ડિસેમ્બર 6, 2024 6:43 પી એમ(PM) ડિસેમ્બર 6, 2024 6:43 પી એમ(PM)

views 5

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં બોચાસણવાસી અક્ષર પુરૂષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા – BAPS નો કાર્યકર સુવર્ણ મહોત્સવ આવતીકાલે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં બોચાસણવાસી અક્ષર પુરૂષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા – BAPS નો કાર્યકર સુવર્ણ મહોત્સવ આવતીકાલે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાશે. આ પ્રસંગે BAPS સંસ્થાના વડા મહંત સ્વામી તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે. આશરે 30 દેશોના BAPS ના કાર્યકરોની ઉપસ્થિતિમાં બે હજારથી વધુ કલાકારો સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરશે. BAPS ના સાધુ જ્ઞાનાનંદ સ્વામીએ જણાવ્યું છે કે, સંસ્થાના ભૂતપૂર્વ વડા પ્રમુખ સ્વામી મહારાજ દ્વ...

ડિસેમ્બર 6, 2024 2:10 પી એમ(PM) ડિસેમ્બર 6, 2024 2:10 પી એમ(PM)

views 4

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે અષ્ટલક્ષ્મી મહોત્સવનું ઉદ્ઘાટન કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે અષ્ટલક્ષ્મી મહોત્સવનું ઉદ્ઘાટન કરશે. ત્રણ દિવસીય આ ઉત્સવમાં ઉત્તર-પૂર્વના તમામ આઠ રાજ્યોની સંસ્કૃતિ, કાપડ ઉદ્યોગ, હસ્તકલા, પ્રવાસન સ્થળો અને અન્ય ઉત્પાદનોનું પ્રદર્શન કરવામાં આવશે. 250 થી વધુ કારીગરો અનન્ય હસ્તકલા, હેન્ડલૂમ અને 34 GI-ટેગવાળી વસ્તુઓ સહિત કૃષિ-બાગાયત ઉત્પાદનોનું પ્રદર્શન કરશે. આ ઉપરાંત આ કાર્યક્રમમાં ફેશન શો, ડિઝાઇન કોન્ક્લેવ, ખરીદનાર-વિક્રેતા બેઠકનું પણ આયોજન કરવામાં આવશે.

ડિસેમ્બર 6, 2024 11:02 એ એમ (AM) ડિસેમ્બર 6, 2024 11:02 એ એમ (AM)

views 8

પીએમ મોદી આજે અષ્ટલક્ષ્મી મહોત્સવનું ઉદઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે અષ્ટલક્ષ્મી મહોત્સવનું ઉદ્ઘાટન કરશે. ત્રણ દિવસીય આ ઉત્સવમાં ઉત્તર-પૂર્વના તમામ આઠ રાજ્યોની સંસ્કૃતિ, કાપડ ઉદ્યોગ, હસ્તકલા, પ્રવાસન સ્થળો અને અન્ય ઉત્પાદનોનું પ્રદર્શન કરવામાં આવશે. 250 થી વધુ કારીગરો અનન્ય હસ્તકલા, હેન્ડલૂમ અને 34 GI-ટેગવાળી વસ્તુઓ સહિત કૃષિ-બાગાયત ઉત્પાદનોનું પ્રદર્શન કરશે. આ ઉપરાંત આ કાર્યક્રમમાં ફેશન શો, ડિઝાઇન કોન્ક્લેવ, ખરીદનાર-વિક્રેતા બેઠકનું પણ આયોજન કરવામાં આવશે.

ડિસેમ્બર 5, 2024 8:41 એ એમ (AM) ડિસેમ્બર 5, 2024 8:41 એ એમ (AM)

views 4

ભૂટાનના રાજા જિગ્મે ખેસર નામગ્યાલ વાંગચુક તેમની પત્ની રાણી જેત્સુન પેમા વાંગચુક સાથે આજથી બે દિવસની મુલાકાતે ભારત આવી રહ્યા છે.

