ઓક્ટોબર 2, 2024 9:50 એ એમ (AM) ઓક્ટોબર 2, 2024 9:50 એ એમ (AM)

views 6

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઝારખંડના હજારીબાગની મુલાકાત લેશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઝારખંડના હજારીબાગની મુલાકાત લેશે. તે દરમિયાન 83 હજાર 300 કરોડ રૂપિયાથી વધુના મૂલ્યના વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ, લોકાર્પણ અને ઉદ્ઘાટન કરશે. આ પ્રોજેક્ટ્સમાં 79 હજાર 150 કરોડ રૂપિયાથી વધુના કુલ ખર્ચ સાથે ધરતી આબા જનજાતિ ગ્રામ ઉત્કર્ષ અભિયાન અને પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન (PM-જનમન) હેઠળ બહુવિધ પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી 40 એકલવ્ય શાળાઓનું ઉદ્ઘાટન પણ કરશે અને 25 એકલવ્ય શાળાઓનો શિલાન્યાસ કરશે. આ કાર્યક્રમ વિનોબા ભાબે યુનિવર્સિટીના કેમ્...

ઓક્ટોબર 2, 2024 9:14 એ એમ (AM) ઓક્ટોબર 2, 2024 9:14 એ એમ (AM)

views 9

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે નવી દિલ્હીમાં 155મી ગાંધી જયંતિ નિમિત્તે સ્વચ્છ ભારત દિવસ 2024 કાર્યક્રમમાં ભાગ લેશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે નવી દિલ્હીમાં 155મી ગાંધી જયંતિ નિમિત્તે સ્વચ્છ ભારત દિવસ 2024 કાર્યક્રમમાં ભાગ લેશે. આ કાર્યક્રમ સ્વચ્છ ભારત મિશનની શરૂઆતના દસ વર્ષ પૂરા થવાના ઉપલક્ષ્યમાં યોજાશે, જે સ્વચ્છતા માટે ખૂબ જ મહત્વપૂર્ણ જન ચળવળ છે. પ્રધાનમંત્રી 9,600 કરોડ રૂપિયાથી વધુની કિંમતના સ્વચ્છતા અને સ્વચ્છતા સંબંધિત અનેક પ્રોજેક્ટ લોન્ચ કરશે. તેમાં AMRUT અને AMRUT 2.0, સ્વચ્છ ગંગા માટે રાષ્ટ્રીય મિશન અને ગોબરધન યોજના હેઠળ 15 કમ્પ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટ પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.

ઓક્ટોબર 2, 2024 9:12 એ એમ (AM) ઓક્ટોબર 2, 2024 9:12 એ એમ (AM)

views 2

આજે દેશ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને તેમની 155મી જન્મજયંતિએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યો છે.

આજે દેશ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને તેમની 155મી જન્મજયંતિએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યો છે. પ્રધાનમંત્રી મોદી સહિત અનેક મહાનુભવોએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને રાજઘાટ પર જઈ પુષ્પાંજલી અર્પણ કરી. રાષ્ટ્રપિતા ગાંધીજીએ અહિંસા અને સત્યાગ્રહના માર્ગે દેશની સ્વતંત્રતા ચળવળને નવી રાહ ચીંધી આઝાદી અપાવી હતી. મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે , સત્ય અને અહિંસાના પ્રખર અનુયાયી બાપુનું જીવન સમગ્ર માનવતા માટે અનોખો સંદેશ છે. આજે સ્વતંત્ર ભારતના બીજા પ્રધાનમંત્રી લાલ બહાદૂર શ...

સપ્ટેમ્બર 29, 2024 8:12 પી એમ(PM) સપ્ટેમ્બર 29, 2024 8:12 પી એમ(PM)

views 3

પ્રસાર ભારતીના અધ્યક્ષ નવનીત સહગલે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમ દરમિયાન પોતાના સંબોધનમાં, આકાશવાણી, પ્રસાર ભારતી અને દૂરદર્શનની પ્રશંસા કરવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો છે.

