નવેમ્બર 24, 2024 8:03 એ એમ (AM) નવેમ્બર 24, 2024 8:03 એ એમ (AM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગ્યે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગ્યે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે. હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આજે રાત્રે આઠ વાગે રાજ્યના તમામ આકાશવાણી કેન્દ્રો પરથી મન કી બાત કાર્યક્રમના ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરાશે. આ કાર્યક્રમ આકાશવાણીના તમામ નેટવર્ક, AIR ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઑન AIR મોબાઇલ એપ પર પ્રસારિત કરાશે. આકાશવાણી સમાચાર, દૂરદર્શન સમાચાર, પ્રધાનમંત્રી કાર્યાલય તેમજ માહિતી ...

નવેમ્બર 22, 2024 7:34 પી એમ(PM) નવેમ્બર 22, 2024 7:34 પી એમ(PM)

views 5

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના નાઇજીરીયા, બ્રાઝિલ અને ગયાનાના પ્રવાસ દરમિયાન 31 દ્વિપક્ષીય બેઠકો કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાંચ દિવસના તેમના પ્રવાસ દરમિયાન નાઇજીરીયા, બ્રાઝિલ અને ગુયાનામાં ઉપરાછાપરી દ્વિપક્ષીય બેઠકો કરી હતી.. શ્રી મોદીએ તેમના ત્રણ દેશોના પ્રવાસ દરમિયાન 31 દ્વિપક્ષીય બેઠકો અને વૈશ્વિક નેતાઓ સાથે અનૌપચારિક વાતચિત કરી હતી. આ મુલાકાત દરમિયાન, શ્રીમોદીએ નાઇજીરીયામાં દ્વિપક્ષીય બેઠક, બ્રાઝિલમાં G20 સમિટની સાથે સાથે દસ દ્વિપક્ષીય બેઠકો અને ગુયાનામાં આવીનવ બેઠકો યોજી હતી. બ્રાઝિલમાં દ્વિપક્ષીય બેઠકો પૈકી, ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટો, પોર્ટુગલના પ્રધાનમંત્રી લુઈસ મ...

નવેમ્બર 22, 2024 7:47 પી એમ(PM) નવેમ્બર 22, 2024 7:47 પી એમ(PM)

views 2

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે આકાશવાણી પર ‘મન કી બાત’ કાર્યક્રમમાં દેશ-વિદેશના લોકો સાથે તેમના વિચારો રજૂ કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે આકાશવાણી પર 'મન કી બાત' કાર્યક્રમમાં દેશ-વિદેશના લોકો સાથે તેમના વિચારો રજૂ કરશે. મન કી બાતની આ રવિવારની 116મી કડી હશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક, AIR ન્યૂઝ વેબસાઈટ અને Newsonair મોબાઈલ એપ પર પ્રસારિત કરવામાં આવશે. તે એઆઈઆર ન્યૂઝ, ડીડી ન્યૂઝ, પીએમઓ અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પરપણ લાઈવ-સ્ટ્રીમ થશે. આકાશવાણી હિન્દી પ્રસારણ પછી તરત જ પ્રાદેશિક ભાષાઓમાં મન કીબાત કાર્યક્રમનું પ્રસારણ કરશે.

નવેમ્બર 22, 2024 2:40 પી એમ(PM) નવેમ્બર 22, 2024 2:40 પી એમ(PM)

views 5

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નાઈજીરીયા, બ્રાઝીલ અને ગુયાનાની મુલાકાત બાદ સ્વદેશ આવવા રવાના

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નાઈજીરીયા, બ્રાઝીલ અને ગુયાનાની મુલાકાત બાદ સ્વદેશ આવવા રવાના થયા છે. અગાઉ, ગયાનામાં નેશનલ કલ્ચરલ સેન્ટર ખાતે ભારતીય સમુદાય ને સંબોધતા શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે સમાનતાઓ બંને રાષ્ટ્રો વચ્ચે મિત્રતા માટે મજબૂત પાયો પૂરો પાડે છે. પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે સંસ્કૃતિ, ભોજન અને ક્રિકેટ ભારત અને ગયાનાને ઊંડાણથી જોડે છે. પ્રધાનમંત્રીએ ભારત-ગયાનીઝ સમુદાય અને કેરેબિયન રાષ્ટ્રના વિકાસમાં તેમના યોગદાનની પ્રશંસા કરી હતી. શ્રી મોદીએ જણાવ્યું હતું કે છેલ્લા...