ભૂટાનના રાજા જિગ્મે ખેસર નામગ્યાલ વાંગચુક તેમની પત્ની રાણી જેત્સુન પેમા વાંગચુક સાથે આજથી બે દિવસની મુલાકાતે ભારત આવી રહ્યા છે. મુલાકાત દરમ્યાન તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકત કરશે. વિદેશ મંત્રી ડૉ. જયશંકર અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ ભૂટાનના રાજાને મળશે. ભારત અને ભૂટાન પરસ્પર મિત્રતા અને સહકારના અનન્ય સંબંધો છે જેની વિશેષતા એકબીજાની સમજણ અને વિશ્વાસ છે. તેમની મુલાકાત બંને દેશોને દ્વિપક્ષીય સહયોગની સમીક્ષા કરવાની અને ભાગીદારીને આગળ વધારવાની તક પૂરી પાડશે.

ડિસેમ્બર 5, 2024 8:37 એ એમ (AM) ડિસેમ્બર 5, 2024 8:37 એ એમ (AM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે કુવૈતની વર્તમાન અધ્યક્ષતામાં અખાત સહકાર પરિષદ અને ભારત વચ્ચેનો સહયોગ વધશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે કુવૈતની વર્તમાન અધ્યક્ષતામાં અખાત સહકાર પરિષદ-જીસીસી અને ભારત વચ્ચેનો સહયોગ વધુ વધશે. કુવૈતના વિદેશમંત્રી અબ્દુલ્લા અલી અલ-યાહ્યા ગઈકાલે દિલ્હીમાં પ્રધાનમંત્રીને મળ્યા હતા. પ્રધાનમંત્રીના નિવાસસ્થાને યોજાયેલી આ બેઠકમાં બંને નેતાઓએ વેપાર, રોકાણ, ઊર્જા, ટેક્નોલોજી, સંસ્કૃતિ અને બંને દેશોના લોકો વચ્ચેના સંબંધોને મજબૂત કરવા અને વિવિધ ક્ષેત્રોમાં સહયોગ વધારવાના પગલાં અંગે ચર્ચા કરી હતી. શ્રી મોદીએ કુવૈતમાં રહેતા 10 લાખ ભારતીયોની યોગ્ય કાળજી લેવા ...

ડિસેમ્બર 3, 2024 9:30 એ એમ (AM) ડિસેમ્બર 3, 2024 9:30 એ એમ (AM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ચંદીગઢમાં ત્રણ નવા ફોજદારી કાયદાઓનાં અમલીકરણની પ્રગતિથી રાષ્ટ્રને માહિતગાર કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ચંદીગઢમાં ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ એમ ત્રણ પરિવર્તનકારી નવા ફોજદારી કાયદાના સફળ અમલીકરણને રાષ્ટ્રને સમર્પિત કરશે. નવા ફોજદારી કાયદા, જે આ વર્ષે 1લી જુલાઈના રોજ દેશભરમાં લાગુ કરવામાં આવ્યા હતા, તેનો હેતુ દેશની કાયદાની વ્યવસ્થાને વધુ પારદર્શક, કાર્યક્ષમ અને સમકાલીન સમાજની જરૂરિયાતોને અનુરૂપ બનાવવાનો છે. આ કાર્યક્રમની થીમ "સુરક્ષિત સમાજ, વિકસિત ભારત: સજાથી ન્યાય સુધી." આધારિત છે જેના દ્વારા કાયદાઓની વ્યવહારિક એપ્લિક...

ડિસેમ્બર 2, 2024 10:47 એ એમ (AM) ડિસેમ્બર 2, 2024 10:47 એ એમ (AM)

views 7

ઑક્ટોબરમાં યુપીઆઈ થકી રૂ. 16.15 અબજના નાણાંકીય વ્યવહાર થયા

યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ - UPIથી આ વર્ષે ઑક્ટોબર મહિનામાં 16 અબજ 15 કરોડના નાણાકીય વ્યવહાર થયા છે. માત્ર એક જ મહિનામાં UPIથી આ લેવડ-દેવડ થકી અંદાજે 23 લાખ 49 હજાર કરોડ રૂપિયાની ચૂકવણી કરવામાં આવી છે. ગયા વર્ષે ઑક્ટોબર મહિનાની સરખામણીએ આ 45 ટકા વધુ છે. UPIને વર્ષ 2016માં નેશનલ પેમેન્ટ્સ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા દ્વારા લોન્ચ કરાયું હતું. તેણે એક જ મોબાઈલ એપ્લિકેશનમાં બહુવિધ બેંક ખાતાઓને એકીકૃત કરીને દેશના નાણાકીય ચૂકવણીના પારિસ્થિતિક તંત્રમાં ક્રાંતિ લાવી છે. UPIએ નાણાકીય વ્યવહારોને જો ઝડપી, સુરક્...

નવેમ્બર 24, 2024 8:35 એ એમ (AM) નવેમ્બર 24, 2024 8:35 એ એમ (AM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે. હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આજે રાત્રે આઠ વાગે રાજ્યના તમામ આકાશવાણી કેન્દ્રો પરથી મન કી બાત કાર્યક્રમના ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરાશે. આ કાર્યક્રમ આકાશવાણીના તમામ નેટવર્ક, AIR ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઑન AIR મોબાઇલ એપ પર પ્રસારિત કરાશે. આકાશવાણી સમાચાર, દૂરદર્શન સમાચાર, પ્રધાનમંત્રી કાર્યાલય તેમજ માહિતી અને પ્રસારણ મંત્...

નવેમ્બર 24, 2024 8:34 એ એમ (AM) નવેમ્બર 24, 2024 8:34 એ એમ (AM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં ‘ઓડિશા પર્વ 2024’ કાર્યક્રમમાં ભાગ લેશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં ‘ઓડિશા પર્વ 2024’ કાર્યક્રમમાં ભાગ લેશે. આ પ્રસંગે તેઓ સભાને સંબોધન કરશે. આ કાર્યક્રમનો ઉદેશ્ય રાજ્યના જીવંત સામાજિક, સાંસ્કૃતિક અને રાજકીય નૈતિકતાનું પ્રદર્શન કરવાનો છે. દિલ્હી ખાતેના ઓડિયા સમાજ આયોજિત આ કાર્યક્રમનું આજે સમાપન થશે.

નવેમ્બર 24, 2024 8:29 એ એમ (AM) નવેમ્બર 24, 2024 8:29 એ એમ (AM)

views 5

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ ચૂંટણી પરિણામ નકારાત્મક રાજકારણની હાર છે. તેમણે કહ્યું કે આ ચૂંટણીમાં મહારાષ્ટ્રે વિકસિત ભારતનો સંકલ્પ મજબૂત કર્યો છે.

પક્ષના મુખ્યાલય ખાતે કાર્યકર્તાઓને સંબોધન કરતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ ચૂંટણી પરિણામ નકારાત્મક રાજકારણની હાર છે. તેમણે કહ્યું કે આ ચૂંટણીમાં મહારાષ્ટ્રે વિકસિત ભારતનો સંકલ્પ મજબૂત કર્યો છે. સમગ્ર દેશમાં માત્ર એક જ બંધારણ લાગુ છે અને તે બંધારણ બાબા સાહેબ આંબેડકરનું બંધારણ છે તેમ તેમણે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે હવે દુનિયાની કોઈ પણ શક્તિ કલમ 370 પાછી લાવી શકશે નહીં. તેમણે ભારતની પ્રગતિને આગળ ધપાવવા વૈશ્વિક સ્તરના આધાર માળખાને સ્થાપિત કરવા પ્રતિબદ્ધ હોવાનું જણાવ્યું હતું.