ડિસેમ્બર 15, 2024 8:28 એ એમ (AM) ડિસેમ્બર 15, 2024 8:28 એ એમ (AM)
2
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે બંધારણ દેશની એકતાનો મુખ્ય આધારસ્તંભ છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે બંધારણ દેશની એકતાનો મુખ્ય આધારસ્તંભ છે. બંધારણના 75 વર્ષ પૂર્ણ થવા પર લોકસભામાં ચર્ચાનો જવાબ આપતા તેમણે કહ્યું કે ભારતીય લોકશાહી વિશ્વ માટે પ્રેરણારૂપ છે. લોકસભામાં ભારતના બંધારણના 75 વર્ષની ભવ્ય યાત્રા પર ચર્ચા 15 કલાકથી વધુ ચાલી હતી. ગઈકાલે બે દિવસની લાંબી ચર્ચાની શરૂઆત કરતા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું હતું કે ભારતીય બંધારણે સામાજિક, આર્થિક, રાજકીય અને સાંસ્કૃતિક જીવનના તમામ પાસાઓને કેન્દ્રમાં રાખીને રાષ્ટ્રનિર્માણનો માર્ગ મોકળો કર્યો છે. ચર્ચા દ...