નવેમ્બર 14, 2024 8:54 એ એમ (AM) નવેમ્બર 14, 2024 8:54 એ એમ (AM)

views 7

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આદિવાસી ગૌરવ દિવસ નિમિત્તે બિહારના જમુઈની મુલાકાત લેશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે બિહારના જમુઈની મુલાકાત લેશે જ્યાં તેઓ આદિવાસી ગૌરવ દિવસ પર આયોજિત ઉજવણીમાં ભાગ લેશે. આ ઘટના સાથે, ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણી શરૂ થશે. શ્રી મોદી ભગવાન બિરસા મુંડાના સન્માનમાં સ્મારક સિક્કા અને ટપાલ ટિકિટનું અનાવરણ કરશે. આ અવસરે, પ્રધાનમંત્રી આદિવાસી સમુદાયોના ઉત્થાન અને પ્રદેશના ગ્રામીણ અને દૂરના વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓમાં સુધારો કરવા માટે રૂ. 6,640 કરોડથી વધુના મૂલ્યની અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.

નવેમ્બર 11, 2024 8:53 એ એમ (AM) નવેમ્બર 11, 2024 8:53 એ એમ (AM)

views 7

પ્રધાનમંત્રી મોદી આજે વડતાલમાં સ્વામિનારાયણ મંદિરના દ્વિશતાબ્દી મહોત્સવમાં વર્ચ્યૂઅલ સંબોધન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના ખેડા જિલ્લાના વડતાલમાં સ્વામિનારાયણ મંદિરના દ્વિશતાબ્દી સમારોહમાં વીડિયો કૉન્ફરન્સના માધ્યમથી સંબોધન કરશે. વડતાલમાં આવેલું સ્વામિનારાયણ મંદિર અનેક દાયકાઓથી લોકોના સામાજિક અને આધ્યાત્મિક જીવનની આસ્થાનું કેન્દ્ર રહ્યું છે. આ મંદિરનું નિર્માણ ભગવાન શ્રી સ્વામિનારાયણના આદેશ પર સદગુરુ બ્રહ્માનંદ સ્વામી અને સદગુરુ અક્ષરાનંદ સ્વામીએ કરાવ્યું હતું. વડતાલ સ્વામિનારાયણ મંદિરની સ્થાપનાને 200 વર્ષ પૂર્ણ થતાં દ્વિ-શતાબ્દી મહોત્સવની ઉજવણી કરાઈ રહી છે દેશ-હજારોની સંખ્યામ...

નવેમ્બર 10, 2024 8:12 એ એમ (AM) નવેમ્બર 10, 2024 8:12 એ એમ (AM)

views 3

રાજ્યમાં ગ્રામીણ મહિલાઓ સ્વ-સહાય જૂથની રચના કરીને “આત્મનિર્ભરતા” તરફ ડગ માંડી રહી છે.

રાજ્યમાં ગ્રામીણ મહિલાઓ સ્વ-સહાય જૂથની રચના કરીને “આત્મનિર્ભરતા” તરફ ડગ માંડી રહી છે. રાજ્યમાં ૩ લાખથી વધુ સ્વ-સહાય જૂથો કાર્યરત છે. ૩૦ લાખથી વધુ ગરીબ મહિલાઓના આર્થિક ઉન્નતિના દ્વાર ખૂલ્યા છે. અત્યાર સુધીમાં રાજ્યના કુલ ૧ લાખ ૧૮ હજારથી વધુ સ્વ-સહાય જૂથોને ૩૭ હજાર ૬૬૭ કરોડ રૂપિયાથી વધુની કેશ ક્રેડિટ આપવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા અત્યાર સુધીમાં ૨ લાખથી વધુ સ્વ-સહાય જૂથોને ૧૮૨ કરોડ થી વધુ રિવોલ્વિંગ એટલે કે ફરતુ ફંડ આપવામાં આવ્યું છે. રાજ્યમાં ૧ લાખ ૨૮ હજારથી વધુ સ્વ-સહાય જૂથોને અત્યાર સુધીમાં...

