જુલાઇ 15, 2024 3:31 પી એમ(PM) જુલાઇ 15, 2024 3:31 પી એમ(PM)

views 4

પ્રધાનમંત્રી મોદીએ શ્રી કે.પી.શર્મા ઓલીને નેપાળના પ્રધાનમંત્રી બનવા બદલ અભિનંદન પાઠવ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રી કે.પી.શર્મા ઓલીને નેપાળના પ્રધાનમંત્રી બનવા બદલ અભિનંદન પાઠવ્યા છે. એક સંદેશમાં, શ્રી મોદીએ કહ્યું કે ભારત અને નેપાળ મિત્રતાના ગાઢ સંબંધોને મજબૂત કરવા અને દ્વિપક્ષીય સહયોગ અને પરસ્પર હિતોને વધુ પ્રોત્સાહન આપવા માટે સાથે મળીને કામ કરશે.

જુલાઇ 9, 2024 8:05 પી એમ(PM) જુલાઇ 9, 2024 8:05 પી એમ(PM)

views 99

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને રશિયાના સૌથી પ્રતિષ્ઠિત નાગરિક સન્માનથી સન્માનિત કરાયા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને રશિયાના સૌથી પ્રતિષ્ઠિત નાગરિક સન્માન ‘ઑર્ડર ઑફ સેન્ટ એન્ડ્રુ ધ અપોસલ્સ’થી સન્માનિત કરવામાં આવ્યા છે. રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતીને શ્રી મોદીને આ પુરસ્કાર અર્પણકર્યો હતો. આ પુરસ્કાર રશિયા અને ભારત વચ્ચે વિશિષ્ટ વ્યૂહાત્મક ભાગીદારી અને મૈત્રીપૂર્ણ જોડાણ વિક્સાવવામાં શ્રી મોદીનાં વિશેષ પ્રદાનને માન્યતા આપે છે. રશિયાના પ્રથમ ધર્મ પ્રચારક અને સંત એન્ડ્રુની સ્મૃતિમાં વર્ષ 1968માં આ પુરસ્કારની સ્થાપના કરવામાં આવી હતી.

જુલાઇ 9, 2024 8:03 પી એમ(PM) જુલાઇ 9, 2024 8:03 પી એમ(PM)

views 29

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મોસ્કૉ ખાતે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે “ઑલ રશિયન પ્રદર્શન કેન્દ્ર”ની મુલાકાત લીધી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મોસ્કૉ ખાતે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે “ઑલ રશિયન પ્રદર્શન કેન્દ્ર”ની મુલાકાત લીધી હતી. બંને નેતાઓએ પ્રદર્શનકેન્દ્રમાં રોસાટૉમ પેવેલિયનની પણ નુલાકાત લીધી હતી. શ્રી મોદીએ નાગરિક પરમાણુ ઊર્જાક્ષેત્રે ભારત-રશિયા સહયોગ પર એક તસવીર પ્રદર્શન પણ નીહાળ્યું હતું. શ્રી મોદી “પરમાણુ સિમ્ફની” પણ ગયા, જે VVER – એક હજાર રિએક્ટરનું એક ટકાઉકાર્યકારી મોડેલ છે. તેમ જ ભારતમાં કુડનકુલમ પરમાણુ ઊર્જા પ્લાન્ટનું મુખ્યકેન્દ્ર છે. પ્રધાનમંત્રી મોદીએ ભારતીય અને રશિયાના વિદ્યાર્...