નવેમ્બર 21, 2024 9:24 એ એમ (AM) નવેમ્બર 21, 2024 9:24 એ એમ (AM)

views 9

કોઈ પણ પરિસ્થિતિમાં ભારત CARICOM સભ્ય દેશોનો એક વિશ્વાસપાત્ર ભાગીદાર દેશ છે.- પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે કોઈ પણ પરિસ્થિતિમાં ભારત CARICOM સભ્ય દેશોનો એક વિશ્વાસપાત્ર ભાગીદાર દેશ છે. ગઈકાલે રાત્રે જ્યોર્જટાઉન, ગયાનામાં બીજી ઈન્ડિયા-કેરીકોમ સમિટમાં શરૂઆતની ટિપ્પણીમાં, શ્રી મોદીએ કહ્યું, કે કોવિડ હોય કે કુદરતી આફતો, ક્ષમતા નિર્માણ કે વિકાસના મુદ્દાઓ.. ભારત CARICOM સભ્ય દેશો સાથે ઊભું રહ્યું છે. શ્રી મોદીએ કહ્યું, આ સમિટ પાંચ વર્ષ પછી યોજાઈ રહી છે અને આ પાંચ વર્ષમાં, વિશ્વએ ઘણા ફેરફારો જોયા છે અને માનવજાતને કેટલીક મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. તેમણે કહ્ય...

નવેમ્બર 21, 2024 9:08 એ એમ (AM) નવેમ્બર 21, 2024 9:08 એ એમ (AM)

views 8

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગઈકાલે રાત્રે ગયાનામાં બીજી ઈન્ડિયા-કેરીકોમ સમિટ દરમિયાન તેમના ડોમિનિકન સમકક્ષ રૂઝવેલ્ટ સ્કેરીટને મળ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગઈકાલે રાત્રે ગયાનામાં બીજી ઈન્ડિયા-કેરીકોમ સમિટ દરમિયાન તેમના ડોમિનિકન સમકક્ષ રૂઝવેલ્ટ સ્કેરીટને મળ્યા હતા. શ્રી મોદીએ ડોમિનિકાના સર્વોચ્ચ પુરસ્કારથી સન્માનિત કરવા બદલ તેમનો આભાર માન્યો હતો. નેતાઓએ આબોહવા સ્થિતિસ્થાપકતા, આરોગ્યસંભાળ, ક્ષમતા નિર્માણ અને લોકો-થી-લોકોના સંબંધોને વધુ ગાઢ બનાવવા જેવા ક્ષેત્રોમાં ભારત-ડોમિનિકા સહકાર માટેની તકોની ચર્ચા કરી. તેઓએ સંયુક્ત રાષ્ટ્રમાં સહકાર અંગે પણ ચર્ચા કરી.

નવેમ્બર 21, 2024 8:52 એ એમ (AM) નવેમ્બર 21, 2024 8:52 એ એમ (AM)

views 9

ભારત અને ગયાનાએ આરોગ્ય, હાઇડ્રોકાર્બન, કૃષિ સહિત દસ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા

ભારત અને ગયાનાએ આરોગ્ય, હાઇડ્રોકાર્બન, કૃષિ અને સંલગ્ન બાબતો સહિત અનેક ક્ષેત્રોમાં સહકાર વધારવા માટે દસ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. તબીબી ઉત્પાદનો, જન ઔષધિયોજના, સાંસ્કૃતિક વિનિમય કાર્યક્રમ, ગયાનામાં UPI સિસ્ટમના અમલીકરણ અને પ્રસાર ભારતી અને ગયાનાના નેશનલ કોમ્યુનિકેશન નેટવર્ક વચ્ચે પ્રસારણ ક્ષેત્રે સહકાર માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત નેશનલ ડિફેન્સ ઇન્સ્ટિટ્યૂટ, ગયાના અને નેશનલ ડિફેન્સ યુનિવર્સિટી, ગુજરાત વચ્ચે પણ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ગઈકા...

