ડિસેમ્બર 26, 2024 9:05 એ એમ (AM) ડિસેમ્બર 26, 2024 9:05 એ એમ (AM)

views 9

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ્ ખાતે વીર બાળ દિવસની ઉજવણી કાર્યક્રમમાં ભાગ લેશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ્ ખાતે વીર બાળ દિવસની ઉજવણી કાર્યક્રમમાં ભાગ લેશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી સુપોષિત ગ્રામ પંચાયત અભિયાનનો પ્રારંભ કરાવશે. જેનો ઉદેશ્ય પોષણ સંબંધિત સેવાઓના સુદઢ અમલીકરણ અને સક્રિય સમુદાયની ભાગીદારીને સુનિશ્ચિત કરીને સુખાકારીમાં વધારો કરવાનો છે. આ કાર્યક્રમમાં અંદાજે ત્રણ હજાર 500 બાળકો અને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર વિજેતાઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહેશે. વીર બાળ દિવસના મહત્વ વિશે જાગૃતિ ફેલાવવા અને દેશ પ્રત્યે સમર્પણની સંસ્કૃતિને પ્રોત્સ...

ડિસેમ્બર 23, 2024 10:48 એ એમ (AM) ડિસેમ્બર 23, 2024 10:48 એ એમ (AM)

views 7

પીએમ મોદી આજે વીડિયો કોન્ફરન્સથી 71000 યુવાનોને નિયુક્તિ પત્ર એનાયત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવનિયુક્ત ઉમેદવારોને વીડિયો કૉન્ફરન્સના માધ્યમથી 71 હજારથી વધુ નિમણૂકપત્ર એનાયત કરશે. ગાંધીનગરના બીએસએફ હેડ ક્વાટર્સ ખાતે પણ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની ઉપસ્થિતિમાં યુવાનોને નિયુક્તિ પત્ર એનાયત કરાશે. દેશભરના 45 સ્થળ પર યોજાનારો આ રોજગાર મેળો રોજગાર સર્જનને વધુ પ્રાથમિકતા આપવાની પ્રધાનમંત્રીની પ્રતિબદ્ધlતાને પૂર્ણ કરવાની દિશામાં એક પગલું છે, જે દેશનિર્માણ અને સ્વરોજગારમાં યુવાનોની ભાગીદારીને તક પૂરી પાડશે. દેશભરમાંથી પસંદગી પામેલા નવનિયુક્ત ઉમેદવારોની ગૃહ મંત...

ડિસેમ્બર 18, 2024 8:51 એ એમ (AM) ડિસેમ્બર 18, 2024 8:51 એ એમ (AM)

views 33

સરકારે એક રાષ્ટ્ર એક ચૂંટણી ખરડાને વધુ ચર્ચા માટે સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ને મોકલ્યો

સરકારે એક રાષ્ટ્ર એક ચૂંટણી ખરડાને વધુ ચર્ચા માટે સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ને મોકલ્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે લોકસભામાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતે સૂચન કર્યું હતું કે વિધેયકને જેપીસીને મોકલવું જોઈએ કારણ કે તેના પર દરેક સ્તરે વિગતવાર ચર્ચા થવી જોઈએ. જેપીસી એ ચોક્કસ વિષય અથવા વિધેયકની સંપૂર્ણ તપાસ કરવા માટે સંસદ દ્વારા સ્થપાયેલી એડહોક સમિતિ છે. તેમાં બંને ગૃહો તેમજ શાસક અને વિરોધ પક્ષોના સભ્યોનો સમાવેશ થાય છે. જો કે, જેપીસીના સભ્યોની સંખ્યા અને રચના મર્યાદિત નથી....

