ફેબ્રુવારી 9, 2025 8:59 એ એમ (AM) ફેબ્રુવારી 9, 2025 8:59 એ એમ (AM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાજપને વિજય અપાવવા બદલ દિલ્હીના લોકોનો આભાર માન્યો; દિલ્હીમાં વિશ્વસ્તરીય શહેરી માળખાગત સુવિધાઓ પૂરી પાડવાની આપી ખાતરી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાજપને વિજય અપાવવા બદલ દિલ્હીના લોકોનો આભાર માનતા કહ્યું કે, હવે દિલ્હીને વિશ્વસ્તરીય શહેરી માળખાગત સુવિધા મળશે. ગઈકાલે નવી દિલ્હીમાં પાર્ટી મુખ્યાલયમાં ભાજપ કાર્યકરોને સંબોધતા શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે, NDA નો અર્થ સુશાસન અને વિકાસ છે. તેમણે કહ્યું કે, 21મી સદીમાં જન્મેલા યુવાનો હવે પહેલીવાર દિલ્હીમાં ભાજપનું સુશાસન જોશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો ભાજપની ડબલ એન્જિન સરકારમાં દેશનો વિશ્વાસ દર્શાવે છે. શ્રી મોદીએ સંતોષ વ્યક્ત કર્યો...

ફેબ્રુવારી 9, 2025 8:44 એ એમ (AM) ફેબ્રુવારી 9, 2025 8:44 એ એમ (AM)

views 3

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર બે દિવસીય એક્શન કોન્ફરન્સ આવતીકાલથી પેરિસમાં શરૂ થઈ રહી છે.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર બે દિવસીય એક્શન કોન્ફરન્સ આવતીકાલથી પેરિસમાં શરૂ થઈ રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે સંયુક્ત રીતે સમિટની અધ્યક્ષતા કરવા માટે પેરિસ જવા રવાના થઈ રહ્યા છે. આ પરિષદમાં વિશ્વભરના નેતાઓ, ઉદ્યોગપતિઓ અને સંશોધકો ભાગ લેશે. આ પરિષદનો ઉદ્દેશ્ય નૈતિક મૂલ્યો પર આધારિત વૈશ્વિક AI નીતિ ઘડવાનો છે. આ પરિષદમાં, 100 કરતાં વધુ દેશોના પ્રતિનિધિઓ શાસન, અર્થતંત્ર અને મૂળભૂત અધિકારો પર યાંત્રિક બુદ્ધિમત્તાની અસરો અંગે ચર્ચા કરશે. આ પરિષદ...

ફેબ્રુવારી 8, 2025 2:03 પી એમ(PM) ફેબ્રુવારી 8, 2025 2:03 પી એમ(PM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારથી ત્રણ દિવસ ફ્રાન્સના પ્રવાસે જશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારથી ત્રણ દિવસ ફ્રાન્સના પ્રવાસે જશે.દરમિયાન મોદી ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોં સાથે પેરિસમાં કૃત્રિમ બુદ્ધિમત્તા-A.I. સમિટની સહ-અધ્યક્ષતા કરશે.વિદેશ સચિવ વિક્રમ મિસરીએ આજે નવી દિલ્હીમાં આ અંગે માહિતી આપી.તેમણે કહ્યું, પ્રધાનમંત્રી આ મહિનાની 12 અને 13 તારીખે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પ સાથે દ્વિપક્ષી બેઠક કરવા અમેરિકાની પણ પ્રવાસે જશે. (BYTE: ASHUTOSH KUMAR)

ફેબ્રુવારી 6, 2025 8:14 પી એમ(PM) ફેબ્રુવારી 6, 2025 8:14 પી એમ(PM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભારપૂર્વક જણાવ્યું હતું કે, તેમની સરકાર માટે વિકાસનું મોડલ ‘રાષ્ટ્ર પ્રથમ’ છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભારપૂર્વક જણાવ્યું હતું કે, તેમની સરકાર માટે વિકાસનું મોડલ ‘રાષ્ટ્ર પ્રથમ’ છે, જે તૃષ્ટિકરણ નહીં પણ સંતોષ પર ભાર મૂકે છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંસદનાં બંને ગૃહોનાં સંયુક્ત સત્રને કરેલા સંબોધન પર આભાર પ્રસ્તાવ પરની ચર્ચાનો જવાબ આપતા શ્રી મોદીએ રાજ્યસભામાં જણાવ્યું કે, દેશની જનતાએ તેમની સરકારને સમર્થન આપ્યું છે. (BYTE: NATION FIRST PM) તેમણે જણાવ્યું કે અમારી સરકારે કૌશલ્ય વિકાસ, નાણાકીય સર્વસમાવેશિતા અને ઔદ્યોગિકીકરણને પ્રાથમિકતા આપી છે. કોંગ્રેસની ટીકા કરતા ...

ફેબ્રુવારી 6, 2025 2:05 પી એમ(PM) ફેબ્રુવારી 6, 2025 2:05 પી એમ(PM)

views 5

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 10 ફેબ્રુઆરીએ નવી દિલ્હીમાં ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 10 ફેબ્રુઆરીએ નવી દિલ્હીમાં ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરશે. આ વખતે ફિલ્મ અભિનેત્રી દીપિકા પાદુકોણ, ભૂમિ પેંડણેકર, અભિનેતા વિક્રાન્ત મેસ્સી અને રમતગમત ક્ષેત્રના અનેક અગ્રણીઓ પણ પ્રધાનમંત્રી સાથે મળીને વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી માર્ગદર્શન આપશે. ઉલ્લેખનીય છે કે, પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ પરીક્ષા સંબંધિત તણાવને શીખવાના ઉત્સવમાં બદલવાની આ પહેલ વર્ષ 2018માં શરૂ થઈ હતી. આ વર્ષે પરીક્ષા પે ચર્ચાની આઠમી આવૃત્તિ માટે દેશભરમાંથી 3 કરોડ 56 લાખ જ...

