સપ્ટેમ્બર 10, 2024 8:49 એ એમ (AM) સપ્ટેમ્બર 10, 2024 8:49 એ એમ (AM)

views 7

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતી કાલે ગ્રેટર નોઈડામાં ઈન્ડિયા એક્સ્પો માર્ટ ખાતે સેમિકોન ઈન્ડિયા 2024નું ઉદ્ઘાટન કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતી કાલે ગ્રેટર નોઈડામાં ઈન્ડિયા એક્સ્પો માર્ટ ખાતે સેમિકોન ઈન્ડિયા 2024નું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે તેઓ ઉપસ્થિતોને પણ સંબોધિત કરશે. સેમિકોન ઈન્ડિયા 2024નું આયોજન 11મીથી 13મી સપ્ટેમ્બર દરમિયાન “શેપિંગ ધ સેમિકન્ડક્ટર ફ્યુચર” થીમ સાથે કરવામાં આવી રહ્યું છે. ત્રણ દિવસની આ કોન્ફરન્સમાં ભારતની સેમિકન્ડક્ટર વ્યૂહરચના અને નીતિ રજૂ કરવામાં આવશે, જે ભારતને સેમિકન્ડક્ટર માટે વૈશ્વિક હબ બનાવવાનો લક્ષ્ય ધરાવે છે. કોન્ફરન્સમાં 250થી વધુ પ્રદર્શકો અને 150 વક્તાઓ ભાગ લેશે.

સપ્ટેમ્બર 10, 2024 8:48 એ એમ (AM) સપ્ટેમ્બર 10, 2024 8:48 એ એમ (AM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિનાની 29મી તારીખે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશનાં લોકો સમક્ષ તેમનાં વિચારો રજૂ કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિનાની 29મી તારીખે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશનાં લોકો સમક્ષ તેમનાં વિચારો રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 114મી કડી હશે. લોકો ટોલ ફ્રી નંબર 1800-11-7800 પર પોતાના વિચારો અને સૂચનો રજૂ કરી શકે છે. આ ઉપરાંત 1922 પર મિસ્ડ કોલ કરવાથી એસએમએસ પર મળેલી લિન્ક ઓપન કરીને પણ પ્રધાનમંત્રીને પોતાનાં સૂચનો રજૂ કરી શકાશે. આ ઉપરાંત, નરેન્દ્ર મોદી એપ અથવા માય જીઓવી ઓપન ફોરમ પર પણ ઓનલાઇન રજૂઆત કરી શકાશે. 27 સપ્ટેમ્બર સુધી સૂચનો સ્વીકારવામાં આવશે. મન કી બાત કાર્...

સપ્ટેમ્બર 9, 2024 7:57 પી એમ(PM) સપ્ટેમ્બર 9, 2024 7:57 પી એમ(PM)

views 5

પ્રધાનમંત્રી મોદીએ પ્રેરણારૂપ કામગીરી કરનારા વધુમાં વધુ લોકોને પદ્મ પુરસ્કારો માટે નામ નોંધાવવા અપીલ કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રેરણારૂપ કામગીરી કરનારા વધુમાં વધુ લોકોને પદ્મ પુરસ્કારો માટે નામ નોંધાવવા અપીલ કરી છે. આ એવોર્ડ માટે નામાંકન કરવાનો 15મી સપ્ટેમ્બર છેલ્લો દિવસ છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ ઘણા નામાંકન થવા અગે ખુશી પણ વ્યક્ત કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે છેલ્લા એક દાયકામાં, સરકારે અસંખ્ય પાયાના સ્તરે કામગીરી કરનારા હીરોને પીપલ્સ પદ્મથી સન્માનિતકર્યા છે. તેમણે ઉમેર્યું હતું કે પુરસ્કાર મેળવનારાઓની જીવનયાત્રા અસંખ્ય લોકો માટે પ્રેરણાદાયી છે..તેમની ધીરજ અને ...