જુલાઇ 9, 2024 4:00 પી એમ(PM) જુલાઇ 9, 2024 4:00 પી એમ(PM)

views 2

વર્તમાન સરકાર દેશની અર્થવ્યવસ્થાને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવાના હેતુ સાથે કાર્યરત :પ્રધાનમંત્રી

રશિયાની મુલાકાતે પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે વર્તમાન સરકાર દેશની અર્થવ્યવસ્થાને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવાના હેતુ સાથે કાર્યરત છે. મૉસ્કોમાં ભારતીય સમુદાયના લોકોને સંબોધિત કરતા તેમણે આ વાત કહી. શ્રી મોદીએ જણાવ્યું કે ભારતે જે પણ લક્ષ્યાંક મૂક્યા, તેને હાંસલ કર્યા છે. શ્રી મોદી આજે 22માં ભારત-રશિયા શિખર સંમેલનની સહ અધ્યક્ષતા કરશે. આ સંમેલનમાં પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે રક્ષા, વેપાર, રોકાણ, ઊર્જા, સહકાર, શિક્ષણ સંસ્કૃતિ અને લોકસંપર્ક સહિતના મુ...

જુલાઇ 8, 2024 8:06 પી એમ(PM) જુલાઇ 8, 2024 8:06 પી એમ(PM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસની મોસ્કો યાત્રાએ પહોંચ્યાઃ પ્રમુખ પુતિન સાથે દ્વિપક્ષીય મંત્રણા કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે રશિયા અનેઓસ્ટ્રિયાની ત્રણ દિવસની સત્તાવાર મુલાકાતે પહોંચ્યા હતા. મોસ્કો વિમાન મથકે તેમને ગાર્ડ ઓફ ઓનરઆપવામાં આવ્યું હતું. રશિયાના નાયબ પ્રધાનમંત્રી ડેનિસ માન્તુરોવે તેમનું સ્વાગત કર્યુહતું. આવતીકાલે ભારત અને રશિયા વચ્ચેની 22મી શિખર મંત્રણા દરમિયાનપ્રધાનમંત્રી મોદી અને રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુટિનસંરક્ષણ, વેપાર, ઊર્જા, શિક્ષણ, સંસ્કૃતિ સહિતનાં અનેકદ્વિપક્ષીય મુદ્દે ચર્ચા કરશે. તેઓદ્વિપક્ષીય હિતોનાં પ્રાદેશિક અને વૈશ્વિક વિકાસ પર એક બીજાનાં અભિપ્રાયો રજૂ કરશે...

જુલાઇ 2, 2024 8:08 પી એમ(PM) જુલાઇ 2, 2024 8:08 પી એમ(PM)

views 18

પ્રધાનમંત્રી મોદીએ લોકસભા ચૂંટણીમાં પરિપક્વ વિચાર અને સમજદારી દાખવવા બદલ દેશના લોકોની સરાહના કરી

સંસદમાં રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુના અભિભાષણ પર જવાબ આપતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે કૉંગ્રેસ અને તેના સાથી પક્ષો લોકોમાં ભ્રામક માન્યતાઓ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે ભ્રામકવાતો ફેલાવવા છતાં તેમણે લોકસભા ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. શ્રી મોદીએ લોકસભા ચૂંટણીમાં પરિપક્વ વિચાર અને સમજદારી દાખવવા બદલ દેશના લોકોની સરાહના કરી.તેમણે કહ્યું કે લોકોએ સરકારની નીતિઓ, ઇરાદા તેમજ સમર્પણ પ્રત્યે વિશ્વાસ દર્શાવ્યો છે. ચર્ચાના જવાબમાં શ્રી મોદીએ વિપક્ષના નેતાનું નામ ...

જુલાઇ 2, 2024 3:28 પી એમ(PM) જુલાઇ 2, 2024 3:28 પી એમ(PM)

views 38

પ્રધાનમંત્રી મોદીએ આજે એનડીએ સંસદીય દળની બેઠકને સંબોધી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે NDAના સાંસદોને સંસદના નિયમોનું પાલન કરવા, સંસદીય લોકશાહીના સિદ્ધાંતોને જાળવી રાખવા અને સારા વ્યવહાર કરવા વિનંતી કરી હતી, શ્રી મોદીએ આજે સવારે નવી દિલ્હીમાં એનડીએ સંસદીય દળની બેઠકને સંબોધતા આ વિનંતી કરી હતી. નવી સરકારની રચના બાદ એનડીએની આ પ્રથમ બેઠક હતી. બેઠક બાદ મીડિયાને સંબોધતા સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ માહિતી આપી હતી કે પ્રધાનમંત્રીએ NDAના તમામ સાંસદોને યોગ્ય વર્તન અંગે માર્ગદર્શન આપ્યું હતું. શ્રી રિજિજુએ જણાવ્યું કે પ્રધાનમંત્રીએ એ વાત પર પણ ભાર મૂક્...

