ડિસેમ્બર 10, 2024 9:50 એ એમ (AM)

views 10

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, દેશ આત્મનિર્ભર બનવાના માર્ગ પર આગળ વધી રહ્યો છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, દેશ આત્મનિર્ભર બનવાના માર્ગ પર આગળ વધી રહ્યો છે. આત્મનિર્ભર ભારત અભિયાન વૈશ્વિક છે અને તેની અસર પણ વૈશ્વિક છે. આ માટે સરકાર સર્વગ્રાહી અભિગમ સાથે આગળ વધી રહી છે. શ્રી મોદીએ ગઈકાલે જયપુરમાં રાઈઝિંગ રાજસ્થાન વૈશ્વિક રોકાણકાર પરિષદનું ઉદ્ઘાટન કર્યા બાદ કહ્યું કે, વિશ્વના રોકાણકારો અને નિષ્ણાતો ભારતને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મના મંત્રને અનુસરીને ભારતે દરેક ક્ષેત્રમાં જે વિકાસ સાધ્યો છે તે દેખાઈ રહ્યો છે. તેમણે કહ્યું કે, આઝાદી...

ડિસેમ્બર 10, 2024 9:45 એ એમ (AM)

views 7

નોઈડા આંતરરાષ્ટ્રીય વિમાનમથક રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર અને ઉત્તરપ્રદેશ માટે કનેક્ટિવિટી પૂરી પાડશે:પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, નોઈડા આંતરરાષ્ટ્રીય વિમાનમથક રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર અને ઉત્તર પ્રદેશ માટે કનેક્ટિવિટી પૂરી પાડશે અને લોકોનાં જીવનમાં સરળતા લાવશે. સોશિયલ મિડિયા પ્લેટફોર્મ X પર તેમણે જણાવ્યું કે, સરકાર સમૃદ્ધિ વધારવા ઉચ્ચ-ગુણવત્તા ધરાવતી માળખાકીય સુવિધા સુનિશ્ચિત કરવા અને કનેક્ટિવિટીની શક્તિનો લાભ લેવા અનેક પગલાં લઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, ગ્રેટર નોઈડામાં નિર્માણાધિન નોઇડા આંતરરાષ્ટ્રીય વિમાનમથકે ગઈ કાલે સૌ પ્રથમ વાર ફ્લાઇટનું ઉતરાણ થયું હતું, જેને વોટર કેનનથી ઔપચારિ...

ડિસેમ્બર 8, 2024 7:42 પી એમ(PM)

views 13

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પૂર્વોત્તર રાજ્યોમાં શ્રેષ્ઠ સંચાર, ડિજિટલ સમાવેશ અને આંતરમાળખામાં રોકાણ દ્વારા થયેલી પ્રગતિની પ્રશંસા કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પૂર્વોત્તર રાજ્યોમાં શ્રેષ્ઠ સંચાર, ડિજિટલ સમાવેશ અને આંતરમાળખામાં રોકાણ દ્વારા થયેલી પ્રગતિની પ્રશંસા કરી છે. શ્રી મોદીએ કેન્દ્રીયમંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના લેખ વિશે સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયાઓ શેર કરી હતી. આ લેખની વિશેષતા એ છે કે વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવામાં ઉત્તર-પૂર્વની ભૂમિકા અગત્યની છે. પ્રધાનમંત્રીએ અષ્ટલક્ષ્મી મહોત્સવની પણ પ્રશંસા કરી જે ઉત્તર-પૂર્વ ક્ષેત્રમાં કાપડ, પ્રવાસનની તકો અને પરંપરાગત હસ્તકલાના મહત્વને ઉજાગર કરે છે. ત્રણ દિવસીય અષ્ટલક્ષ્મ...

ડિસેમ્બર 8, 2024 7:37 પી એમ(PM)

views 11

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે જયપુરમાં રાઈઝિંગ રાજસ્થાન વૈશ્વિક સમિટનું ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે જયપુરમાં રાઈઝિંગ રાજસ્થાન ગ્લોબલ ઈન્વેસ્ટમેન્ટ સમિટનું ઉદ્ઘાટન કરશે. જયપુર પ્રદર્શન અને સંમેલન કેન્દ્રમાં આયોજિત થનારી ત્રણ દિવસીય સમિટમાં પ્રધાનમંત્રી સંબોધન કરશે. આ પ્રસંગે રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા, કેન્દ્રીય અને રાજ્ય મંત્રીમંડળના અનેક સભ્યો પણ હાજર રહેશે. પાંચ હજારથી વધુ વેપાર અને વેપાર પ્રતિનિધિઓ, રાજદ્વારીઓ અને રોકાણકારો, પ્રતિનિધિઓ અને અન્ય સહભાગીઓ ભવ્ય રોકાણ સમિટમાં હાજરી આપશે. સમિટ પહેલા રોકાણની દરખાસ્તો માટે 30 લાખ કરોડ રૂપિયાના કરાર પર હસ...

ડિસેમ્બર 8, 2024 8:41 એ એમ (AM)

views 8

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, ભારતે ક્ષય રોગ નાબૂદી ક્ષેત્રે અપનાવેલી બહુ આયામી 100 દિવસની ખાસ ઝુંબેશના લીધે ક્ષય રોગ સામેની લડત વધુ નિર્ણાયક બની છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, ભારતે ક્ષય રોગ નાબૂદી ક્ષેત્રે અપનાવેલી બહુ આયામી 100 દિવસની ખાસ ઝુંબેશના લીધે ક્ષય રોગ સામેની લડત વધુ નિર્ણાયક બની છે. સોશિયલ મિડિયામાં શ્રી મોદીએ કહ્યું કે, ભારતે ક્ષય રોગના દર્દીઓને અપાતી સારવાર સઘન બનાવવી, જનભાગીદારી, અસરકારક નવી દવાઓ અને ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ જેવી બહુઆયામી બાબતોનો ક્ષય રોગ સામેની ખાસ ઝુંબેશમાં સમાવેશ કર્યો છે.

ડિસેમ્બર 8, 2024 8:40 એ એમ (AM)

views 12

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાગરિકોને 2047 સુધીમાં વિકિસિત ભારતના લક્ષ્ય તરફ દેશની કૂચ પાછળનું બળ બનવાનું આહ્વાન કર્યું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાગરિકોને 2047 સુધીમાં વિકિસિત ભારતના લક્ષ્ય તરફ દેશની કૂચ પાછળનું બળ બનવાનું આહ્વાન કર્યું છે. શ્રી મોદીએ જાહેરાત કરી હતી કે, યુવાનોને એક પ્લેટફોર્મ આપવા માટે આવતા મહિને "વિકિસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ" યોજવામાં આવશે. જેમાં વિચારોની આપ-લે કરવાની છે. પ્રધાનમંત્રી ગઈકાલે સાંજે ગુજરાતના અમદાવાદમાં બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ (BAPS) સંસ્થાના સ્વયંસેવકો દ્વારા નિઃસ્વાર્થ સેવાના 50 વર્ષ પૂરા થયાની ભવ્ય ઉજવણી કાર્યકાર સુવર્ણ મહોત્સવમાં વર્ચ્યુઅલ સંબોધન કરી રહ્ય...

ડિસેમ્બર 8, 2024 8:06 એ એમ (AM)

views 11

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ BAPS સુવર્ણ મહોત્સવમાં સેવાને ભારતીય સંસ્કૃતિનો મુખ્ય સિદ્ધાંત ગણાવ્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રમુખ સ્વામી મહારાજની 103મી જન્મજયંતી નિમિત્તે યોજાયેલા સુવર્ણ મહોત્સવમાં BAPS સંસ્થાની કામગીરીને બિરદાવી હતી તેમણે જણાવ્યું હતું કે BAPSના કાર્યકરોની કામગીરી ભારતના સમુદ્ધ આધ્યાત્મિક વારસાની ક્ષમતાનો પરિચય સમગ્ર વિશ્વને કરાવે છે. પ્રધાનમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે,ભારતીય સંસ્કૃતિના આંતરિક મૂલ્ય તરીકે સેવાના સિદ્ધાંત પર ભાર મૂકતા, શ્રી મોદીએ સ્વયંસેવકોને સમાજની સુધારણા માટેના સંકલ્પો હાંસલ કરીને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા વિનંતી કરી હતી. બોચાસણવાસી અક્ષર પુરૂષો...

ડિસેમ્બર 7, 2024 8:42 એ એમ (AM)

views 6

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વર્ચ્યુઅલ માધ્યમથી બીએપીએસ કાર્યકર મહોત્સવને સંબોધશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં બોચાસણવાસી અક્ષર પુરૂષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા – BAPS નો કાર્યકર સુવર્ણ મહોત્સવ આજે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાશે. આ પ્રસંગે BAPS સંસ્થાના વડા મહંત સ્વામી તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે. આશરે 30 દેશોના BAPS ના કાર્યકરોની ઉપસ્થિતિમાં બે હજારથી વધુ કલાકારો સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરશે. BAPS સંસ્થાના સ્વયં સેવકોએ કોવિડ-19 ઉપરાંત ધરતીકંપ, પુર જેવી કુદરતી આપત્તિઓમાં 25 ગામોનું પુનઃવર્સ...

ડિસેમ્બર 6, 2024 7:46 પી એમ(PM)

views 11

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં બોચાસણવાસી અક્ષર પુરૂષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા – BAPS નો કાર્યકર સુવર્ણ મહોત્સવ આવતીકાલે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં બોચાસણવાસી અક્ષર પુરૂષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા – BAPS નો કાર્યકર સુવર્ણ મહોત્સવ આવતીકાલે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાશે. આ પ્રસંગે BAPS સંસ્થાના વડા મહંત સ્વામી તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે. આશરે 30 દેશોના BAPS ના કાર્યકરોની ઉપસ્થિતિમાં બે હજારથી વધુ કલાકારો સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરશે. BAPS સંસ્થાના સ્વયં સેવકોએ કોવિડ-19 ઉપરાંત ધરતીકંપ, પુર જેવી કુદરતી આપત્તિઓમાં 25 ગામોનું પુન...

ડિસેમ્બર 6, 2024 7:42 પી એમ(PM)

views 10

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં અષ્ટલક્ષ્મી મહોત્સવનો શુભારંભ કરાવતાં જણાવ્યું કે, ઇશાન ભારત દેશના વિકાસને ગતિ આપવાની ક્ષમતા ધરાવે છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં અષ્ટલક્ષ્મી મહોત્સવનો શુભારંભ કરાવતાં જણાવ્યું કે, ઇશાન ભારત દેશના વિકાસને ગતિ આપવાની ક્ષમતા ધરાવે છે. તેમણે કહ્યું કે, અષ્ટલક્ષ્મી મહોત્સવના લીધે ઇશાન ભારતના રાજયોમાં મૂડીરોકાણોની તકોમાં વધારો થશે. આ મહોત્સવના પગલે ઇશાન ભારતના ઉજજવળ ભાવિનો આરંભ થઇ રહ્યો છે. અને વિકસિત ભારતના મિશનને નવું બળ મળશે. આજથી ત્રણ દિવસ સુધી ચાલનાર અષ્ટલક્ષ્મી મહોત્સવમાં ઇશાન ભારતની સમૃદ્ધ સંસ્કૃતિ અને પરંપરાગત કલા અને હસ્તકલાઓનો પરિચય અપાઇ રહ્યો છે. આ મહોત્સવમાં ઇશાન ભારતનો કાપડ ઉદ્...