જાન્યુઆરી 30, 2025 1:45 પી એમ(PM) જાન્યુઆરી 30, 2025 1:45 પી એમ(PM)

views 1

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મહાત્મા ગાંધીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પી છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મહાત્મા ગાંધીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે, મહાત્મા ગાંધીના આદર્શો દેશવાસીઓને વિકસિત ભારત બનાવવા માટે પ્રેરિત કરે છે. પ્રધાનમંત્રીએ રાષ્ટ્ર માટે શહીદ થયેલા તમામ લોકોને શ્રદ્ધાંજલિ પણ આપી અને તેમની સેવા તેમજ બલિદાનને યાદ કર્યા.

જાન્યુઆરી 26, 2025 8:53 એ એમ (AM) જાન્યુઆરી 26, 2025 8:53 એ એમ (AM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રને પ્રેરણાદાયી સંબોધન કરવા બદલ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનો આભાર માન્યો હતો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રને પ્રેરણાદાયી સંબોધન કરવા બદલ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનો આભાર માન્યો હતો. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ લખ્યું હતું કે, રાષ્ટ્રપતિએ ઘણા વિષયો પર પ્રકાશ પાડ્યો અને બંધારણની મહાનતા અને રાષ્ટ્રીય પ્રગતિ તરફ કામ કરતા રહેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

જાન્યુઆરી 23, 2025 7:45 પી એમ(PM) જાન્યુઆરી 23, 2025 7:45 પી એમ(PM)

views 2

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં સંવિધાન સદનના સેન્ટ્રલ હોલમાં નેતાજી સુભાષ ચંદ્ર બોઝને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આર્પી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં સંવિધાન સદનના સેન્ટ્રલ હોલમાં નેતાજી સુભાષ ચંદ્ર બોઝને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પી હતી. તેમણે કહ્યું હતુંકે નેતાજીએ જે રીતે આઝાદી માટે ફોજ તૈયાર કરી હતી તેવી જ રીતે આજે આપણે વિકસિત ભારત માટે એક થવાની જરૂર છે.

જાન્યુઆરી 23, 2025 1:52 પી એમ(PM) જાન્યુઆરી 23, 2025 1:52 પી એમ(PM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બાળાસાહેબ ઠાકરેને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બાળાસાહેબ ઠાકરેને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે, બાળાસાહેબ ઠાકરેને જન કલ્યાણ અને મહારાષ્ટ્રના વિકાસ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા માટે વ્યાપકપણે આદર આપી યાદ કરવામાં આવે છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું કે, જ્યારે વાત તેમની મૂળ સિદ્ધાંતોની આવે ત્યારે તેઓ કોઈ સમજૂતી કરતા નહોતા અને હંમેશા ભારતીય સંસ્કૃતિના ગૌરવને વધારવામાં યોગદાન આપતા હતા.

જાન્યુઆરી 22, 2025 9:59 એ એમ (AM) જાન્યુઆરી 22, 2025 9:59 એ એમ (AM)

views 8

સરકાર આજે ‘બેટી બચાવો, બેટી પઢાઓ’ યોજનાની 10મી વર્ષગાંઠ ઉજવી રહી છે.

સરકાર આજે ‘બેટી બચાવો, બેટી પઢાઓ’ યોજનાની 10મી વર્ષગાંઠ ઉજવી રહી છે. દીકરીઓનાં રક્ષણ, શિક્ષણ અને સશક્તિકરણ માટે એક દાયકાનાં સતત પ્રયાસોની સફળતા પ્રસંગે આજે નવી દિલ્હીમાં આયોજિત કાર્યક્રમમાં સશસ્ત્ર દળો, અર્ધ લશ્કરી દળો, દિલ્હી પોલિસ, વિદ્યાર્થિનીઓ અને આંગણવાડી કાર્યકરો ભાગ લેશે. 10મી વર્ષગાંઠની ઉજવણી 8 માર્ચનાં રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ સુધી ચાલશે. રાજ્ય અને જિલ્લા સ્તરે પણ આ પ્રકારનાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

