ડિસેમ્બર 14, 2024 12:59 પી એમ(PM) ડિસેમ્બર 14, 2024 12:59 પી એમ(PM)
6
ફિલ્મ અભિનેતા અલ્લુ અર્જૂન ચંચલગુડા મધ્યસ્થ જેલમાંથી મુક્ત
ફિલ્મ અભિનેતા અલ્લુ અર્જૂન હૈદરાબાદના ચંચલગુડા મધ્યસ્થ જેલમાં એક રાત વિતાવ્યા બાદ આજે સવારે મુક્ત થયા છે. ફિલ્મ પુષ્પા-2ના પ્રીમિયર દરમિયાન થયેલી નાસભાગમાં એક મહિલાના મોત મામલે ગઈકાલે તેમની ધરપકડ થઈ હતી. ત્યારબાદ ગઈકાલે સાંજે તેલંગાણા વડી અદાલતે તેમને ચાર સપ્તાહના વચગાળાની જામીન આપ્યા હતા. દરમિયાન કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, ફિલ્મ પુષ્પા 2ના પ્રીમિયર દરમિયાન સંધ્યા સિનેમાગૃહમાં થયેલી દુર્ઘટના રાજ્ય અને સ્થાનિક તંત્રની અવ્યવસ્થાની વાત છે. સોશિયલ મીડિયાના એક સંદેશમા...