ફેબ્રુવારી 6, 2025 8:03 પી એમ(PM) ફેબ્રુવારી 6, 2025 8:03 પી એમ(PM)

views 4

કેન્દ્રીય વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે જણાવ્યું હતું કે, કાયદા અને નિયમોનું પાલન કરીને વિદેશમાં પ્રવાસ કરવો સામૂહિક હિતમાં છે

કેન્દ્રીય વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે જણાવ્યું હતું કે, કાયદા અને નિયમોનું પાલન કરીને વિદેશમાં પ્રવાસ કરવો સામૂહિક હિતમાં છે. તેમણે જણાવ્યું કે, જો કોઈ દેશનાં લોકો બીજાં દેશોમાં ગેરકાયદેસર રીતે રહેતા જણાય તો તેમની સામે પગલાં લેવા એ દેશોની ફરજ છે અને તે આંતરરાષ્ટ્રીય કાયદાઓમાં સર્વસ્વીકૃત સિધ્ધાંત પણ છે. અમેરિકામાંથી ભારતીય નાગરિકોના દેશનિકાલ પર નિવેદન આપતાં ડૉક્ટર જયશંકરે રાજ્યસભામાં કહ્યું કે અન્ય દેશોમાં ગેરકાયદેસર રીતે રહેતા નાગરિકોને પાછા લેવાની જે તે દેશની ફરજ છે. તેમણે માહિતી આપી કે...

જાન્યુઆરી 20, 2025 1:47 પી એમ(PM) જાન્યુઆરી 20, 2025 1:47 પી એમ(PM)

views 5

વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે વોશિંગ્ટનમાં જાપાન અને ઓસ્ટ્રેલિયાના વિદેશમંત્રી સાથે મુલાકાત કરી

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે આજે વોશિંગ્ટન ડીસીમાં જાપાનના વિદેશ મંત્રી તાકેશી ઇવાયા સાથે મુલાકાત કરી. સોશિયલ મીડિયાના માધ્યમથી જયશંકરે જણાવ્યું હતું કે, તેમણે ક્વાડ સંબંધિત દ્વિપક્ષીય સહયોગ અને વિકાસમાં પ્રગતિ અંગે જાપાનના વિદેશ મંત્રી સાથે ચર્ચા કરી હતી. ડૉ. જયશંકરે ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી પેની વોંગ સાથે પણ મુલાકાત કરી હતી.