પ્રસાર ભારતીના અધ્યક્ષ નવનીત સહગલે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમ દરમિયાન પોતાના સંબોધનમાં, આકાશવાણી, પ્રસાર ભારતી અને દૂરદર્શનની પ્રશંસા કરવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી સેહગલે કહ્યું કે ત્રણ સંસ્થાઓના કર્મચારીઓની પ્રધાનમંત્રીની પ્રશંસા સહુ માટે પ્રેરણારૂપ છે અને કર્મચારીઓને પ્રોત્સાહન મળ્યું છે. શ્રી સહગલે કહ્યું કે રાષ્ટ્ર નિર્માણના સંકલ્પને લોકો સુધી લઈ જવા માટે આ સંસ્થાઓ શ્રી મોદી સાથે હાથ મિલાવે છે તેનો મને ગર્વ છે. પ્રસાર ભારતીના...

સપ્ટેમ્બર 29, 2024 7:12 પી એમ(PM) સપ્ટેમ્બર 29, 2024 7:12 પી એમ(PM)

views 6

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે “મન કી બાત” કાર્યક્રમની 114મી કડીમાં વૃક્ષારોપણના મહાઅભિયાન “એક પેડ માં કે નામ”માં દેશવાસીઓને જોડાવવા માટે પ્રોત્સાહિત કર્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે “મન કી બાત” કાર્યક્રમની 114મી કડીમાં વૃક્ષારોપણના મહાઅભિયાન “એક પેડ માં કે નામ”માં દેશવાસીઓને જોડાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. શ્રી મોદીએ કહ્યું, ‘આ અભિયાન થકી સમાજને આશ્ચર્યચકિત કરી દેનારા પરિણામ મળ્યા છે, જે ઘણા જ પ્રેરણાદાયી છે.’ તેમણે ઉંમેર્યું કે, ‘દેશની હજારો વિદ્યાલયમાં પણ ઘણા ઉત્સાહથી લોકો આ અભિયાનમાં જોડાઈ રહ્યા છે.’ પ્રધાનમંત્રીએ તેલંગાણાના કે. એન. રાજશેખરનું ઉદાહરણ આપતા કહ્યું કે, શ્રી રાજશેખરે દોઢ હજારથી વધુ વૃક્ષ વાવ્યા છે. વૃક્ષારોપણ અંગે ગુજરાતે ...

સપ્ટેમ્બર 29, 2024 1:53 પી એમ(PM) સપ્ટેમ્બર 29, 2024 1:53 પી એમ(PM)

views 5

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રમાં 11 હજાર, 200 કરોડથી વધુની વિવિધ યોજનાઓનું વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા લોકાર્પણ અને ખાતમહૂર્ત કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રમાં 11 હજાર, 200 કરોડથી વધુની વિવિધ યોજનાઓનું વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા લોકાર્પણ અને ખાતમહૂર્ત કર્યું હતું. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ કહ્યું કે, ‘હાલમાં જિલ્લા અદાલતથી સ્વારગેટ સેક્શન રૂટનું લોકાર્પણ થયું છે. આ રૂટ પર પણ હવે મેટ્રો શરૂ થશે. આજના જ દિવસે ક્રાંતિજ્યોતિ સાવિત્રીબાઈ ફૂલે મેમોરિયલનો પાયો પણ રખાયો છે. સોલાપુરને હવાઈ જોડાણથી જોડવા હવાઈમથકને વધુ સુસજ્જ કરવાનું કામ પૂર્ણ કરાયું છે. અહીંથી ટર્મિનલ બિલ્ડીંગની ક્ષમતા વધારવામાં આવી છે.’ શ્રી મોદીએ તેમણ...

સપ્ટેમ્બર 29, 2024 7:33 પી એમ(PM) સપ્ટેમ્બર 29, 2024 7:33 પી એમ(PM)

views 4

મેક ઇન ઇન્ડિયા પહેલને કારણે ભારત ઉત્પાદન ક્ષેત્રનું મોટું કેન્દ્ર બની ગયું હોવાનું જણાવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી.

