નવેમ્બર 17, 2024 9:27 એ એમ (AM) નવેમ્બર 17, 2024 9:27 એ એમ (AM)
3
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અબુજામાં નાઈજીરીયાના રાષ્ટ્રપતિ બોલા અહેમદ ટીનુબુ સાથે દ્વિપક્ષીય મંત્રણા કરશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અબુજામાં નાઈજીરીયાના રાષ્ટ્રપતિ બોલા અહેમદ ટીનુબુ સાથે વાતચીત કરશે. બંને નેતાઓ વ્યૂહાત્મક ભાગીદારીની સમીક્ષા કરશે અને દ્વિપક્ષીય સંબંધોને વધારવા માટેના અન્ય પગલાં અંગે ચર્ચા કરશે. મંત્રણા બાદ અનેક કરારો પર હસ્તાક્ષર થવાની શક્યતા છે. પ્રધાનમંત્રી નાઈજીરીયામાં ભારતીય સમુદાયને પણ સંબોધિત કરશે. પ્રધાનમંત્રી નાઈજીરીયા, બ્રાઝીલ અને ગુયાના એમ ત્રણ દેશોની પાંચ દિવસીય મુલાકાતના પ્રથમ તબક્કામાં ગઈકાલે રાત્રે નાઈજીરીયા પહોંચ્યા હતા. 17 વર્ષમાં ભારતીય પ્રધાનમંત્રીની નાઈજીરિયાન...