જાન્યુઆરી 18, 2025 8:44 એ એમ (AM) જાન્યુઆરી 18, 2025 8:44 એ એમ (AM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા સ્વામીત્વ યોજના હેઠળ 65 લાખથી વધુ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા સ્વામીત્વ યોજના હેઠળ 65 લાખથી વધુ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરશે. દેશના ગામડાઓના સશક્તિકરણ અને સુશાસનની યાત્રામાં આ એક મહત્વપૂર્ણ પગલું હશે. દસ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોના 50 હજારથી વધુ ગામડાઓમાં પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરવામાં આવશે.અમારા સંવાદદાતા જણાવે છે કે, આ યોજનાનો ઉદ્દેશ્ય ગ્રામીણ વિસ્તારોમાં મિલકત માલિકોને રેકોર્ડ અધિકારો આપીને ગ્રામીણ ભારતમાં આર્થિક પરિવર્તનને પ્રોત્સાહન આપવાનો છે. આ દરમિયાન ગુજરાતનાં પ્રવાસે આવેલા કેન્દ્રી...

જાન્યુઆરી 18, 2025 8:03 એ એમ (AM) જાન્યુઆરી 18, 2025 8:03 એ એમ (AM)

views 2

પ્રધાનમંત્રી દ્વારા વર્ચ્યુઅલી વિતરીત થનારા સ્વામિત્વ કાર્ડ વિતરણ કાર્યક્રમમાં અમદાવાદ ખાતે કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા ઉપસ્થિત રહેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સ્વામિત્વ યોજના હેઠળ મિલકત માલિકોને 65 લાખથી વધુ પ્રોપર્ટી કાર્ડનું વર્ચ્યુઅલી વિતરણ કરશે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જે.પી.નડ્ડા અમદાવાદ ખાતે ઉપસ્થિત રહેશે. મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં અમદાવાદના સાયન્સ સિટી નજીકના સાલ એજ્યુકેશન ઓડિયોરિયમ ખાતે આ કાર્યક્રમ યોજાશે. રાજ્ય સહિત દેશભરના 3 લાખ 17 હજારથી વધુ ગામડાઓમાં ડ્રોન સર્વે પૂર્ણ થયો છે, જે લક્ષ્યાંકિત ગામડાઓના 92 ટકા ભાગને આવરી લે છે. અત્યાર સુધીમાં, 1 લાખ 53 હજારથી વધુ ગામડાઓ માટે લગભગ ...

જાન્યુઆરી 17, 2025 7:49 પી એમ(PM) જાન્યુઆરી 17, 2025 7:49 પી એમ(PM)

views 4

લોકોની મહત્વાકાંક્ષાઓને કારણે ભારતનાં ઓટોમોબાઇલ ક્ષેત્રમાં અભૂતપુર્વ પરિવર્તન આવ્યું છે :પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું છે કે, દેશનાં લોકોની મહત્વાકાંક્ષાઓને કારણે ભારતનાં ઓટોમોબાઇલ ક્ષેત્રમાં અભૂતપુર્વ પરિવર્તન આવ્યું છે. આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે છ દિવસનાં ભારત મોબિલિટી ગ્લોબલ એક્સ્પો-2025નું ઉદઘાટન કરતા શ્રી મોદીએ જણાવ્યું કે ભારત તેની નવી રાષ્ટ્રીય લોજિસ્ટિક પોલિસીને કારણે વિશ્વનું સૌથી સ્પર્ધાત્મક લોજિસ્ટિક રાષ્ટ્ર બનવા તરફ જઈ રહ્યું છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે, ભારત ગ્રીન ટેકનોલોજી, ઇલેક્ટ્રિક વ્હિકલ, હાઇડ્રોજન ઇંધણ અને જૈવિક ઇંધણ પર ધ્યાન ક...