જાન્યુઆરી 21, 2025 2:16 પી એમ(PM) જાન્યુઆરી 21, 2025 2:16 પી એમ(PM)

views 1

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મણિપુર, મેઘાલય અને ત્રિપુરા રાજયના સ્થાપના દિવસ પ્રસંગે શુભેચ્છાઓ વ્યક્ત કરી છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મણિપુર, મેઘાલય અને ત્રિપુરા રાજયના સ્થાપના દિવસ પ્રસંગે શુભેચ્છાઓ વ્યક્ત કરી છે. એક સંદેશામાં મોદીએ જણાવ્યું છે કે, દેશનાં વિકાસમાં મણિપુરનાં લોકોએ ભજવેલી ભૂમિકા બદલ સમગ્ર દેશને ગર્વ છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, કુદરતી સૌંદર્ય અને લોકોનાં ઉદ્યમશીલ સ્વભાવ માટે મેઘાલય જાણીતું છે. ત્રિપુરા અંગે મોદીએ જણાવ્યું કે, રાષ્ટ્રની પ્રગતિમાં ત્રિપુરા નોંધપાત્ર પ્રદાન આપી રહ્યું છે. ત્રિપુરા તેની ભવ્ય સંસ્કૃતિ અને વારસા માટે જાણીતું છે.રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને ઉપરાષ્ટ્રપતિ ...

જાન્યુઆરી 20, 2025 8:07 પી એમ(PM) જાન્યુઆરી 20, 2025 8:07 પી એમ(PM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે રમકડાં ઉત્પાદન ક્ષેત્રમાં સરકારની પ્રગતિએ આત્મનિર્ભરતા માટેની સરકારની શોધને વેગ આપ્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે રમકડાંઉત્પાદન ક્ષેત્રની પ્રગતિએઆત્મનિર્ભરતા માટેની સરકારની શોધને વેગ આપ્યો છે અને પરંપરાઓ અને ઉદ્યોગ સાહસિકતાને લોકપ્રિય બનાવી છે. મન કી બાત અપડેટ્સ નામના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા કરાયેલી પોસ્ટનોજવાબ આપતાં, મોદીએ ઉલ્લેખ કર્યો કે મન કી બાતના એક એપિસોડ દરમિયાન, તેમણેસમગ્ર ભારતમાં સામૂહિક પ્રયાસો દ્વારા રમકડાં ઉત્પાદનને વેગ આપવા વિશે વાત કરીહતી.

જાન્યુઆરી 19, 2025 8:30 એ એમ (AM) જાન્યુઆરી 19, 2025 8:30 એ એમ (AM)

views 1

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાફનામાં ભારતના સહયોગથી નિર્માણ કરાયેલા પ્રતિષ્ઠિત સાંસ્કૃતિક કેન્દ્રનું નામ બદલીને તિરુવલ્લુવર સાંસ્કૃતિક કેન્દ્ર કરવામાં આવ્યું તે પગલાનું સ્વાગત કર્યું છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાફનામાં ભારતના સહયોગથી નિર્માણ કરાયેલા પ્રતિષ્ઠિત સાંસ્કૃતિક કેન્દ્રનું નામ બદલીને તિરુવલ્લુવર સાંસ્કૃતિક કેન્દ્ર કરવામાં આવ્યું તે પગલાનું સ્વાગત કર્યું છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી મોદીએ કહ્યું કે તે ભારત અને શ્રીલંકાના લોકો વચ્ચેના ઊંડા સાંસ્કૃતિક, ભાષાકીય, ઐતિહાસિક અને સભ્યતા સંબંધોને પણ પ્રતિબિંબિત કરે છે.

જાન્યુઆરી 19, 2025 8:26 એ એમ (AM) જાન્યુઆરી 19, 2025 8:26 એ એમ (AM)

views 2

પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી આજે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગ્યે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમનો ૧૧૮મો એપિસોડ હશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક, આકાશવાણી ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝોનએર મોબાઇલ એપ્લિકેશન પર પ્રસારિત કરવામાં આવશે. આકાશવાણી સમાચાર, દૂરદર્શન સમાચાર, પીએમઓ અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ તેનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ...

જાન્યુઆરી 19, 2025 8:05 એ એમ (AM) જાન્યુઆરી 19, 2025 8:05 એ એમ (AM)

views 1

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આકાશવાણી પર ‘મન કી બાત’ કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આકાશવાણી પર 'મન કી બાત' કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમનો ૧૧૮મો એપિસોડ હશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક, આકાશવાણી ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝોનએર મોબાઇલ એપ્લિકેશન પર પ્રસારિત કરવામાં આવશે. તેનું લાઇવ સ્ટ્રીમિંગ આકાશવાણી સમાચાર, દૂરદર્શન સમાચાર, પીએમઓ અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ કરવામાં આવશે. આકાશવાણી હિન્દી પછી તરત જ પ્રાદેશિક ભાષાઓમાં કાર્યક્રમનું પ્રસારણ કરશે.