નવેમ્બર 20, 2024 10:09 એ એમ (AM) નવેમ્બર 20, 2024 10:09 એ એમ (AM)

views 8

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના વિદેશ પ્રવાસના અંતિમ ચરણમાં ગયાનાના જોર્જટાઉન પહોંચ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રિયો ડી જાનેરોમાં G-20 સમિટમાં ભાગ લીધા બાદ ત્રણ દિવસની મુલાકાતે ગયાના પહોંચ્યા છે. 1968 પછી ભારતીય પ્રધાનમંત્રીની ગયાનાની આ પ્રથમ મુલાકાત છે. શ્રી મોદી જ્યોર્જ ટાઉનમાં ગયાનાના રાષ્ટ્રપતિ ડૉ. મોહમ્મદ ઈરફાન સાથે વાતચીત કરશે. તેઓ બીજી કેરીકોમ-ઈન્ડિયા સમિટમાં પણ ભાગ લેશે. CARICOM એટલે કે કેરેબિયન કોમ્યુનિટી એન્ડ કોમન માર્કેટ એ 20 વિકાસશીલ દેશોનું જૂથ છે. પ્રધાનમંત્રી CARICOM સભ્ય દેશોના નેતાઓ સાથે બેઠક કરશે. આ મંત્રણામાં આ પ્રદેશ સાથે ભારતની લાંબા સમયથી ચાલતી મિત્રતાને વધ...

નવેમ્બર 20, 2024 8:42 એ એમ (AM) નવેમ્બર 20, 2024 8:42 એ એમ (AM)

views 7

પ્રધાનમંત્રીએ જી-20 સમિટના બીજા દિવસે ટકાઉ વિકાસ અને ઉર્જા પરિવર્તન પર પ્રથમ સત્રને સંબોધિત કરતાં ભારત દ્વારા લેવામાં આવેલા પગલાઓનો વિગતવાર ઉલ્લેખ કર્યો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જી-20 સમિટના બીજા દિવસે ટકાઉ વિકાસ અને ઉર્જા પરિવર્તન પર પ્રથમ સત્રને સંબોધિત કરતાં ભારત દ્વારા લેવામાં આવેલા પગલાઓનો વિગતવાર ઉલ્લેખ કર્યો. પ્રધાનમંત્રીએ કહ્યું કે નવી દિલ્હી જી-20 સમિટ દરમિયાન, જૂથે 2030 સુધીમાં પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષમતા ત્રણ ગણી અને ઊર્જા કાર્યક્ષમતા દર બમણા કરવાનું વચન આપ્યું હતું. તેઓએ ટકાઉ વિકાસની પ્રાથમિકતાઓને આગળ ધપાવવાના બ્રાઝિલના નિર્ણયને આવકાર્યો. ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવા માટે ભારત દ્વારા લેવામાં આવેલા પગલામાં છેલ્લા 10 વર્ષમાં ચાર કરોડ પ...

નવેમ્બર 17, 2024 9:41 એ એમ (AM) નવેમ્બર 17, 2024 9:41 એ એમ (AM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક પેડ મા કે નામ અભિયાનને અસરકારક બનાવવામાં સહભાગી થનાર તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક પેડ મા કે નામ અભિયાનને અસરકારક બનાવવામાં સહભાગી થનાર તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ સોશિયલ મીડિયા પર લોકોને વિનંતી કરી કે તેઓ તેમની માતાના સન્માનમાં એક વૃક્ષ વાવે અને પૃથ્વીને ટકાઉ બનાવવામાં યોગદાન આપે