ડિસેમ્બર 6, 2024 11:02 એ એમ (AM) ડિસેમ્બર 6, 2024 11:02 એ એમ (AM)

views 8

પીએમ મોદી આજે અષ્ટલક્ષ્મી મહોત્સવનું ઉદઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે અષ્ટલક્ષ્મી મહોત્સવનું ઉદ્ઘાટન કરશે. ત્રણ દિવસીય આ ઉત્સવમાં ઉત્તર-પૂર્વના તમામ આઠ રાજ્યોની સંસ્કૃતિ, કાપડ ઉદ્યોગ, હસ્તકલા, પ્રવાસન સ્થળો અને અન્ય ઉત્પાદનોનું પ્રદર્શન કરવામાં આવશે. 250 થી વધુ કારીગરો અનન્ય હસ્તકલા, હેન્ડલૂમ અને 34 GI-ટેગવાળી વસ્તુઓ સહિત કૃષિ-બાગાયત ઉત્પાદનોનું પ્રદર્શન કરશે. આ ઉપરાંત આ કાર્યક્રમમાં ફેશન શો, ડિઝાઇન કોન્ક્લેવ, ખરીદનાર-વિક્રેતા બેઠકનું પણ આયોજન કરવામાં આવશે.

ડિસેમ્બર 3, 2024 8:09 પી એમ(PM) ડિસેમ્બર 3, 2024 8:09 પી એમ(PM)

views 2

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચંદીગઢમાં નવા ફોજદારી કાયદાના સફળ અમલીકરણની પ્રણાલિ રાષ્ટ્રને સમર્પિત કરી

પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદીએ ચંદીગઢમાં નવા ફોજદારી કાયદાના સફળ અમલીકરણની પ્રણાલિ રાષ્ટ્રને સમર્પિત કરી. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી અમિત શાહ પણ હાજર હતા. આ કાર્યક્રમને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે નવા ફોજદારી કાયદાનો અમલ એ આપણા બંધારણે આપણા દેશના નાગરિકો માટે જે આદર્શોની કલ્પના કરી છે તેને પૂર્ણ કરવાની દિશામાં એક નક્કર પગલું છે. તેમણે કહ્યું કે આ નવા કાયદા ભારતને સંસ્થાનવાદી વારસામાંથી મુક્ત કરશે. મોદીએ ચંદીગઢમાં નવા ફોજદારી કાયદાના સફળ અમલીકરણ બદલ પંજ...

ડિસેમ્બર 2, 2024 10:47 એ એમ (AM) ડિસેમ્બર 2, 2024 10:47 એ એમ (AM)

views 7

ઑક્ટોબરમાં યુપીઆઈ થકી રૂ. 16.15 અબજના નાણાંકીય વ્યવહાર થયા

યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ - UPIથી આ વર્ષે ઑક્ટોબર મહિનામાં 16 અબજ 15 કરોડના નાણાકીય વ્યવહાર થયા છે. માત્ર એક જ મહિનામાં UPIથી આ લેવડ-દેવડ થકી અંદાજે 23 લાખ 49 હજાર કરોડ રૂપિયાની ચૂકવણી કરવામાં આવી છે. ગયા વર્ષે ઑક્ટોબર મહિનાની સરખામણીએ આ 45 ટકા વધુ છે. UPIને વર્ષ 2016માં નેશનલ પેમેન્ટ્સ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા દ્વારા લોન્ચ કરાયું હતું. તેણે એક જ મોબાઈલ એપ્લિકેશનમાં બહુવિધ બેંક ખાતાઓને એકીકૃત કરીને દેશના નાણાકીય ચૂકવણીના પારિસ્થિતિક તંત્રમાં ક્રાંતિ લાવી છે. UPIએ નાણાકીય વ્યવહારોને જો ઝડપી, સુરક્...

નવેમ્બર 16, 2024 11:06 એ એમ (AM) નવેમ્બર 16, 2024 11:06 એ એમ (AM)

views 6

પીએમ મોદી આજથી છ દિવસ નાઈજીરીયા, બ્રાઝીલ અને ગુયાનાની મુલાકાતે જશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી છ દિવસ નાઈજીરીયા, બ્રાઝીલ અને ગુયાનાની મુલાકાતે જશે. ત્રણ દેશોની મુલાકાતના પ્રથમ તબક્કામા પીએમ મોદી નાઈજીરીયાના રાષ્ટ્રપ્રમુખ બોલા અહેમદ ટીનુબુના આમંત્રણ પર નાઈજીરીયા જશે. 17 વર્ષમાં ભારતના કોઈ પ્રધાનમંત્રીની નાઈજીરિયાની આ પ્રથમ મુલાકાત હશે. નાઈજીરિયામાં તેમના બે દિવસના રોકાણ દરમિયાન, પ્રધાનમંત્રી બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીની સમીક્ષા કરવા અને દ્વિપક્ષીય સંબંધોને વધારવા માટેના નાઈજીરીયાના ટોચના નેતૃત્વ સાથે વાતચીત કરશે. તેઓ નાઈજીરીયામાં ભારતીય સમુદાયના એક ...