નવેમ્બર 9, 2024 10:33 એ એમ (AM) નવેમ્બર 9, 2024 10:33 એ એમ (AM)

views 7

રતન ટાટાની ચિરવિદાયને એક મહિનો થયો, તેમની ગેરહાજરી માત્ર રાષ્ટ્રમાં જ નહીં પરંતુ વિશ્વમાં વર્તાય છે : મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, સાચું નેતૃત્વ માત્ર વ્યક્તિની સિદ્ધિઓથી નહીં પરંતુ સૌથી વધુ નબળા લોકોની સંભાળ રાખવાની ક્ષમતા દ્વારા મપાય છે તે બાબત ઉદ્યોગપતિ અને પરોપકારી રતન ટાટાનુ જીવન યાદ અપાવે છે. એક રાષ્ટ્રીય દૈનિકમાં પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે, રતન ટાટાની ચિરવિદાયને એક મહિનો થઈ ગયો છે પરંતુ તેમની ગેરહાજરી માત્ર રાષ્ટ્રમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં સમાજના દરેક વર્ગમાં ઊંડે ઉંડે અનુભવાય છે. પ્રધાનમંત્રી કહ્યું કે, રતન ટાટાએ જે જીવનને સ્પર્શ્યું હતું અને જે સપનાઓને તેમણે ...

નવેમ્બર 8, 2024 7:52 પી એમ(PM) નવેમ્બર 8, 2024 7:52 પી એમ(PM)

views 5

મહારાષ્ટ્રમાં ઉજ્જવલા યોજના હેઠળ 50 લાખથી વધુ મહિલાઓને રાંઘણગેસના જોડાણો અપાયા : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

મહારાષ્ટ્રમાં ઉજ્જવલા યોજના હેઠળ 50 લાખથી વધુ મહિલાઓને રાંઘણગેસના જોડાણો અપાયા છે તેમજ હર ઘર જલ યોજના હેઠળ સવા કરોડથી વધુ પરિવારોને પાઇપ વડે પીવાનું પાણી આપવામાં આવી રહ્યું છે. ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નાસિકમાં એક રેલીને સંબોધતા આ મુજબ જણાવ્યું હતું.. તેમણે કહ્યું કે, કેન્દ્રની એનડીએ સરકાર અને મહારાષ્ટ્રની મહાયુતિ સરકાર સમાજના વંચિતોના કલ્યાણ માટે પ્રતિબધ્ધ છે. શ્રી મોદીએ કહ્યું કે, મહારાષ્ટ્રમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સાત લાખથી વધુ પાકા આવાસોનું નિર્માણ કરાયુ...

નવેમ્બર 8, 2024 2:34 પી એમ(PM) નવેમ્બર 8, 2024 2:34 પી એમ(PM)

views 4

ભાજપના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણીના 97મા જન્મ દિવસ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુભેચ્છા પાઠવી

ભાજપના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણીના 97મા જન્મ દિવસ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુભેચ્છા પાઠવી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રીએ લખ્યું છે કે ભારત રત્ન એલ. કે. અડવાણી દેશના સૌથી લોકપ્રિય નેતાઓમાંથી એક છે, જેમણે રાષ્ટ્રના વિકાસ માટે પોતાની જાત સમર્પિત કરી. શ્રી મોદીએ ઉમેર્યું છે કે શ્રી અડવાણી હંમેશા તેમની બુદ્ધિ અને વ્યાપક દૃષ્ટિકોણ માટે આદર પામ્યા છે. દિગ્ગજ નેતાનું માર્ગદર્શન મેળવવા બદલ પ્રધાનમંત્રીએ પોતાને ભાગ્યશાળી ગણાવતા તેમના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી છે. પ્રધાનમંત્રી...

