ફેબ્રુવારી 26, 2025 8:30 એ એમ (AM) ફેબ્રુવારી 26, 2025 8:30 એ એમ (AM)

views 3

કેન્દ્રશાસિત પ્રદેશ દીવના ત્રણ માછીમાર પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થઈને ઘરે પરત ફરતાં પરિવાર ભાવુક બન્યો હતો.

કેન્દ્રશાસિત પ્રદેશ દીવના ત્રણ માછીમાર પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થઈને ઘરે પરત ફરતાં પરિવાર ભાવુક બન્યો હતો. મુક્ત થયેલા માછીમારોએ પાકિસ્તાનની જેલમાં બંધ અન્ય માછીમારોને પણ છોડાવવા ભારત સરકારને અપીલ કરી હતી.

જાન્યુઆરી 19, 2025 8:18 એ એમ (AM) જાન્યુઆરી 19, 2025 8:18 એ એમ (AM)

views 5

દીવની સરકારી મિડલ શાળા અંગ્રેજી માધ્યમ પટેલ વાડી ખાતે સોશ્યલ સાઈન્સ એક્ઝિબિશનનું આયોજન કરાયું હતું.

દીવની સરકારી મિડલ શાળા અંગ્રેજી માધ્યમ પટેલ વાડી ખાતે સોશ્યલ સાઈન્સ એક્ઝિબિશનનું આયોજન કરાયું હતું. જેમાં વિધાર્થીઓ એ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. આ પ્રદર્શનમાં ભૂગોળ, ઈતિહાસ વગેરે વિષય અંતર્ગત વિધાર્થીઓ દ્વારા અનેક પ્રોજેક્ટો પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. આ પ્રોજેક્ટ નિહાળવા તેમના વાલીઓ ને પણ આમંત્રિત કરાયા હતા, બાળકો ના આ વિવિધ પ્રોજેક્ટો નિહાળી ને વાલીઓ તથા શિક્ષક ગણ એ પણ પ્રસંશા કરી હતી, આ પ્રદર્શન માં ધોરણ છ થી આઠ ના વિધાર્થીઓ એ ભાગ લીધો હતો.

ડિસેમ્બર 19, 2024 4:16 પી એમ(PM) ડિસેમ્બર 19, 2024 4:16 પી એમ(PM)

views 6

કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં શહીદ સ્મારક ખાતે આજે મુક્તિ દિવસની ઉજવણી કરવામાં આવી

કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં શહીદ સ્મારક ખાતે આજે મુક્તિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. દરમિયાન દીવના કલેક્ટર, જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, કર્મચારીઓ તથા સેનાના જવાનોએ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. દીવના કલેક્ટર રાહુલ દેવ બુરાએ ઉપસ્થિત લોકોને દમણ-દીવ અને ગોવાને કઈ રીતે આઝાદી મળી અને કેટલા જવાનોએ બલિદાન આપ્યું તે અંગે જાણકારી આપી હતી. આ તરફ દમણમાં મુક્તિ દિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં નાયબ કલેક્ટર આરતી અગ્રવાલે આઝાદીના લડવૈયાઓનું સન્માન કર્યું હતું. ઉલ્લેખનીય છે ...