ડિસેમ્બર 25, 2024 8:46 એ એમ (AM) ડિસેમ્બર 25, 2024 8:46 એ એમ (AM)

views 6

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી અસંખ્ય લોકોને પ્રેરણા આપનાર મુઠ્ઠેરી ઉંચા રાજનેતા હતા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી અસંખ્ય લોકોને પ્રેરણા આપનાર મુઠ્ઠેરી ઉંચા રાજનેતા હતા. શ્રી વાજપેયીને તેમની 100મી જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપતાં શ્રી મોદીએ કહ્યું કે 21મી સદીમાં ભારતના વિકાસના શિલ્પકાર તરીકે રાષ્ટ્ર હંમેશા અટલજીનો આભારી રહેશે. જુદા જુદા અખબારોમાં પ્રકાશિત થયેલા એક લેખમાં, પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે વિનમ્ર શ્રી વાજપેયીએ સામાન્ય નાગરિકના સંઘર્ષ અને અસરકારક શાસનની પરિવર્તનશીલ શક્તિનો અહેસાસ કર્યો હતો. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું...

ડિસેમ્બર 24, 2024 2:02 પી એમ(PM) ડિસેમ્બર 24, 2024 2:02 પી એમ(PM)

views 4

પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની 100મી જન્મજયંતિ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મધ્યપ્રદેશના ખજૂરાહોમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરશે

પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની 100મી જન્મજયંતિ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મધ્યપ્રદેશની મુલાકાત લેશે.તેઓ ખજુરાહોમાં અનેકવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી કેન-બેતવા નદીને જોડતી રાષ્ટ્રીય પરિયોજનાનો શિલાન્યાસ કરશે, જે રાષ્ટ્રીય પરિપ્રેક્ષ્ય યોજના હેઠળ દેશની પ્રથમ ઇન્ટરલિંકિંગ ઓફ નદીઓ પ્રોજેક્ટ છે.આ પ્રોજેક્ટ મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશના વિવિધ જિલ્લાઓમાં સિંચાઈની સુવિધા પૂરી પાડશે અને લાખો ખેડૂત પરિવારોને ફાયદો થશે. આ પ્રોજેક્ટ વિસ્તારના લોકોન...

ડિસેમ્બર 24, 2024 1:59 પી એમ(PM) ડિસેમ્બર 24, 2024 1:59 પી એમ(PM)

views 5

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નીતિ આયોગની બજેટ પૂર્વની બેઠકમાં દેશના અર્થશાસ્રીઓ સાથે બેઠકમાં ભાગ લીધો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હી ખાતે નીતિ આયોગની બેઠકમાં હાજરી આપી હતી.આગામી બજેટ પૂર્વની બેઠક યોજાઇ હતી.જેમાં દેશના અર્થશાસ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા.કેન્દ્રીય નાણામત્રી નિર્મલા સિતારમણની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં પ્રધાનમંત્રીએ વિવિધ આર્થિક મુદ્દાઓ અંગે અર્થશાસ્ત્રીઓ સાથે ચર્ચા કરી હતી.

ડિસેમ્બર 24, 2024 9:21 એ એમ (AM) ડિસેમ્બર 24, 2024 9:21 એ એમ (AM)

views 5

ભારત તેની વિદેશનીતિમાં રાષ્ટ્રીય હિત અને માનવ હિત બંનેને પ્રાથમિકતા આપે છે: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું ભારત તેની વિદેશનીતિમાં રાષ્ટ્રીય હિત અને માનવ હિત બંનેને પ્રાથમિકતા આપે છે અને ભારત પોતાના નાગરિકોની સુરક્ષા કરવાનું પોતાનું કર્તવ્ય માને છે. ગઇકાલે નવી દિલ્હીમાં ઈન્ડિયન કેથોલિક બિશપ્સ કોન્ફરન્સ દ્વારા આયોજિત ક્રિસમસ સેલિબ્રેશનને સંબોધતા પ્રધાનમંત્રીએ દેશના યુવાનોએ ખાતરી આપી છે કે વિકસિત ભારતનું સપનું ચોક્કસપણે સાકાર થશે. તેમણે કહ્યું કે દેશના ભવિષ્યમાં આપણા બધાની મહત્વની ભૂમિકા છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે જ્યારે સમાજમાં હિંસા ફેલાવવાના પ્રયાસો થાય છે ત્યારે ત...

ડિસેમ્બર 23, 2024 10:48 એ એમ (AM) ડિસેમ્બર 23, 2024 10:48 એ એમ (AM)

views 7

પીએમ મોદી આજે વીડિયો કોન્ફરન્સથી 71000 યુવાનોને નિયુક્તિ પત્ર એનાયત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવનિયુક્ત ઉમેદવારોને વીડિયો કૉન્ફરન્સના માધ્યમથી 71 હજારથી વધુ નિમણૂકપત્ર એનાયત કરશે. ગાંધીનગરના બીએસએફ હેડ ક્વાટર્સ ખાતે પણ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની ઉપસ્થિતિમાં યુવાનોને નિયુક્તિ પત્ર એનાયત કરાશે. દેશભરના 45 સ્થળ પર યોજાનારો આ રોજગાર મેળો રોજગાર સર્જનને વધુ પ્રાથમિકતા આપવાની પ્રધાનમંત્રીની પ્રતિબદ્ધlતાને પૂર્ણ કરવાની દિશામાં એક પગલું છે, જે દેશનિર્માણ અને સ્વરોજગારમાં યુવાનોની ભાગીદારીને તક પૂરી પાડશે. દેશભરમાંથી પસંદગી પામેલા નવનિયુક્ત ઉમેદવારોની ગૃહ મંત...

ડિસેમ્બર 19, 2024 8:34 એ એમ (AM) ડિસેમ્બર 19, 2024 8:34 એ એમ (AM)

views 4

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી ડિક શૂફે એ બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત કરવા માટે ટેલિફોનીક વાતચીત કરી હતી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી ડિક શૂફે એ બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત કરવા માટે ટેલિફોનીક વાતચીત કરી હતી. શ્રી શૂફેએ આ માટે પ્રધાનમંત્રી મોદીને ફોન કર્યો હતો. બંને નેતાઓએ ભારત અને નેધરલેન્ડ વચ્ચેની વિશ્વસનીય અને મૂલ્યવાન ભાગીદારીને રેખાંકિત કરી હતી. બંને નેતાઓએ ભારત અને નેધરલેન્ડના નાગરિકો વચ્ચે ગાઢ સંબંધો બાંધવા અને શિક્ષણ અને સંસ્કૃતિના ક્ષેત્રોમાં આદાનપ્રદાન વધારવા પર ભાર મૂક્યો હતો.

ડિસેમ્બર 18, 2024 8:51 એ એમ (AM) ડિસેમ્બર 18, 2024 8:51 એ એમ (AM)

views 33

સરકારે એક રાષ્ટ્ર એક ચૂંટણી ખરડાને વધુ ચર્ચા માટે સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ને મોકલ્યો

સરકારે એક રાષ્ટ્ર એક ચૂંટણી ખરડાને વધુ ચર્ચા માટે સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ને મોકલ્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે લોકસભામાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતે સૂચન કર્યું હતું કે વિધેયકને જેપીસીને મોકલવું જોઈએ કારણ કે તેના પર દરેક સ્તરે વિગતવાર ચર્ચા થવી જોઈએ. જેપીસી એ ચોક્કસ વિષય અથવા વિધેયકની સંપૂર્ણ તપાસ કરવા માટે સંસદ દ્વારા સ્થપાયેલી એડહોક સમિતિ છે. તેમાં બંને ગૃહો તેમજ શાસક અને વિરોધ પક્ષોના સભ્યોનો સમાવેશ થાય છે. જો કે, જેપીસીના સભ્યોની સંખ્યા અને રચના મર્યાદિત નથી....

ડિસેમ્બર 17, 2024 9:48 એ એમ (AM) ડિસેમ્બર 17, 2024 9:48 એ એમ (AM)

views 5

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 29મી ડિસેમ્બરનાં રોજ આકાશવાણી પર ‘મન કી બાત’ કાર્યક્રમમાં દેશ અને વિદેશનાં લોકો સાથે પોતાનાં વિચારો રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 29મી ડિસેમ્બરનાં રોજ આકાશવાણી પર ‘મન કી બાત’ કાર્યક્રમમાં દેશ અને વિદેશનાં લોકો સાથે પોતાનાં વિચારો રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 117મી કડી હશે. લોકો ટોલ ફ્રી નંબર 1800-11-7800 પર આ કાર્યક્રમ માટે પોતાના વિચારો અને સૂચનો રજૂ કરી શકે છે. આ ઉપરાંત નરેન્દ્ર મોદી એપ અથવા MyGov ઓપન ફોરમ દ્વારા પણ લોકો પોતાનાં વિચારો રજૂ કરશે. 27 ડિસેમ્બર સુધી સૂચનો સ્વીકારવામાં આવશે. આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણી અને દૂરદર્શનનાં સમગ્ર નેટવર્ક, AIR ન્યૂઝ વેબસાઈટ અને newsonair મોબાઇલ...

ડિસેમ્બર 17, 2024 9:32 એ એમ (AM) ડિસેમ્બર 17, 2024 9:32 એ એમ (AM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જયપુરમાં રાજસ્થાન સરકારના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત કાર્યક્રમમાં ભાગ લેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જયપુરમાં રાજસ્થાન સરકારના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત કાર્યક્રમમાં ભાગ લેશે. આ પ્રસંગે તેઓ 46 હજાર 300 કરોડ રૂપિયાના ઉર્જા, માર્ગ , રેલ્વે અને પાણી પુરવઠા સંબંધિત 24 પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી એક જનસભાને પણ સંબોધિત કરશે. આ કાર્યક્રમમાં રાજસ્થાન ઉપરાંત મધ્યપ્રદેશના મુખ્યમંત્રી અને અનેક કેન્દ્રીય મંત્રીઓ હાજર રહેશે.

ડિસેમ્બર 17, 2024 9:26 એ એમ (AM) ડિસેમ્બર 17, 2024 9:26 એ એમ (AM)

views 3

રાજ્યસભામાં આજે બંધારણ અંગેની ચર્ચામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જવાબ આપશે.

રાજ્યસભા આજે ભારતના બંધારણના 75 વર્ષની ગૌરવપૂર્ણ યાત્રા પર વિશેષ ચર્ચા ફરી શરૂ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉપલા ગૃહમાં ચર્ચાનો જવાબ આપશે. ગઈકાલે ઉપલા ગૃહમાં બે દિવસીય વિશેષ ચર્ચા શરૂ થઈ હતી. ચર્ચાની શરૂઆત કરતા, કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે બંધારણ સભાના સભ્યોને શ્રદ્ધાંજલિ આપી, તેના 15 મહિલા સભ્યોને વિશેષ માન્યતા આપી હતી. શ્રીમતી સીતારમણે કહ્યું કે, આ પવિત્ર દસ્તાવેજમાં સમાવિષ્ટ ભાવનાને જાળવી રાખનાર ભારતનું નિર્માણ કરવાની પ્રતિબદ્ધતાને દોહરાવવાનો આ સમય છે. મંત્રીએ અભિવ્યક્તિની ...