જુલાઇ 28, 2024 8:32 એ એમ (AM) જુલાઇ 28, 2024 8:32 એ એમ (AM)

views 23

ગુજરાતની ટેબલ ટેનિસ ખેલાડી પ્રથા પવારે જોર્ડનમાં રજત જીત્યો

ગુજરાતની ટેબલ ટેનિસ ખેલાડી પ્રથા પવારે WTT યુથ કન્ટેન્ડર અમ્માન જોર્ડનમાં રજત ચંદ્રક જીતી લીધો છે. પ્રી ક્વાર્ટરની ફાઈનલ મેચમાં પ્રથાએ ઇરાનની સરીનાને 3-0થી હરાવી હતી, જે પછી ઇજિપ્તની દલિલાને પણ 3-0થી હરાવીને સેમિફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું. સેમિફાઈનલમાં તેણે હોંગકોંગની યુંગને પણ 3-0થી હરાવી હતી. ફાઈનલ મેચમાં પ્રથાને રજત ચંદ્રક મળ્યો હતો.