાતના નિર્માણમાટે વરસાદી પાણીનો સંગ્રહ સાથે એક પેડ મા કે નામ અંતર્ગત વૃક્ષારોપણને સહજ સ્વભાવ બનાવવા નાગરિકોને અપીલ કરી છે. અમદાવાદમાં ગઈકાલે પાંચજન્ય આયોજિત સાબરમતી સંવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ મુજબ જણાવ્યું હતું. ભૂપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું હતું કે, “સાબરમતી રિવરફ્રન્ટ, નર્મદાના પાણીનું વિતરણ નેટવર્ક, રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને 24 કલાક વીજળીથી ગુજરાત દેશના વિકાસનું આદર્શ રાજ્ય બન્યું છે.” આ ઉપરાંત ભૂપેન્દ્ર પટેલે ભારતમાં સેમિ-કન્ડક્ટરની પહેલી ચી...

ફેબ્રુવારી 24, 2025 8:27 એ એમ (AM) ફેબ્રુવારી 24, 2025 8:27 એ એમ (AM)

views 5

આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં રાજ્યકક્ષાનો ‘કિસાન સન્માન સમારોહ’

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બિહારના ભાગલપુરથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજનાનો 19મો હપ્તો જાહેર કરશે. આ યોજના અંતર્ગત જમીનધારક ખેડૂતોને ત્રણ સમાન હપ્તામાં વાર્ષિક છ હજાર રૂપિયા આપવામાં આવે છે. આ દરમિયાન ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાનો ‘કિસાન સન્માન સમારોહ’ યોજાશે. તેમાં રાજ્યના 51 લાખ 41 હજારથી વધુ ખેડૂત પરિવારને એક હજાર 148 કરોડ રૂપિયાથી વધુની સહાય મળશે એમ કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું. આ તરફ નવસારીમાં યોજાનારા કિસાન સન્માન સમારોહમા...

ફેબ્રુવારી 21, 2025 6:17 પી એમ(PM) ફેબ્રુવારી 21, 2025 6:17 પી એમ(PM)

views 6

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારે બિહારના ભાગલપુરથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજનાનો 19મો હપ્તો રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારે બિહારના ભાગલપુરથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજનાનો 19મો હપ્તો રજૂ કરશે. આ યોજના જમીન ધારકખેડૂતોને ત્રણ સમાન હપ્તામાં વાર્ષિક છ હજાર રૂપિયા આપે છે.આજે નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદને સંબોધતા કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, આ યોજના હેઠળ અત્યાર સુધીમાં કુલ ત્રણ લાખ ૪૬ હજાર કરોડ રૂપિયાનું વિતરણ કરવામાં આવ્યુંછે.