નવેમ્બર 11, 2024 8:53 એ એમ (AM) નવેમ્બર 11, 2024 8:53 એ એમ (AM)

views 7

પ્રધાનમંત્રી મોદી આજે વડતાલમાં સ્વામિનારાયણ મંદિરના દ્વિશતાબ્દી મહોત્સવમાં વર્ચ્યૂઅલ સંબોધન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના ખેડા જિલ્લાના વડતાલમાં સ્વામિનારાયણ મંદિરના દ્વિશતાબ્દી સમારોહમાં વીડિયો કૉન્ફરન્સના માધ્યમથી સંબોધન કરશે. વડતાલમાં આવેલું સ્વામિનારાયણ મંદિર અનેક દાયકાઓથી લોકોના સામાજિક અને આધ્યાત્મિક જીવનની આસ્થાનું કેન્દ્ર રહ્યું છે. આ મંદિરનું નિર્માણ ભગવાન શ્રી સ્વામિનારાયણના આદેશ પર સદગુરુ બ્રહ્માનંદ સ્વામી અને સદગુરુ અક્ષરાનંદ સ્વામીએ કરાવ્યું હતું. વડતાલ સ્વામિનારાયણ મંદિરની સ્થાપનાને 200 વર્ષ પૂર્ણ થતાં દ્વિ-શતાબ્દી મહોત્સવની ઉજવણી કરાઈ રહી છે દેશ-હજારોની સંખ્યામ...

નવેમ્બર 9, 2024 10:33 એ એમ (AM) નવેમ્બર 9, 2024 10:33 એ એમ (AM)

views 7

રતન ટાટાની ચિરવિદાયને એક મહિનો થયો, તેમની ગેરહાજરી માત્ર રાષ્ટ્રમાં જ નહીં પરંતુ વિશ્વમાં વર્તાય છે : મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, સાચું નેતૃત્વ માત્ર વ્યક્તિની સિદ્ધિઓથી નહીં પરંતુ સૌથી વધુ નબળા લોકોની સંભાળ રાખવાની ક્ષમતા દ્વારા મપાય છે તે બાબત ઉદ્યોગપતિ અને પરોપકારી રતન ટાટાનુ જીવન યાદ અપાવે છે. એક રાષ્ટ્રીય દૈનિકમાં પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે, રતન ટાટાની ચિરવિદાયને એક મહિનો થઈ ગયો છે પરંતુ તેમની ગેરહાજરી માત્ર રાષ્ટ્રમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં સમાજના દરેક વર્ગમાં ઊંડે ઉંડે અનુભવાય છે. પ્રધાનમંત્રી કહ્યું કે, રતન ટાટાએ જે જીવનને સ્પર્શ્યું હતું અને જે સપનાઓને તેમણે ...

નવેમ્બર 7, 2024 8:54 એ એમ (AM) નવેમ્બર 7, 2024 8:54 એ એમ (AM)

views 4

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણીમાં ભવ્ય વિજય પ્રાપ્ત કરવા બદલ ડોનાલ્ડ ટ્રમ્પને અભિનંદન પાઠવ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણીમાં ભવ્ય વિજય પ્રાપ્ત કરવા બદલ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ટેલિફોન પર વાત કરીને તેમને અભિનંદન પાઠવ્યા હતા. સામાજિક માધ્યમની પોસ્ટમાં શ્રી મોદીએ જણાવ્યું કે તેઓ ટેકનોલોજી, સંરક્ષણ, ઊર્જા, અવકાશ સહિતનાં ક્ષેત્રોમાં ભારત-અમેરિકા સંબંધોને વધુ મજબૂત બનાવવા સાથે મળીને કામ કરવા આશાવાદી છે. પ્રધાનમંત્રીએ અમેરિકન કોંગ્રેસની ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીનાં દેખાવ બદલ પણ શ્રી ટ્રમ્પને અભિનંદન આપ્યા હતા. વાતચીત દરમિયાન શ્રી ટ્રમ્પે જણાવ્યું કે, સમગ્ર વિશ્વ...