જુલાઇ 1, 2024 8:03 પી એમ(PM) જુલાઇ 1, 2024 8:03 પી એમ(PM)

views 20

પ્રધાનમંત્રી મોદીએ ડિજીટલ ઇન્ડિયા ઝુંબેશના સફળતાપૂર્વક નવ વર્ષ પૂર્ણ થતા સરહાના કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડિજીટલ ઇન્ડિયા ઝુંબેશના સફળતાપૂર્વક નવ વર્ષ પૂર્ણ થતા સરહાના કરી હતી. સેશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે, ડિજીટલ ઇન્ડિયા સશક્ત ભારતનું પ્રતિક બન્યુ છે,જે રોજિંદા  જીવનમાં સરળતા અને પારદર્શકતાને પ્રોત્સાહન આપે છે. ઉલ્લેખનીય છે કે ડિજીટલ ઇન્ડિયા ઝુંબેશ દ્વારા 11 કરોડ ખેડૂતોના ખાતામાં સીધા રૂપિયા ટ્રાન્સફર થાય છે. આ આંકડો કેનેડા અને ફ્રાન્સની વસતી કરતા વધારે છે. એકસો, 37 કરોડથી વધુ આધાર નંબર તૈયાર કરાયા છે,જે દરેક ભારતીયની વિશેષ ઓળખ અને લાખો લોકોની ડિજીટલ ઓળખને ...

જુલાઇ 1, 2024 3:56 પી એમ(PM) જુલાઇ 1, 2024 3:56 પી એમ(PM)

views 10

પ્રધાનમંત્રી મોદીએ આજે ડોક્ટર્સ ડે નિમિત્તે તમામ ડોકટરોને શુભેચ્છા પાઠવી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ડોક્ટર્સ ડે નિમિત્તે તમામ ડોકટરોને શુભેચ્છા પાઠવી છે. શ્રી મોદીએ કહ્યું કે સરકાર ભારતમાં આરોગ્ય સેવા માળખામાં સુધારો કરવા સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે અને તે પણ સુનિશ્ચિત કરશે કે ડોકટરોને તેમનું યોગ્ય સન્માન મળે.શ્રી મોદીએ સોશિયલ મીડીયા પોસ્ટ દ્વારા આ શુભેચ્છા પાઠવી હતી..

જૂન 25, 2024 3:04 પી એમ(PM) જૂન 25, 2024 3:04 પી એમ(PM)

views 41

પ્રધાનમંત્રી મોદીએ 1975ની કટોકટી વખતે સંઘર્ષ કરનારા તમામ મહાપુરુષો અને મહિલાઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

25મી જૂન 1975 ના દિવસે કોંગ્રેસની સરકાર દ્વારા દેશભરમાં કટોકટી લગાવવાનો નિર્ણય કરાયો હતો.21 મહિના ચાલેલી આ કટોકટીનો વિરોધ કરનારા અનેક રાજકીય નેતાને જેલવાસ ભોગવવો પડ્યો હતો.આ એકવીસ મહિનાનો સમયગાળો યાતનામય રહ્યો હતો.કટોકટીના કાળને આજે 50 વર્ષ વીત્યા હોવાથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ સમયગાળાને કંલકિત ગણાવ્યો હતો.શ્રી મોદીએ 1975ની કટોકટી વખતે સંઘર્ષ કરનારા તમામ મહાપુરુષો અને મહિલાઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેઓએ સોશિયલ મીડિયાના માધ્યમથી વધુમાં જણાવ્યું હતું કે, આજનો દિવસ એ યાદ અપાવે છે કે કઈ ર...