સપ્ટેમ્બર 20, 2024 2:38 પી એમ(PM) સપ્ટેમ્બર 20, 2024 2:38 પી એમ(PM)
4
નરેન્દ્ર મોદી સરકારે તેની ત્રીજી મુદતનાં પ્રથમ 100 દિવસ પૂર્ણ કર્યા
નરેન્દ્ર મોદી સરકારે તેની ત્રીજી મુદતનાં પ્રથમ 100 દિવસ પૂર્ણ કર્યા છે. આ સમયગાળામાં સરકારે આરોગ્ય ક્ષેત્રનું માળખું વધુ મજબૂત કર્યું છે અને અનેક યોજનાઓ શરૂ કરી છે. અમારા પ્રતિનિધી જણાવે છે કે, આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ 70 વર્ષથી વધુ વયનાં તમામ વરિષ્ઠ નાગરિકોને આવકનાં કોઈ બાધ વિના પાંચ લાખ રૂપિયાનો આરોગ્ય વીમો પૂરો પાડવામાં આવશે. આ યોજના પાછળ ત્રણ હજાર 437 કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે, જેનો લાભ છ કરોડ વરિષ્ઠ નાગરિકોને થશે. આ ઉપરાંત, મેડિકલ કોલેજમાં 75 હજાર વધારાની બેઠકો ઉમેર...