સપ્ટેમ્બર 9, 2024 3:58 પી એમ(PM) સપ્ટેમ્બર 9, 2024 3:58 પી એમ(PM)

views 3

પ્રધાનમંત્રી મોદી અને દુબઇનાં યુવરાજ શેખ ખાલેદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન વચ્ચે નવી દિલ્હીમાં પ્રતિનિધીમંડળ સ્તરની મંત્રણા શરૂ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને દુબઇનાં યુવરાજ શેખ ખાલેદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન વચ્ચે નવી દિલ્હીમાં પ્રતિનિધીમંડળ સ્તરની મંત્રણા ચાલી રહી છે. હૈદરાબાદ હાઉસ ખાતે યોજાયેલી આ બેઠકમાં બંને નેતાઓ ભારત અને યુએઇ વચ્ચે દ્વિપક્ષીય સહકારનાં ક્ષેત્રો પર વ્યાપક ચર્ચા કરશે. શેખ ખાલેદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન ગઈ કાલે સાંજે નવી દિલ્હી પહોંચ્યા હતા. તેમની સાથે યુએઇ સરકારના કેટલાંક મંત્રીઓ અને વેપારી પ્રતિનિધિમંડળ આવ્યું છે. દુબઇનાં યુવરાજ તરીકે આ તેમની પ્રથમ ભારત મુલાકાત છે. તેઓ મહાત્મા ગાંધીને શ...

સપ્ટેમ્બર 9, 2024 3:03 પી એમ(PM) સપ્ટેમ્બર 9, 2024 3:03 પી એમ(PM)

views 15

પ્રધાનમંત્રી મોદી આ મહિનાની 29મી તારીખે મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશનાં લોકો સમક્ષ તેમનાં વિચારો રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિનાની 29મી તારીખે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશનાં લોકો સમક્ષ તેમનાં વિચારો રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 114મી કડી હશે. લોકો ટોલ ફ્રી નંબર 1800-11-7800 પર પોતાના વિચારો અને સૂચનો રજૂ કરી શકે છે. આ ઉપરાંત 1922 પર મિસ્ડ કોલ કરવાથી એસએમએસ પર મળેલી લિન્ક ઓપન કરીને પણ પ્રધાનમંત્રીને પોતાનાં સૂચનો રજૂ કરી શકાશે. આ ઉપરાંત, નરેન્દ્ર મોદી એપ અથવા માય જીઓવી ઓપન ફોરમ પર પણ ઓનલાઇન રજૂઆત કરી શકાશે. 27 સપ્ટેમ્બર સુધી સૂચનો સ્વીકારવામાં આવશે. મન કી બાત કાર્...

સપ્ટેમ્બર 6, 2024 3:30 પી એમ(PM) સપ્ટેમ્બર 6, 2024 3:30 પી એમ(PM)

views 5

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુરતમાં જળ સંચય જન ભાગીદારી પહેલનો વર્ચ્યુઅલી શુભારંભ કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુરતમાં જળ સંચય જન ભાગીદારી પહેલનો વર્ચ્યુઅલી શુભારંભ કર્યો હતો. આ પ્રસંગે શ્રી મોદીએ જણાવ્યું કે, જળદાન એ સૌથી મોટું દાન છે. પાણીને બચાવવાની દિશામાં ગુજરાતમાં અનેક સફળ પ્રયત્ન થયા છે. આ પહેલથી ગુજરાતમાં લગભગ 24 હજાર 800 વર્ષા જળ સંચય સંરચનાઓનું નિર્માણ કરવામાં આવશે. જળ સંરક્ષણને સામાજિક નિષ્ઠાનો વિષય ગણાવતા તેમણે કહ્યું કે, આજે દેશનાં 15 કરોડથી વધુ ગ્રામીણ ઘરોમાં પાઇપ દ્વારા પાણી આપવામાં આવી રહ્યું છે. તેમણે જણાવ્યું કે ‘પર ડ્રોપ મોર ક્રોપ’ને કારણે પાણીની બચતની સાથે ...

સપ્ટેમ્બર 6, 2024 9:30 એ એમ (AM) સપ્ટેમ્બર 6, 2024 9:30 એ એમ (AM)

views 5

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બ્રુનેઈ અને સિંગાપોરની મુલાકાત બાદ ગઇકાલે મોડી રાત્રે નવી દિલ્હી પરત ફર્યા છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બ્રુનેઈ અને સિંગાપોરની મુલાકાત બાદ ગઇકાલે મોડી રાત્રે નવી દિલ્હી પરત ફર્યા છે. તેમના આ પ્રવાસ દરમિયાન ભારત અને સિંગાપોર વચ્ચે આરોગ્ય અને દવા, શિક્ષણ અને કૌશલ્ય વિકાસ, ડિજિટલ ટેક્નોલોજી તેમજ ભારત-સિંગાપોર સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ પાર્ટનરશિપના ક્ષેત્રોમાં ચાર સમજૂતીપત્રો પર પર હસ્તાક્ષર કરાયા હતા. સિંગાપોર અગાઉ તેઓ બ્રુનેઇની મુલાકાતે ગયા હતા. ત્યાં પણ તેમણે ભારત અને બ્રુનેઇ અંગેનાં પારસ્પરિક સંબંધોને સુદ્રઢ બનાવવાની ચર્ચા કરી હતી.

