ડિસેમ્બર 3, 2024 9:52 એ એમ (AM) ડિસેમ્બર 3, 2024 9:52 એ એમ (AM)

views 4

પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ અત્યાર સુધી ગુજરાતમાં અંદાજિત બે લાખથી વધુ લાભાર્થીઓનો સમાવેશ થયો

પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ અત્યાર સુધી ગુજરાતમાં અંદાજિત બે લાખથી વધુ લાભાર્થીઓનો સમાવેશ થયો છે. રાજયસભામાં સાંસદ નરહરી અમીને પૂછેલા એક પ્રશ્નના લેખિત ઉત્તરમાં કેન્દ્રીય સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રી શોભા કરાન્દલજેએ જણાવ્યું કે, લાભાર્થીઓને ઉદ્યોગ સ્થાપવા માટેની ત્રણ લાખ રૂપિયા સુધીની સહાય બે તબક્કામાં ચૂકવવામાં આવે છે. જેનો પ્રથમ હપ્તો એક લાખ રૂપિયાનો મળે છે ત્યારબાદ બે લાખ રૂપિયા લાભાર્થીઓને ચૂકવવામાં આવે છે. આ લોન પાંચ ટકાના વ્યાજદરે આપવામા આવે છે તથા કેન્દ્ર સરકાર દ્વારા 8 ટકા...

નવેમ્બર 28, 2024 7:49 પી એમ(PM) નવેમ્બર 28, 2024 7:49 પી એમ(PM)

views 2

દેશમાં 25 લાખથી વધુ કલાકસબીઓ પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ આવરી લેવાયા છે

દેશમાં 25 લાખથી વધુ કલાકસબીઓ પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ આવરી લેવાયા છે. કેન્દ્રિય સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગરાજય મંત્રી શોભા કરંદલંજે એ આજે લોકસભામાં આ મુજબ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ સપ્ટેમ્બર 2023થી ઓકટોબર 2024 સુધીમાં 2 હજાર 122 કરોડ રૂપિયા લાભાર્થીઓને મંજૂર કરાયા છે. તેમણે વધુમાં કહ્યું કે, આ યોજના હેઠળ 30 લાખથી વધુ કલાકસબીઓની નોંધણી કરવાની નેમ રાખવામાં આવી છે.