ફેબ્રુવારી 6, 2025 2:02 પી એમ(PM) ફેબ્રુવારી 6, 2025 2:02 પી એમ(PM)

views 2

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંસદના બંને ગૃહની સંયુક્ત બેઠકમાં રાષ્ટ્રપતિનાં અભિભાષણના આભાર પ્રસ્તાવ પર આજે સાંજે રાજ્યસભામાં ચર્ચાનો જવાબ આપશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંસદના બંને ગૃહની સંયુક્ત બેઠકમાં રાષ્ટ્રપતિનાં અભિભાષણના આભાર પ્રસ્તાવ પર આજે સાંજે રાજ્યસભામાં ચર્ચાનો જવાબ આપશે. સંસદીય બાબતોના કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજૂએ સોશિયલ મીડિયા સંદેશમાં આ અંગે માહિતી આપી. 2 દિવસ પહેલા જ લોકસભાએ રાષ્ટ્રપતિનાં અભિભાષણ પર આભાર પ્રસ્તાવ સ્વીકાર્યો હતો.

ફેબ્રુવારી 2, 2025 8:54 એ એમ (AM) ફેબ્રુવારી 2, 2025 8:54 એ એમ (AM)

views 2

દિલ્હી વિધાનસભા ચૂંટણીનો જાહેર પ્રચાર આવતીકાલે સાંજે સમાપ્ત થશે.

દિલ્હી વિધાનસભા ચૂંટણીનો જાહેર પ્રચાર આવતીકાલે સાંજે સમાપ્ત થશે. રાજકીય પક્ષોએ મતદારોને આકર્ષવા માટે પોતાના પ્રયાસો તેજ કરી દીધા છે. 70 સભ્યોની વિધાનસભા માટે બુધવારે મતદાન થશે; મતગણતરી આઠમી ફેબ્રુઆરીએ થશે. તમામ પક્ષોના નેતાઓ પોતાના ઉમેદવારોના સમર્થનમાં રેલીઓ અને રોડ શો કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આર. કે, પુરમમાં જાહેર સભાને સંબોધિત કરશે. પાર્ટીના નેતા અને કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ રાજેન્દ્ર નગર, ચાંદની ચોક અને લક્ષ્મી નગરમાં રેલીઓ કરશે. દર...

ફેબ્રુવારી 2, 2025 8:51 એ એમ (AM) ફેબ્રુવારી 2, 2025 8:51 એ એમ (AM)

views 4

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય અંદાજપત્ર 2025 ને ભારતના વિકાસ માટે ગેમ-ચેન્જર ગણાવ્યું છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય અંદાજપત્ર 2025 ને ભારતના વિકાસ માટે ગેમ-ચેન્જર ગણાવ્યું છે, અને વિકસિત ભારત તરફ દેશની યાત્રાને વેગ આપવામાં તેની ભૂમિકા પર ભાર મૂક્યો છે. ગઈકાલે અંદાજપત્ર રજૂ કરાયા બાદ પોતાના સંદેશમાં, શ્રી મોદીએ કહ્યું હતું કે, કેન્દ્રીય અંદાજપત્ર એઆઈ, રમકડા ઉત્પાદન, કૃષિ, ફૂટવેર, ફૂડ પ્રોસેસિંગ અને ગિગ અર્થતંત્ર સહિત અનેક ક્ષેત્રોમાં નવીનતા, ઉદ્યોગસાહસિકતા અને ટકાઉ વિકાસ માટે માર્ગ મોકળો કરે છે.

જાન્યુઆરી 31, 2025 2:35 પી એમ(PM) જાન્યુઆરી 31, 2025 2:35 પી એમ(PM)

views 2

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે, ભારત સ્વતંત્રતાના 100 વર્ષ પૂર્ણ કરશે, ત્યારે દેશ 2047માં વિકસિત ભારતના સંકલ્પને પરિપૂર્ણ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રીજા કાર્યકાળમાં સંસદના પ્રથમ સંપૂર્ણ બજેટ સત્રની શરૂઆત પહેલા પત્રકારો સાથે વાતચીત કરી. તેઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે, 2047માં જ્યારે ભારત સ્વતંત્રતાના 100 વર્ષ પૂર્ણ કરશે, ત્યારે દેશ વિકાસિત ભારતના સંકલ્પને પૂર્ણ કરશે. મોદીએ કહ્યું કે, ભારતે લોકશાહી રાષ્ટ્ર તરીકે 75 વર્ષ પૂર્ણ કર્યા છે અને વૈશ્વિક સ્તરે આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે તે ખૂબ જ ગર્વની વાત છે. શ્રી મોદી મિશન મોડ પર કામ કરવા અંગે આ મુજબ જણાવ્યું. પ્રધાનમંત્રીએ સંસદના તમામ સભ્યોને દેશને વિકસિત રાષ્ટ્ર બના...

જાન્યુઆરી 31, 2025 9:00 એ એમ (AM) જાન્યુઆરી 31, 2025 9:00 એ એમ (AM)

views 3

ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બપોરે દિલ્હીના દ્વારકામાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરશે.

ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બપોરે દિલ્હીના દ્વારકામાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરશે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી સહિત પાર્ટીના અન્ય વરિષ્ઠ નેતાઓ પણ વિવિધ મતવિસ્તારોમાં જાહેર સભાઓ કરશે.