ફેબ્રુવારી 14, 2025 3:47 પી એમ(PM) ફેબ્રુવારી 14, 2025 3:47 પી એમ(PM)

views 9

પશ્ચિમ રેલવે દ્વારા સાબરમતી-બનારસ વચ્ચે મહાકુંભ માટે વધુ એક વિશેષ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવાયો

પશ્ચિમ રેલવે દ્વારા સાબરમતી-બનારસ વચ્ચે મહાકુંભ માટે વધુ એક વિશેષ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવાયો છે. 22 ફેબ્રુઆરીના રોજ ટ્રેન 09453 સાબરમતીથી 11 કલાકે ઉપડશે અને બીજા દિવસે સાંજે 4 કલાકે બનારસ પહોંચશે. તેવી જ રીતે, 23 ફેબ્રુઆરીએ ટ્રેન નં. 09454 બનારસથી સાંજે સાડા સાત વાગ્યે ઉપડશે અને ત્રીજા દિવસે રાત્રે 1 વાગ્યે સાબરમતી પહોંચશે. ટ્રેન નંબર 09453 નું બુકિંગ આવતીકાલથી બધા પીઆરએસ કાઉન્ટરો અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના સ્ટોપેજ, સમય અને સંરચના અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indi...

જાન્યુઆરી 21, 2025 3:39 પી એમ(PM) જાન્યુઆરી 21, 2025 3:39 પી એમ(PM)

views 8

પશ્ચિમ રેલવે દ્વારા માહિમ અને બાંદ્રા સ્ટેશન વચ્ચે પુલનું નિર્માણકાર્ય ચાલીરહ્યું હોવાથી 24, 25 અને 26 જાન્યુઆરીએ દોડનારી કેટલીક ટ્રેનને અસર થશે

પશ્ચિમ રેલવે દ્વારા માહિમ અને બાંદ્રા સ્ટેશન વચ્ચે પુલનું નિર્માણકાર્ય ચાલી રહ્યું હોવાથી 24, 25 અને 26 જાન્યુઆરીએ દોડનારી કેટલીક ટ્રેનને અસર થશે.સત્તાવાર યાદી મુજબ, 25મીએ મુંબઈ સૅન્ટ્રલ-હાપા દુરન્તો એક્સપ્રૅસ અને 26મીએહાપા-મુંબઈ સેન્ટ્રલ દુરન્તો એક્સપ્રૅસ ટ્રેન રદ રહેશે. જ્યારે 24મીએ પોરબંદર-દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રૅસ બોરીવલી થોડો સમય બંધ રહેશે. તેમજ બોરીવલી અને દાદર વચ્ચેઆંશિક રીતે રદ રહેશે. ઉપરાંત 25મીએ અમદાવાદ-દાદર ગુજરાત મૅલ પાલઘરમાં થોડાક સમય બંધ રહેશે. તેમજ પાલઘર અને દાદર વચ્ચે આંશિક રીતે આ...

ડિસેમ્બર 12, 2024 8:10 એ એમ (AM) ડિસેમ્બર 12, 2024 8:10 એ એમ (AM)

views 6

પશ્ચિમ રેલવે દ્વારા ગત જુલાઈથી ડિસેમ્બર મહિના સુધીના સમયગાળામાં 78 જોડી ટ્રેનમાં સામાન્ય શ્રેણીના 150 વધારાના નવા ડબ્બા જોડવામાં આવ્યા છે.

પશ્ચિમ રેલવે દ્વારા ગત જુલાઈથી ડિસેમ્બર મહિના સુધીના સમયગાળામાં 78 જોડી ટ્રેનમાં સામાન્ય શ્રેણીના 150 વધારાના નવા ડબ્બા જોડવામાં આવ્યા છે. આનાથી સમાજના આર્થિકરૂપે અશક્ત વર્ગો માટે મુસાફરીની સુવિધા સરળ બનશે. પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેકે જણાવ્યું કે, દેશના તમામ રેલવે ઝોન અને વિભાગમાં વધારાના સામાન્ય ડબ્બાઓ જોડવાની પ્રક્રિયા ચાલી રહી છે. સામાન્ય ડબ્બાઓની વધતી માગને પહોંચી વળવા વિશેષ ઉત્પાદન કાર્યક્રમ શરૂ કરાયો છે. આ નાણાકીય વર્ષમાં એક હજાર 914 કોચ પહેલેથી જોડાવામાં આવ્યા છે, ...