સપ્ટેમ્બર 6, 2024 9:28 એ એમ (AM) સપ્ટેમ્બર 6, 2024 9:28 એ એમ (AM)

views 6

ધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સુરત ખાતે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જલ સંચય જન ભાગીદારી પહેલ શરૂ કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સુરત ખાતે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જલ સંચય જન ભાગીદારી પહેલ શરૂ કરશે. જલ શક્તિ અભિયાન સાથે આ પહેલ સંલગ્ન છે. વરસાદના એકેએકે ટીપાનો સંગ્રહ કરીને લાંબા ગાળાની જળ સુરક્ષા સુનિશ્ચિત કરવા માટેનું આ અભિયાન છે. નાગરિકો, સ્થાનિક સંસ્થાઓ, ઉદ્યોગો અને અન્ય સહભાગીદારોને સાંકળીને વરસાદી પાણીના સંગ્રહને અભિયાન સ્વરૂપે અમલમાં મૂકવામાં આવી રહ્યું છે.. આ કાર્યક્રમ હેઠળ, સમગ્ર ગુજરાતમાં અંદાજે 24 હજાર 800 વરસાદી પાણીના સંગ્રહના માળખાનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ ભૂગર્ભ જળ ...

સપ્ટેમ્બર 6, 2024 8:12 એ એમ (AM) સપ્ટેમ્બર 6, 2024 8:12 એ એમ (AM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા સુરતમાં જળ સંચય જન ભાગીદારી પહેલ શરૂ કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સુરતમાં જળ સંચય જન ભાગીદારી પહેલ શરૂ કરશે. આ પહેલ ચાલી રહેલા જળશક્તિ અભિયાન સાથે સંલગ્ન છે વરસાદના એકએકે ટીપાનો સંગ્રહ કરીને લાંબા ગાળાની જળ સુરક્ષા સુનિશ્ચિત કરવા માટેનું આ અભિયાન છે.નાગરિકો, સ્થાનિક સંસ્થાઓ, ઉદ્યોગો અને અન્ય સહભાગીદારોને સાંકળીને વરસાદી પાણીના સંગ્રહને અભિયાન સ્વરૂપે અમલમાં મૂકવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમ હેઠળ, સમગ્ર ગુજરાતમાં અંદાજે 24 હજાર 800 વરસાદી પાણીના સંગ્રહના માળખાનુ સામૂહિક ભાગીદારી સાથે નિર્માણ કરવામાં આવ...

સપ્ટેમ્બર 5, 2024 8:00 પી એમ(PM) સપ્ટેમ્બર 5, 2024 8:00 પી એમ(PM)

views 2

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે બપોરે સાડા બાર વાગ્યે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા સુરતમાં ‘જળ સંચય જન ભાગીદારી’ પહેલની શરૂઆત કરાવશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે બપોરે સાડા બાર વાગ્યે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા સુરતમાં 'જળ સંચય જન ભાગીદારી' પહેલની શરૂઆત કરાવશે.. તેઓ આ કાર્યક્રમને વર્ચ્યુઅલી સંબોધશે..રાજ્ય સરકારની આગેવાની હેઠળની જળ સંચય અભિયાનની સફળતાના આધારે, જલ શક્તિ મંત્રાલય અને રાજ્ય સરકારના સહયોગથી આ અભિયાન શરૂ થઇ રહ્યું છે. રાજ્ય સરકારે પાણી સુરક્ષિત ભાવિ સુનિશ્ચિત કરવા માટે નાગરિકો, સ્થાનિક સંસ્થાઓ, ઉદ્યોગો અને અન્યની સહભાગીદારી સાથે આ અભિયાન શરૂ કર્યુ છે.