પ્રધાનમંત્રીએ જણાવ્યું છે કે, મેક ઇન ઇન્ડિયા પહેલને કારણે ભારત ઉત્પાદન ક્ષેત્રનું મોટું કેન્દ્ર બની ગયું છે. તેમણે જણાવ્યું કે, ગરીબો, મધ્યમવર્ગ અને સુક્ષ્મ, મધ્યમ તથા લઘુ એકમો-MSMEને આ ઝૂંબેશથી મોટો લાભ થઈ રહ્યો છે. આજે આકાશવાણી પર મન કી બાતની 114મી કડી રજૂ કરતા પ્રધાનમંત્રીએ મેક ઇન ઇન્ડિયાની સફળતા પર ભાર મૂકતા જણાવ્યું કે, આ ઝૂંબેશની સફળતામાં દેશનાં મોટા ઉદ્યોગો અને નાના દુકાનદારોનાં પ્રદાનનો પણ સમાવેશ થાય છે.તેનાથી નિકાસને વેગ મળ્યો છે અને સીધા વિદેશી રોકાણને પ્રોત્સાહન મળ્યું છે. રોજગાર ક્ષે...

સપ્ટેમ્બર 29, 2024 10:05 એ એમ (AM) સપ્ટેમ્બર 29, 2024 10:05 એ એમ (AM)

views 7

પીએમ મોદી આજે મહારાષ્ટ્રમાં 11,200 કરોડથી વધુની વિવિધ યોજનાઓનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્ર માટે 11 હજાર, 200 કરોડથી વધુની વિવિધ યોજનાઓનું વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા લોકાર્પણ અને ખાતમહૂર્ત કરશે. તેઓ એક હજાર, 810 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ પૂણે જિલ્લા અદાલતથી સ્વરગેટ સુધીની પુણે મેટ્રોનું ઉદ્ઘઘાટન કરશે. ઉપરાંત પુણે મેટ્રોના બીજા તબક્કામાં સ્વરગેટ – કટરાજ એક્સ્ટેન્શન પ્રોજેક્ટનું ખાતમહૂર્ત કરશે. બે હજાર, 955 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનાર 5.4 કિલોમીટરનો આ મેટ્રો રુટ ભૂર્ગભમાં છે, જેના ત્રણ સ્ટેશનમાં માર્કેટયાર્ડ, પદ્માવતી અને કટરાજ સામેલ છે. ...

સપ્ટેમ્બર 29, 2024 9:00 એ એમ (AM) સપ્ટેમ્બર 29, 2024 9:00 એ એમ (AM)

views 9

પ્રધાનમંત્રી આજે આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે. મન કી બાત કાર્યક્રમની આ 114મી કડી છે. આજે સવારે 11 વાગ્યે હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ કાર્યક્રમ આકાશવાણીના તમામ નેટવર્ક, AIR ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઑન AIR મોબાઇલ એપ પર પ્રસારિત કરાશે. આકાશવાણી સમાચાર, દૂરદર્શન સમાચાર, પ્રધાનમંત્રી કાર્યલય તેમજ માહિતી અને પ્રસારણ મંત્રાલયના યુ-ટ્યૂબ ચેનલ પરથી પણ મન કી બાત કાર્યક્રમનું જીવંત પ્ર...

સપ્ટેમ્બર 28, 2024 8:36 એ એમ (AM) સપ્ટેમ્બર 28, 2024 8:36 એ એમ (AM)

views 8

આવતીકાલે પ્રધાનમંત્રી મોદી ‘મન કી બાત’ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે. મન કી બાત કાર્યક્રમનો આ 114મો એપિસોડ છે. આવતીકાલે સવારે 11 વાગ્યે હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ કાર્યક્રમ આકાશવાણીના તમામ નેટવર્ક, AIR ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઑન AIR મોબાઇલ એપ પર પ્રસારિત કરાશે. આકાશવાણી સમાચાર, દૂરદર્શન સમાચાર, પ્રધાનમંત્રી કાર્યલય તેમજ માહિતી અને પ્રસારણ મંત્રાલયના યુ-ટ્યૂબ ચેનલ પરથી પણ મન કી બાત કાર્યક્રમ...