ફેબ્રુવારી 23, 2025 8:14 એ એમ (AM)

views 13

જુનાગઢમાં 27મી ફેબ્રુઆરી સુધી યોજાનારા મહાશિવરાત્રિના મેળાના દર્શનાર્થીઓ માટે રાજ્યના એસ. ટી. નિગમ દ્વારા વિશેષ વ્યવસ્થા કરાઈ છે.

જુનાગઢમાં 27મી ફેબ્રુઆરી સુધી યોજાનારા મહાશિવરાત્રિના મેળાના દર્શનાર્થીઓ માટે રાજ્યના એસ. ટી. નિગમ દ્વારા વિશેષ વ્યવસ્થા કરાઈ છે. નિગમ દ્વારા રાજ્યના વિવિધ શહેર તરફથી સંચાલિત થતી 250થી વધુ નિયમિત સેવા, ઉપરાંત મુસાફરોના ધસારાને ધ્યાને રાખી વધારાની 300 મોટી બસથી ચાર હજારથી વધુ ફેરા અને 70 મિની બસથી એક હજારથી વધુ ફેરા કરાશે. સત્તાવાર યાદી મુજબ, જુનાગઢથી ભવનાથ તળેટી આવવા-જવા દૈનિક 70 મિની બસ મારફતે અલગથી બૂથ ગોઠવી સંચાલન કરાશે. રાજકોટથી 40, દેવભૂમિ દ્વારકા, ઉના અને જામનગરથી 30—30, સોમનાથ, અમરેલી અને...

ડિસેમ્બર 26, 2024 3:17 પી એમ(PM)

views 16

કેન્દ્ર અને રાજ્ય સરકારના વન્ય પ્રાણી આદાન-પ્રદાન યોજના અંતર્ગત જુનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયને સફેદ વાઘની જોડી આપવામાં આવી

કેન્દ્ર અને રાજ્ય સરકારના વન્ય પ્રાણી આદાન-પ્રદાન યોજના અંતર્ગત જુનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયને સફેદ વાઘની જોડી આપવામાં આવી છે. સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાંથી સિંહ અને સિંહણને રાજકોટ પ્રદ્યુમન પાર્કમાં મોકલવામાં આવ્યા છે જેની સામે રાજકોટ પ્રદ્યુમન પાર્કમાંથી સફેદ વાઘ અને સફેદ વાઘણ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં આવ્યા છે. મુખ્ય વન સંરક્ષક અક્ષય જોશીના જણાવ્યા મુજબ આ વાઘ દંપતિનું 21 દિવસનું કવોરન્ટાઇન પૂર્ણ થઈ જતા આજથી પ્રવાસીઓ માટે તેમને નિહાળી શકશે, તેમને પાંજરાને બદલે કુદરતી વાતાવરણમાં એટલે કે...

જુલાઇ 18, 2024 7:19 પી એમ(PM)

views 20

જુનાગઢ જિલ્લાના માળીયાહાટીના પાસે ગઈકાલે સાંજે એક સિંહણ અને બે સિંહ બાળના મૃતદેહ મળી આવતા વન વિભાગે તપાસ શરૂ કરી

જુનાગઢ જિલ્લાના માળીયાહાટીના પાસે ગઈકાલે સાંજે એક સિંહણ અને બે સિંહ બાળના મૃતદેહ મળી આવતા વન વિભાગે તપાસ શરૂ કરી છે. મુખ્ય વન સંરક્ષક આરાધના સાહુના જણાવ્યા મુજબ બે સિંહ બાળ કે જેની ઉંમર એકથી દોઢ વર્ષની હતી તેના મૃતદેહ પાણીની અંદરથી મળી આવ્યા છે જ્યારે સિંહણ પુખ્ત વયની હોવાને કારણે કુદરતી મૃત્યુ થયું હોય તેવી સંભાવના છે જોકે ત્રણેયના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે અને રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.