ફેબ્રુવારી 14, 2025 7:48 પી એમ(PM) ફેબ્રુવારી 14, 2025 7:48 પી એમ(PM)

views 8

ભારત અને અમેરિકા આતંકવાદ સામેની લડાઈમાં મજબૂતીથી સાથે ઉભા છે : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ભારત અને અમેરિકા આતંકવાદ સામેની લડાઈમાં મજબૂતીથી સાથે ઉભા છે અને બંને સંમત છે કે સરહદ પાર આતંકવાદને નાબૂદ કરવા માટે નક્કર પગલાં લેવાની જરૂર છે. તેઓ આજે વોશિંગ્ટન ડીસીમાં વ્હાઇટ હાઉસ ખાતે રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની દ્વિપક્ષીય ચર્ચા બાદ આમ જણાવ્યું. શ્રી મોદીએ કહ્યું કે ભારત અને અમેરિકાએ 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપારને બમણું કરીને 500 અબજ ડોલર કરવાનો નિર્ણય લીધો છે. દરમિયાન, રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, ભારત અને અમેરિકા સૌથી મોટા વેપાર મ...

ફેબ્રુવારી 14, 2025 2:22 પી એમ(PM) ફેબ્રુવારી 14, 2025 2:22 પી એમ(PM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2019 પુલવામામાં થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે 2019 પુલવામામાં થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવી છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રી શ્રી મોદીએ કહ્યું કે, આવનારી પેઢી શહીદોના બલિદાન અને રાષ્ટ્ર પ્રત્યેના તેમના અતૂટ સમર્પણને ક્યારેય ભૂલી શકશે નહીં. ઉલ્લેખનીય છે કે, જમ્મુ અને કાશ્મીરના પુલવામા જિલ્લામાં થયેલા આતંકવાદી હુમલાને આજે 6 વર્ષ થયા છે. જેમાં કેન્દ્રીય અનામત પોલિસ દળનાં 40 જવાનો શહીદ થયા હતા.

ફેબ્રુવારી 14, 2025 2:20 પી એમ(PM) ફેબ્રુવારી 14, 2025 2:20 પી એમ(PM)

views 2

ભારત અને થાઇલેન્ડ 2 હજાર વર્ષ કરતાં વધુ સમયથી ગાઢ સાંસ્કૃતિક સંબંધો ધરાવે છે :પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત અને થાઇલેન્ડ 2 હજાર વર્ષ કરતાં વધુ સમયથી ગાઢ સાંસ્કૃતિક સંબંધો ધરાવે છે. થાઇલેન્ડમાં આયોજિત એક સંવાદ કાર્યક્રમને વિડીયો કોન્ફરન્સ દ્વારા સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે, ભારતની એક્ટ ઇસ્ટ નીતિ અને થાઇલેન્ડની એક્ટ વેસ્ટ નીતિ એકબીજાના પૂરક છે, જે પરસ્પર પ્રગતિ અને સમૃદ્ધિને પ્રોત્સાહન આપે છે. તેમણે કહ્યું કે, આ પરિષદ બંને દેશો વચ્ચેની મિત્રતામાં વધુ એક સફળ ભાગીદારીનું પ્રતીક છે. પ્રધાનમંત્રી શ્રી મોદીએ ભાર મૂક્યો કે, થાઇલેન્ડ સમૃદ્ધ સંસ્કૃતિ, ઇતિહાસ અને વારસો...

ફેબ્રુવારી 13, 2025 2:18 પી એમ(PM) ફેબ્રુવારી 13, 2025 2:18 પી એમ(PM)

views 4

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિશ્વ રેડિયો દિવસની શુભેચ્છાઓ પાઠવી છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિશ્વ રેડિયો દિવસની શુભેચ્છાઓ પાઠવી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી મોદીએ કહ્યું કે, સમાચાર અને સંસ્કૃતિથી લઈને સંગીત અને વાર્તા કહેવા સુધી, રેડિયો એક શક્તિશાળી માધ્યમ છે જે સર્જનાત્મકતા સાથે જોડાયેલું છે. તેમણે રેડિયો સાથે સંકળાયેલા તમામ લોકોની પણ પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રીએ આ મહિનાની 23મી તારીખે રેડિયો ઉપરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમ માટે પોતાના સૂચનો મોકલવા માટે દેશવાસીઓને આમંત્રણ આપ્યું હતું.

ફેબ્રુવારી 13, 2025 8:59 એ એમ (AM) ફેબ્રુવારી 13, 2025 8:59 એ એમ (AM)

views 6

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વોશિંગ્ટન પહોંચ્યા – અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે દ્વિપક્ષીય મંત્રણા કરશે

ફ્રાન્સની સફળ મુલાકાત પૂર્ણ કર્યા પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વોશિંગ્ટન પહોંચ્યા છે. શ્રી મોદી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે દ્વિપક્ષીય મંત્રણા કરશે. અમેરિકામાં ભારતીય રાજદૂત વિનય મોહન ક્વાત્રા અને અન્ય અધિકારીઓએ એરપોર્ટ પર પ્રધાનમંત્રી મોદીનું સ્વાગત કર્યું. કડકડતી ઠંડી વચ્ચે શ્રી મોદીનું સ્વાગત કરવા માટે ભારતીય સમુદાય બ્લેર હાઉસની બહાર હાજર હતો. શ્રી ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન રાષ્ટ્રપ્રમુખ તરીકે કાર્યભાર સંભાળ્યા પછી, શ્રી મોદી અમેરિકાની મુલાકાત લેનારા પ્રથમ મુખ્ય વિશ્વ નેતાઓમાંના ...

ફેબ્રુવારી 12, 2025 9:04 એ એમ (AM) ફેબ્રુવારી 12, 2025 9:04 એ એમ (AM)

views 10

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને પેરિસમાં 14મા ભારત-ફ્રાન્સ સીઈઓ મંચને સંબોધિત કર્યું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને ગઈકાલે પેરિસમાં 14મા ભારત-ફ્રાન્સ સીઈઓ મંચને સંબોધિત કર્યું. બંને નેતાઓએ વેપાર સંબંધોને મજબૂત કરવા અને નવીનતાને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. બંને દેશોના ઉદ્યોગના ટોચના પ્રતિનિધિઓએ સંરક્ષણ, એરોસ્પેસ, કૃત્રિમ બુદ્ધિમત્તા, માળખાગત સુવિધાઓ અને ટકાઉ વિકાસના ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કર્યું. પ્રધાનમંત્રીએ વૈશ્વિક રોકાણ સ્થળ તરીકે ભારતના વધતા આકર્ષણ પર પ્રકાશ પાડી સ્થિર નીતિઓ અને તાજેતરના આર્થિક સુધારાઓ પર ભાર...

ફેબ્રુવારી 11, 2025 7:47 પી એમ(PM) ફેબ્રુવારી 11, 2025 7:47 પી એમ(PM)

views 5

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પેરિસમાં AI એક્શન સમિટ દરમિયાન એસ્ટોનિયાના રાષ્ટ્રપ્રમુખ અલાર કારિસ સાથે મુલાકાત કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પેરિસમાં AI એક્શન સમિટ દરમિયાન એસ્ટોનિયાના રાષ્ટ્રપ્રમુખ અલાર કારિસ સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓ વચ્ચે આ પહેલી મુલાકાત હતી. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે બંને નેતાઓએ ભારત-એસ્ટોનિયા સંબંધોના વિવિધ પાસાઓ પર ચર્ચા કરી, જેમાં આર્થિક, IT અને ડિજિટલ, સાંસ્કૃતિક, પર્યટન અને લોકો વચ્ચેના સંબંધોનો સમાવેશ થાય છે. તેમણે બંને રાષ્ટ્રો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવા અંગે પણ ચર્ચા કરી હતી.

ફેબ્રુવારી 11, 2025 7:44 પી એમ(PM) ફેબ્રુવારી 11, 2025 7:44 પી એમ(PM)

views 3

‘પરીક્ષા યોદ્ધાઓ’ જે સૌથી સામાન્ય વિષયો પર ચર્ચા કરવા માંગે છે તેમાંથી એક વિષય માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારીનો છે :પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે 'પરીક્ષા યોદ્ધાઓ' જે સૌથી સામાન્ય વિષયો પર ચર્ચા કરવા માંગે છે તેમાંથી એક વિષય માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારીનો છે. શ્રી મોદીએ સોશિયલ મિડીયા પોસ્ટમાં કહ્યું કે, આ વર્ષની પરીક્ષા પે ચર્ચામાં આ વિષય પર ખાસ એપિસોડ તૈયાર કરવામાં આવ્યો છે, જે આવતીકાલે 12 ફેબ્રુઆરીએ પ્રસારિત થશે. આ વિષય પર અભિનેત્રી દિપીકા પદુકોણ વાત કરશે. પ્રધાનમંત્રીએ દરેક વ્યક્તિને પરીક્ષા પે ચર્ચા 2025ના તમામ આઠ એપિસોડ જોવા અને પરીક્ષા યોદ્ધાઓને પ્રોત્સાહિત કરવા વિનંતી કરી.

ફેબ્રુવારી 11, 2025 11:30 એ એમ (AM) ફેબ્રુવારી 11, 2025 11:30 એ એમ (AM)

views 35

આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પેરિસમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે વાતચીત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પેરિસમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે વાતચીત કરશે. આ સંવાદનો ઉદ્દેશ્ય ભારત અને ફ્રાન્સ વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવાનો છે. તેઓ અનેક મહત્વપૂર્ણ દ્વિપક્ષીય વાટાઘાટોમાં પણ ભાગ લેશે. આ દરમિયાન, ભારત અને ફ્રાન્સ વચ્ચે ઘણા મહત્વપૂર્ણ દ્વિપક્ષીય કરારો પર હસ્તાક્ષર થવાની શક્યતા છે. પ્રધાનમંત્રી મોદી આજે  કૃત્રિમ બુદ્ધિમતા  એક્શન સમિટની સહ-અધ્યક્ષતા  કરશે . આ પરિષદનો ઉદ્દેશ્ય કૃત્રિમ બુદ્ધિમત્તાના ક્ષેત્રમાં વૈશ્વિક ધોરણો સ્થાપિત કરવાની સાથે જવાબદાર કૃત્ર...

ફેબ્રુવારી 10, 2025 8:25 એ એમ (AM) ફેબ્રુવારી 10, 2025 8:25 એ એમ (AM)

views 5

પરીક્ષા પે ચર્ચા અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ક્રિસ્ટલ સ્કૂલમાં વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ અન્વયે અમદાવાદના વસ્ત્રાલની ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે સંવાદ ગોષ્ઠિ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બોર્ડની પરીક્ષાઓ આપનારા વિદ્યાર્થીઓ પરીક્ષાનો ડર રાખ્યા વગર તનાવ મુક્ત  પરીક્ષા આપી શકે તેની પ્રેરણા આપવા દેશભરમાં પરીક્ષા પે ચર્ચાની પહેલ કરેલી છે. આ પરીક્ષા પે ચર્ચાની આઠમી શ્રેણી આજે યોજાશે. આ કાર્યક્રમમાં ગુજરાતની 40 હજારથી વધુ શાળાઓમાં પરીક્ષા પેર ચર્ચા કાર્યક્રમનું વિવિધ માધ્યમો દ્વારા જીવંત પ્રસારણ કરવામાં આવશે...