ડિસેમ્બર 10, 2024 10:11 એ એમ (AM) ડિસેમ્બર 10, 2024 10:11 એ એમ (AM)

views 5

પશ્ચિમ રેલવે દ્વારા પેન્શનરો માટે વિશેષ DLC એટલે કે, ડિજીટલ લાઈફ સર્ટીફીકેટ અભિયાન શરૂ કરાયું

પશ્ચિમ રેલવે દ્વારા પેન્શનરો માટે વિશેષ DLC એટલે કે, ડિજીટલ લાઈફ સર્ટીફીકેટ અભિયાન શરૂ કરાયું છે. પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેકે જણાવ્યું કે, વૃદ્ધ, અશક્ત અને બિમાર પેન્શનરો ઘરેથી જ જીવન પ્રમાણપત્ર જમા કરાવી શકે તે માટે પશ્ચિમ રેલવેના તમામ છ મંડળોમાં DLC અભિયાનનો પ્રારંભ થયો છે. જે અંતર્ગત વિવિધ સ્થળો પર શિબિર, સેમિનાર અને બેકિંગ સેવાના કાઉન્ટરો લગાવવામાં આવ્યા. શિબિરોમાં 1 હજાર 500 જેટલા પેન્શનરોએ ભાગ લીધો તથા 900 પેન્શનરોએ ડીજીટલરૂપે જીવન પ્રમાણપત્ર જમા કરાવ્યું હતું.

ઓક્ટોબર 26, 2024 10:10 એ એમ (AM) ઓક્ટોબર 26, 2024 10:10 એ એમ (AM)

views 7

પશ્ચિમ રેલવે દ્વારા દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખી મુસાફરો માટે 278 વિશેષ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે.

પશ્ચિમ રેલવે દ્વારા દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખી મુસાફરો માટે 278 વિશેષ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે. આ વિશેષ ટ્રેનો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટથી દોડાવવામાં આવશે. પૂર્વ અને ઉત્તર ભારત તરફની ટ્રેનો વધુ પ્રમાણમાં દોડાવાઇ રહી હોવાની માહિતી પશ્ચિમ રેલવેના વરિષ્ઠ જનસંપર્ક અધિકારી પ્રદિપ શર્માએ આપી હતી.

ઓક્ટોબર 25, 2024 10:30 એ એમ (AM) ઓક્ટોબર 25, 2024 10:30 એ એમ (AM)

views 4

તહેવારોને પગલે પશ્ચિમ રેલવે દ્વારા 7 વિશેષ ટ્રેન શરૂ ચલાવવામાં આવશે

તહેવારોને પગલે પશ્ચિમ રેલવે દ્વારા 7 વિશેષ ટ્રેન શરૂ ચલાવવામાં આવશે. દિવાળીથી શરૂ કરીને છઠ પૂજા સુધી આ ટ્રેનો ચલાવવામાં આવશે. જેમાં સાબરમતી લખનઉ સ્પેશિયલ, અમદાવાદ – દાનાપુર સ્પેશિયલ, અમદાવાદ બનારસ સ્પેશિયલ, અમદાવાદ – જયનગર સ્પેશિયલ, રાજકોટ – ગોરખપુર સ્પેશિયલ સહિતની ટ્રેનોનો સમાવેશ થાય છે. દરમિયાન ભાવનગરથી ઉધના સ્પેશિયલ ટ્રેન શરૂ કરાઈ છે. ટ્રેન નંબર 09021 એ 28 ઑક્ટોબરથી 30 ડીસેમ્બર દરમિયાન ઉધનાથી ભાવનગર વચ્ચે ચલાવવામાં આવશે. આ ટ્રેન કુલ 10 ફેરા કરશે. 25 ઑક્ટોબરથી તેનું બૂકિંગ કરી શકાશે.

સપ્ટેમ્બર 21, 2024 9:59 એ એમ (AM) સપ્ટેમ્બર 21, 2024 9:59 એ એમ (AM)

views 11

વડોદરા રેલવે ડિવિઝનમાં ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ

વડોદરા રેલવે ડિવિઝનમાં ટ્રેનને ઉથલાવી દેવાનો પ્રયાસ આવ્યો હતો. જો કે, રેલવે કર્મીની સમય સૂચકતાથી દુર્ઘટના ટળી હતી. વડોદરા રેલવે ડિવિઝન સુરતના કીમ રેલવે રેલવે સ્ટેશનથી થોડે દૂર કોઈ અજાણ્યા શખ્સોએ રેલવે ટ્રેક પર ફિશ પ્લેટ અને ચાવીઓ મૂકીને ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ અંગેની રેલવે કર્મચારીને જાણ થતાં તેમણે સ્થળ પર પહોંચીને ટ્રેક પર મૂકાયેલી ફિશ પ્લેટ અને ચાવીઓને દૂર કરવામાં આવી હતી. આમ રેલવે કર્મચારીની સમય સૂચકતાથી મોટી દુર્ઘટના અને જાનહાનિ થતાં અટકી ગઈ હતી.

જુલાઇ 30, 2024 3:29 પી એમ(PM) જુલાઇ 30, 2024 3:29 પી એમ(PM)

views 7

પશ્ચિમ રેલવે વિભાગ દ્વારા ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરો માટે પેમેન્ટની વધુ એક સુવિધા શરૂ કરાઇ

પશ્ચિમ રેલવે વિભાગ દ્વારા ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરો માટે પેમેન્ટની વધુ એક સુવિધા શરૂ કરાઇ છે. મહેસાણાના રેલવે સ્ટેશનથી હવે QR કોડ સ્કેન કરી ટ્રેનની ટીકીટ ખરીદી શકાશે. હાલમાં બે કાઉન્ટર ઉપર સુવિધા શરૂ કરાઇ છે. ડીજીટલ સેવાને વધુ વેગવાન બનાવવા મુસાફરોને રોકડ રૂપિયાથી છુટકારો મળશે. અમદાવાદ બાદ ઉત્તર ગુજરાતમાં મહેસાણા ખાતે શરૂઆત કરવામાં આવી છે.

જુલાઇ 30, 2024 11:33 એ એમ (AM) જુલાઇ 30, 2024 11:33 એ એમ (AM)

views 8

ઝારખંડના ચક્રધરપુરમાં વહેલી સવારે ટ્રેન પાટા પરથી ઉતરી જતાં બેના મોત

ઝારખંડમાં આજે સવારે હાવડા—મુંબઈ મેલના 18 ડબ્બા પાટા પરથી ઉતરી જવાના કારણે અનેક પ્રવાસી ઈજાગ્રસ્ત થયા હતા.ચક્રધરપુર રેલવે મંડળ હેઠળ પોટોબેડા ગામની પાસે બડાબામ્બો અને ખરસાવા રેલવે સ્ટેશનની વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો. આ ટ્રેન હાવડાથી છત્રપતિ શિવાજી ટર્મિનસ જઈ રહી હતી. ચક્રધરપુર મંડળના વરિષ્ઠ DCM આદિત્યકુમાર ચૌધરીએ કહ્યું કે, ઈજાગ્રસ્ત પ્રવાસીઓને સ્થાનિક હૉસ્પિટલમાં દાખલ કરાયા છે. જ્યારે ઘટનાસ્થળે રાહત ટુકડીએ રાહત અને બચાવ કામગીરી શરૂ કર્યું છે.

જુલાઇ 27, 2024 9:26 એ એમ (AM) જુલાઇ 27, 2024 9:26 એ એમ (AM)

views 7

પશ્ચિમ રેલવે બે ગણપતિ મહોત્સવ સાપ્તાહિક વિશેષ ટ્રેન દોડાવશે

પશ્ચિમ રેલવે દ્વારા ગણપતિ મહોત્સવ દરમિયાન અમદાવાદથી કુડાલ અને અમદાવાદથી મેંગલુરુ સ્ટેશન વચ્ચે વિશેષ ભાડા પર બે સાપ્તાહિક વિશેષ ટ્રેનો ચલાવવામાં આવશે. પશ્ચિમ રેલવેના જણાવ્યા મુજબ, અમદાવાદ–કુડાલ સાપ્તાહિક સ્પેશિયલ 3, 10 અને 17 સપ્ટેમ્બરનાં રોજ અમદાવાદથી સવારે સાડા નવ વાગ્યે ઉપડશે. જ્યારે કુડાલ-અમદાવાદ સાપ્તાહિક સ્પેશિયલ 4, 11 અને 18 સપ્ટેમ્બરનાં રોજ કુડાલથી સવારે 4.30 કલાકે ઉપડશે. તો અમદાવાદ–મેંગલુરુ સાપ્તાહિક સ્પેશિયલ 6, 13 અને 20 સપ્ટેમ્બરનાં રોજ અમદાવાદથી સાંજે ચાર કલાકે ઉપડશે. અને મેંગલુરુ-અમદ...