જાન્યુઆરી 17, 2025 7:41 પી એમ(PM) જાન્યુઆરી 17, 2025 7:41 પી એમ(PM)

views 2

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતી કાલે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા 10 રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં 50 હજારથી વધુ ગામડાંઓમાં સ્વામિત્વ યોજના હેઠળ 65 લાખથી વધુ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતી કાલે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા 10 રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં 50 હજારથી વધુ ગામડાંઓમાં સ્વામિત્વ યોજના હેઠળ 65 લાખથી વધુ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરશે. આ યોજનાનો હેતુ ડ્રોન ટેકનોલોજી સર્વેક્ષણ દ્વારા ઘરોનાં અધિકારનો રેકોર્ડ પૂરો પાડીને ગ્રામીણ ભારતનાં આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવાનો છે. આ યોજના જમીન વેચાણમાં પણ સુવિધા પૂરી પાડે છે. આ યોજના ગ્રામીણ વિસ્તારોમાં સંપત્તિ અંગેનાં વિવાદ ઘટાડે છે, બેન્ક લોન દ્વારા સંસ્થાકીય ધિરાણ સરળ બનાવે છે અને મિલકતોનું મૂ...

જાન્યુઆરી 17, 2025 2:24 પી એમ(PM) જાન્યુઆરી 17, 2025 2:24 પી એમ(PM)

views 2

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે 19 જાન્યુઆરીએ આકાશવાણી પરથી પ્રસારિત થનારા ‘મન કી બાત’ કાર્યક્રમમાં પોતાના વિચાર રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે 19 જાન્યુઆરીએ આકાશવાણી પરથી પ્રસારિત થનારા ‘મન કી બાત’ કાર્યક્રમમાં પોતાના વિચાર રજૂ કરશે. માસિક રૅડિયો કાર્યક્રમની આ 118મી કડી હશે. આ કાર્યક્રમ માટે લોકો પોતાના વિચાર અને મંતવ્યો ટૉલ ફ્રી નંબર 1800-11-7800 પર મોકલી શકે છે. શ્રોતાઓ નરેન્દ્ર મોદી ઍપ્લિકેશન અથવા તો માય જીઓવી ઑપન ફૉરમ પર પણ પોતાના વિચાર મોકલી શકશે. આ કડી માટેના વિચાર અને મંતવ્યો મોકલવાનો આજે છેલ્લો દિવસ છે. ‘મન કી બાત’ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના તમામ નૅટવર્ક પર પ્રસારિત કરાશે. આ AIR ન્યૂઝ...

જાન્યુઆરી 17, 2025 2:19 પી એમ(PM) જાન્યુઆરી 17, 2025 2:19 પી એમ(PM)

views 4

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કહ્યું કે, “ગુજરાતમાં વડનગરનો 2 હજાર 500 વર્ષથી વધુ પૌરાણિક ઇતિહાસ છે.”

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કહ્યું કે, “ગુજરાતમાં વડનગરનો 2 હજાર 500 વર્ષથી વધુ પૌરાણિક ઇતિહાસ છે.” સોશિયલ મીડિયાના એક વીડિયો સંદેશમાં શ્રી મોદીએ કહ્યું, આની જાળવણી માટે વિશેષ પ્રયાસ કરવામાં આવ્યા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે વડનગરમાં અત્યાધુનિક સંગ્રહાલય અને પુરાતાત્વિક અર્થઘટન કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું હતું. વડનગર પુરાતાત્વિક અનુભવ સંગ્રહાલય આધુનિક સંગ્રહાલય વિજ્ઞાનનું પ્રમાણ છે, જ્યાં દર્શક મનમોહક કાળ યાત્રાનો અનુભવ કરે છે. આ સંગ્રહાલયના પરિસરમાં ત્રણ મુખ્ય સંરચનાઓ હશે. તેમાં સંગ...

જાન્યુઆરી 17, 2025 2:16 પી એમ(PM) જાન્યુઆરી 17, 2025 2:16 પી એમ(PM)

views 2

ભારતનો ઓટો મોબાઇલ્સ ઉદ્યોગ 12 ટકાના વૃધ્ધિ દર સાથે આગળ વધી રહ્યો છે :પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીના પ્રગતિ મેદાન સ્થિત ભારત મંડપમ ખાતે, ઇન્ડિયા મોબિલિટી ગ્લોબલ એક્સ્પો-2025નું ઉદ્ઘાટન કરતાં કહ્યું હતું કે ભારતનો ઓટો મોબાઇલ્સ ઉદ્યોગ મેક ઇન ઇન્ડિયા અને મેક વર્લ્ડના અભિગમ સાથે 12ના વૃધ્ધિ દર સાથે આગળ વધી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ હતુંકે ભારતમાં મોબિલીટીનું ક્ષેત્ર આગળ વધી રહ્યું છે.આજનો ભારતનો યુવાન આશાઓથી ભરપૂર હોવાનો પણ તેમણે તેમના ઉદઘાટન સંબોધનમાં ઉલ્લેખ કર્યો હતો.ગતિશીલતા મૂલ્ય શૃંખલાને, એક છત્ર હેઠળ લાવવાના આશય સાથે શરૂ થયેલો આ ભારતનો સૌ...

જાન્યુઆરી 17, 2025 9:13 એ એમ (AM) જાન્યુઆરી 17, 2025 9:13 એ એમ (AM)

views 10

કેન્દ્રીય મંત્રીમંડળે આઠમા પગાર પંચની રચનાને મંજૂરી આપી

કેન્દ્રીય મંત્રીમંડળે ગઈકાલે આઠમા પગાર પંચની રચનાને મંજૂરી આપી દીધી છે, જે કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગારમાં અને નિવૃત્ત કર્મચારીઓનાં પેન્શનમાં વધારાનાં મુદ્દે નિર્ણય લેશે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, વર્ષ 1947થી અત્યાર સુધી સાત પગાર પંચની રચના થઈ છે. વર્ષ 2016માં સાતમા પગાર પંચની રચના થઈ હતી, જેની મુદત વર્ષ 2026માં પૂર્ણ થઈ હતી. અધિકારીઓનાં જણાવ્યા પ્રમાણે આ નિર્ણયથી કેન્દ્ર સરકારનાં 50 લાખ કર્મચારીઓને લાભ થશે, જેમાં સંરક્ષણ કર્મચારીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 65 લાખથી વધુ પ...

જાન્યુઆરી 16, 2025 2:30 પી એમ(PM) જાન્યુઆરી 16, 2025 2:30 પી એમ(PM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું,દેશના યુવાનો ઉદ્યોગ સાહસિક બને તે માટે સરકાર નવીનતા અને ઈન્ક્યૂબૅશન કેન્દ્રો વધારી રહી છે

સમગ્ર દેશ આજે સ્ટાર્ટ-અપ ઇન્ડિયાની નવમી વર્ષગાંઠ ઉજવી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયાના એક સંદેશમાં લખ્યું કે, સરકારે દેશમાં સ્ટાર્ટ-અપ સંસ્કૃતિને પ્રોત્સાહન આપ્યું છે. આ પરિવર્તનલક્ષી પહેલના કારણે ગત નવ વર્ષમાં અસંખ્ય યુવાનો સશક્ત થયા છે અને તેમના નવા વિચારોને સફળ સ્ટાર્ટ-અપમાં ફેરવ્યા છે. મોદીએ કહ્યું, સરકારની નીતિઓએ ‘ધંધામાં સરળતા’ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. સંશાધનો સુધી વધુ પહોંચ સુનિશ્ચિત કરી છે. તેમજ દરેક તબક્કાએ સ્ટાર્ટ-અપનું સમર્થન કર્યું છે.તેમણે કહ્યું, સરકાર નવી...

જાન્યુઆરી 16, 2025 8:30 એ એમ (AM) જાન્યુઆરી 16, 2025 8:30 એ એમ (AM)

views 14

અમિત શાહ વડનગરમાં આજે કરોડો રૂપિયાના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે

ગુજરાતની ચાર દિવસના પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે મહેસાણા જિલ્લાના વડનગર શહેરની મુલાકાત કરશે. કેન્દ્રીય મંત્રી અમિત શાહ આ મુલાકાતમાં કરોડો રૂપિયાના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે. આ ઉપરાંત કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ મ્યૂઝિકલ મ્યુઝિયમનાં કાર્યોની સમીક્ષા બેઠકમાં ભાગ લેશે, તેમજ તેમના હસ્તે નવનિર્મિત પુરાતાત્વિક અનુભવાત્મક સંગ્રહાલયનું લોકાર્પણ કરવામાં આવશે. તેમની આ વડનગરની મુલાકાત દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે.