ફેબ્રુવારી 23, 2025 2:21 પી એમ(PM) ફેબ્રુવારી 23, 2025 2:21 પી એમ(PM)
12
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ‘મન કી બાત’ કાર્યક્રમમાં કહ્યું, A.I. ક્ષેત્રમાં ભારત ઝડપથી પોતાની મજબૂત ઓળખ બનાવી રહ્યું છે.”
નરેન્દ્ર મોદીએ કહ્યું, “કૃત્રિમ બુદ્ધિમત્તા- A.I. ક્ષેત્રમાં ભારત ઝડપથી પોતાની મજબૂત ઓળખ બનાવી રહ્યું છે.” આકાશવાણી પરથી પ્રસારિત થયેલા ‘મન કી બાત’ કાર્યક્રમના માધ્યમથી દેશને સંબોધિત કરતાં શ્રી મોદીએ કહ્યું, “ભારતના લોકો નવી ટેક્નોલૉજી અપનાવવામાં કોઈનાથી પાછળ નથી.” શ્રી મોદીએ તાજેતરમાં પૅરિસમાં A.I. સંમેલનમાં પોતાના અનુભવની પણ વાત કરી. પ્રધાનમંત્રીએ ગયા મહિને ઇસરોએ પોતાનું 100મું રૉકેટ લૉન્ચ કર્યું તે અંગે ગૌરવ વ્યક્ત કર્યું હતું. પ્રધાનમંત્રીએ આ મહિનાની 28મી તારીખે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણ...