જુલાઇ 28, 2024 8:32 એ એમ (AM) જુલાઇ 28, 2024 8:32 એ એમ (AM)

views 23

ગુજરાતની ટેબલ ટેનિસ ખેલાડી પ્રથા પવારે જોર્ડનમાં રજત જીત્યો

ગુજરાતની ટેબલ ટેનિસ ખેલાડી પ્રથા પવારે WTT યુથ કન્ટેન્ડર અમ્માન જોર્ડનમાં રજત ચંદ્રક જીતી લીધો છે. પ્રી ક્વાર્ટરની ફાઈનલ મેચમાં પ્રથાએ ઇરાનની સરીનાને 3-0થી હરાવી હતી, જે પછી ઇજિપ્તની દલિલાને પણ 3-0થી હરાવીને સેમિફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું. સેમિફાઈનલમાં તેણે હોંગકોંગની યુંગને પણ 3-0થી હરાવી હતી. ફાઈનલ મેચમાં પ્રથાને રજત ચંદ્રક મળ્યો હતો.

જુલાઇ 27, 2024 8:27 પી એમ(PM) જુલાઇ 27, 2024 8:27 પી એમ(PM)

views 6

ગુજરાત સહિત મધ્યભારતમાં આગામી બે દિવસમાં ભારેથી અતિભારી વરસાદની આગાહી

ભારતીય હવામાન વિભાગેઆગામી બે દિવસ સુધી મધ્ય ભારતમાં ભારેથી અતિભારી વરસાદ યથાવત્ રહેવાની સંભાવના વ્યક્તકરી છે. હવામાન વિભાગે જણાવ્યું કે, ગુજરાત, ઉત્તરાખંડ, પૂર્વ રાજસ્થાન, કેરળ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને વિદર્ભ સહિત મધ્ય મહારાષ્ટ્ર, કોંકણ અને ગોવામાં આવતીકાલસુધીમાં ભારે વરસાદની આગાહી છે.દરમિયાન ઉત્તરપ્રદેશ, તામિલનાડુ, પોંડિચેરી અને કર્ણાટકમાંઆજે ભારે વરસાદની સંભાવના યથાવત્ છે. જ્યારે આગામી પાંચદિવસ સુધી હિમાચલપ્રદેશ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હીમાંભારે વરસાદની શક્યતા છે.પૂર્વ અને ઉત્તર-પૂર્વ ભારતમા...

જુલાઇ 27, 2024 9:26 એ એમ (AM) જુલાઇ 27, 2024 9:26 એ એમ (AM)

views 7

પશ્ચિમ રેલવે બે ગણપતિ મહોત્સવ સાપ્તાહિક વિશેષ ટ્રેન દોડાવશે

પશ્ચિમ રેલવે દ્વારા ગણપતિ મહોત્સવ દરમિયાન અમદાવાદથી કુડાલ અને અમદાવાદથી મેંગલુરુ સ્ટેશન વચ્ચે વિશેષ ભાડા પર બે સાપ્તાહિક વિશેષ ટ્રેનો ચલાવવામાં આવશે. પશ્ચિમ રેલવેના જણાવ્યા મુજબ, અમદાવાદ–કુડાલ સાપ્તાહિક સ્પેશિયલ 3, 10 અને 17 સપ્ટેમ્બરનાં રોજ અમદાવાદથી સવારે સાડા નવ વાગ્યે ઉપડશે. જ્યારે કુડાલ-અમદાવાદ સાપ્તાહિક સ્પેશિયલ 4, 11 અને 18 સપ્ટેમ્બરનાં રોજ કુડાલથી સવારે 4.30 કલાકે ઉપડશે. તો અમદાવાદ–મેંગલુરુ સાપ્તાહિક સ્પેશિયલ 6, 13 અને 20 સપ્ટેમ્બરનાં રોજ અમદાવાદથી સાંજે ચાર કલાકે ઉપડશે. અને મેંગલુરુ-અમદ...

જુલાઇ 26, 2024 9:25 એ એમ (AM) જુલાઇ 26, 2024 9:25 એ એમ (AM)

views 11

28મી એ પેટા હિસાબનીશ અને હિસાબનીશની પરીક્ષા લેવાશે

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આગામી 28 જૂલાઈના રોજ યોજાનાર પેટા હિસાબનીશ તથા હિસાબનીશની ભરતી પરીક્ષા રાબેતા મુજબ લેવાશે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલે સોશિયલ મીડિયામાં માહિતી આપતાં જણાવ્યું કે, હવામાન ખાતાની માહિતી મુજબ 28 જુલાઇ સુધીમાં વરસાદ પ્રમાણસર હોવાથી પરીક્ષા 28 જુલાઈએ લેવાશે. જો કે, વરસાદના કારણે જો બસ અને રેલવે સેવા પ્રભાવિત થાય તો પરીક્ષા મોકુફ રાખવા અંગે નિર્ણય લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, હિસાબનીશ તથા પેટા હિસાબનીશની 266 જગ્યાઓ માટે ત્રણ તબક્કામાં ભરતી પરીક્ષા...

જુલાઇ 21, 2024 8:09 એ એમ (AM) જુલાઇ 21, 2024 8:09 એ એમ (AM)

views 15

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રાજ્યમાં વધી રહેલા ચાંદીપુરા વાઈરસના કેસોની સમીક્ષા કરી : રાજ્યમાં 71 કેસ સક્રિય

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના DGHS અને NCDCના ડિરેક્ટર પ્રૉફેસર ડૉ. અતુલ ગોયલે એઈમ્સ, કલાવતી સરન ચિલ્ડ્રન્સ હૉસ્પિટલ અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યૂરોસાયન્સિઝના નિષ્ણાતો સાથે બેઠક યોજી હતી. બેઠકમાં કેન્દ્રીય અને રાજ્ય સર્વેલન્સ એકમોના અધિકારીઓએ ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં નોંધાયેલા ચાંદીપુરા વાઈરસ અને એક્યૂટ એન્સેફેલાઈટિસ સિન્ડ્રોમ એટલે કે, AES કેસની સમીક્ષા કરી હતી.  ચાંદીપુરા વાઈરસ અને AESના કેસની સ્થિતિની ચર્ચા અને સમીક્ષા બાદ નિષ્ણાતોએ ગુજરાતમાં નોંધાયેલા AES કેસના વ્યા...

જુલાઇ 20, 2024 11:50 એ એમ (AM) જુલાઇ 20, 2024 11:50 એ એમ (AM)

views 9

ભાવનગરમાંથી વગર પરવાને કોસ્મેટિક સાબુ બનાવવાની ફેકટરી ઝડપાઇ

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ભાવનગર ખાતેથી વગર પરવાને વિવિધ કોસ્મેટીક સાબુ બનાવતી ફેક્ટરી પકડી પાડવામાં આવી છે. તેમજ શંકાસ્પદ કોસ્મેટિકના ચાર નમુના લઈ ચકાસણી માટે મોકલી આશરે ૬૦ હજાર રૂપિયાની કિંમતનો કોસ્મેટીકનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડૉ. એચ. જી. કોશિયાએ જણાવ્યું હતું કે, કોસ્મેટિકના લાયસન્‍સ વગર લોકોને ગેરમાર્ગે દોરતી જાહેરાત કરી અંધશ્રધ્ધા ફેલાવવાનું કૃત્ય કરતા લોકો દ્વારા કોઇ પણ પ્રકારની જ્યોતિષી કરવા માટેની ડિગ્રી વગર જ લોકોને જ્યોતીષ માર્ગદર્શન પુરુ પ...

જુલાઇ 19, 2024 7:50 પી એમ(PM) જુલાઇ 19, 2024 7:50 પી એમ(PM)

views 10

ગુજરાતના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગ દ્વારા યોજાઇ એક દિવસીય પરિષદ

ગુજરાતના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગ દ્વારા યોજાઇ રહેલી આ એક દિવસીય પરિષદમાં આજે માઇક્રોન, ટ્યુબ ઇનવેસ્ટમેન્ટ, તાઇવાનની PSMC કંપની, તાતા ઇલેક્ટ્રોનિક્સના સહિતની સેમિકન્ડકર ક્ષેત્રની ટોચની કંપનીઓના પ્રતિનિધીઓ હાજર રહ્યા હતા. આ ઉપરાંત 20થી વધુ રાષ્ટ્રીય અને આતંરરાષ્ટ્રીય સંસ્થાઓઓનાં પ્રતિનિધિઓ આ પરિષદમાં ભાગ લીધો. ગુજરાત પીપાવાવ પોર્ટ લિમિટેડના એમ.ડી. ગિરીશ અગ્રવાલે મુખ્યમંત્રીને પોર્ટ દ્વારા હાથ ધરાઈ રહેલા પ્રોજેક્ટની જાણકારી આપી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની બેઠકમાં તાતા ઇલેક્ટ્રોનિક્સ...