નવેમ્બર 7, 2024 8:54 એ એમ (AM) નવેમ્બર 7, 2024 8:54 એ એમ (AM)

views 4

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણીમાં ભવ્ય વિજય પ્રાપ્ત કરવા બદલ ડોનાલ્ડ ટ્રમ્પને અભિનંદન પાઠવ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણીમાં ભવ્ય વિજય પ્રાપ્ત કરવા બદલ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ટેલિફોન પર વાત કરીને તેમને અભિનંદન પાઠવ્યા હતા. સામાજિક માધ્યમની પોસ્ટમાં શ્રી મોદીએ જણાવ્યું કે તેઓ ટેકનોલોજી, સંરક્ષણ, ઊર્જા, અવકાશ સહિતનાં ક્ષેત્રોમાં ભારત-અમેરિકા સંબંધોને વધુ મજબૂત બનાવવા સાથે મળીને કામ કરવા આશાવાદી છે. પ્રધાનમંત્રીએ અમેરિકન કોંગ્રેસની ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીનાં દેખાવ બદલ પણ શ્રી ટ્રમ્પને અભિનંદન આપ્યા હતા. વાતચીત દરમિયાન શ્રી ટ્રમ્પે જણાવ્યું કે, સમગ્ર વિશ્વ...

નવેમ્બર 3, 2024 7:46 પી એમ(PM) નવેમ્બર 3, 2024 7:46 પી એમ(PM)

views 4

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ટીબીના કેસોમાં આવલો ઘટાડો એ દેશના સમર્પિત અને અભિનવ પ્રયત્નોનું પરિણામ છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ટીબીના કેસોમાં આવલો ઘટાડો એ દેશના સમર્પિત અને અભિનવ પ્રયત્નોનું પરિણામ છે. ટીબી નિવારણમાં દેશની પ્રગતિના વખાણ કરતા તેમણે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે કે, સામૂહિક ભાવનાના માધ્યમથી સરકાર ટીબી મુક્ત ભારતની દિશામાં કામ કરતી રહેશે. તેમણે ઉમેર્યું છે કે સરકાર ટીબી મુક્ત ભારત બનાવવાની પ્રતિબદ્ધતામાં દૃઢ છે. વિશ્વ આરોગ્ય સંગઠનના તાજા અહેવાલ અનુસાર ભારતમાં વર્ષ 2015થી 2023 સુધી ટીબીના કેસોમાં 17.7 ટકાનો ઘટાડો નોંધાયો છે. આ દર વૈશ્વિક ઘટાડાના 8.3 ટકાના દર કર...

નવેમ્બર 3, 2024 3:02 પી એમ(PM) નવેમ્બર 3, 2024 3:02 પી એમ(PM)

views 3

આજે રાજય સહિત સમગ્ર દેશમાં ભાઈબીજનો તહેવાર ઉજવાઇ રહ્યો છે.

આજે રાજય સહિત સમગ્ર દેશમાં ભાઈબીજનો તહેવાર ઉજવાઇ રહગ્યો છે. હર્ષોલ્લાસના વાતાવરણ વચ્ચે ભાઈ-બહેનના ઘરે જમીને નવું વર્ષ શુભદાયી, ફળદાયી અને લાભદાયી નીવડે તેની શુભેચ્છા મેળવશે. ભાઇબહેનના પ્રેમ અને પવિત્ર બંધનના પ્રતીક સમી ભાઇબીજને યમદ્વીતીયા પણ કહેવાય છે. પૌરાણિક કથા અનુસાર યમરાજ બહેન યમુનાને મળવા આવ્યા ત્યારબાદથી ભાઇબીજની ઉજવણીની શરૂઆત થઇ હતી. ભાઇબીજમાં બહેન ભાઇને તીલક કરી નાળીયેર આપે છે અને ભાઇના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્યની કામના કરે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભાઈબીજના તહેવાર નિમિત...

નવેમ્બર 3, 2024 1:50 પી એમ(PM) નવેમ્બર 3, 2024 1:50 પી એમ(PM)

views 5

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડુમા બોકોને બોત્સ્વાનાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડુમા બોકોને બોત્સ્વાનાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા છે. એક સંદેશમાં, શ્રી મોદીએ લખ્યું કે તેઓ ભારત અને બોત્સ્વાના વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવા શ્રી બોકો સાથે કામ કરવા આતુર છે.