ડિસેમ્બર 2, 2024 10:40 એ એમ (AM) ડિસેમ્બર 2, 2024 10:40 એ એમ (AM)

views 11

ધારીને નગરપાલિકાનો દરજ્જો અપાયો

રાજ્યમાં હવે 160 નગરપાલિકા અસ્તિત્વમાં આવી છે. અમરેલી જિલ્લાની ધારીને નગરપાલિકાની રચનાનો દરજ્જો અપાયા બાદ હવે 'ડ' વર્ગની વધુ એક નગરપાલિકા બનશે. રાજ્યમાં હાલ 'અ' વર્ગની 22, 'બ'ની 30, 'ક'ની 60 અને 'ડ'ની 47 મળીને કુલ 159 નગરપાલિકાઓ છે. સાબરકાંઠાની ઈડર નગરપાલિકામાં જુવાનપુરા-સદાતપુરા ગામનો સમાવેશ કરી નગરપાલિકાની હદ વધારવાનો પણ નિર્ણય કરાયો છે. અત્યારે કુલ 159 નગરપાલિકાઓ કાર્યરત છે. હવે તેમાં ધારી નગરપાલિકાનો ઉમેરો થશે. આ નિર્ણયને કારણે ઈડર શહેરનો વિસ્તાર વ્યાપ હવે વધવાથી ટી.પી. સ્કીમ કે ડેવલોપમેન્ટ ...

નવેમ્બર 22, 2024 11:00 એ એમ (AM) નવેમ્બર 22, 2024 11:00 એ એમ (AM)

views 12

ખાનગી શાળાઓ બાળકોને ચોક્કસ રંગની સ્વેટર પહેરવા પર દબાણ નહીં કરી શકે : પ્રફુલ્લ પાનશેરિયા

ખાનગી શાળાના સંચાલકો શાળામાં બાળકોને શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા પર દબાણ કરી શકશે નહિ, તેમ રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનશેરીયાએ જાહેરાત કરી છે. શિક્ષણમંત્રીએ જણાવ્યું કે, તમામ જિલ્લા શિક્ષણાધિકારીને જણાવવામાં આવ્યું છે કે, કોઈ પણ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા પોતાના ગણવેશને અનુરૂપ પાતળું, હલકી ગુણવત્તાનું કાપડ ધરાવતું સ્વેટર પહેરવા કોઈ પણ બાળક પર દબાણ કરી શકશે નહિ. જો કોઈ શાળાના સંચાલક નિર્ધારિત સ્વેટર બાળકને પહેરવા માટે આગ્રહ કરે તો તેની ફરિયાદ વાલીઓએ જિલ્લાની શિક્ષ...

નવેમ્બર 22, 2024 9:29 એ એમ (AM) નવેમ્બર 22, 2024 9:29 એ એમ (AM)

views 11

રાજ્યની 78 નગરપાલિકામાં ચૂંટણી અધિકારીઓની નિયુક્તિ

રાજ્યનાં ચૂંટણી આયોગે ગઈ કાલે 79 નગરપાલિકામાં ચૂંટણી યોજવા ચૂંટણી અધિકારીઓની નિયુક્તિ કરી છે. હવે એક સપ્તાહમાં મતદાર મંડળો અને વોર્ડ અનુસાર મતદાર યાદી પ્રસિદ્ધ થશે. રાજ્ય ચૂંટણી આયોગના સચિવ જી.સી. બ્રહ્મભટ્ટે નગરપાલિકાના ચૂંટણી અધિકારીઓની સાથે સાથે જ્યાં પેટાચૂંટણી યોજાવાની છે તે 15 નગરપાલિકાઓમાં પણ ચૂંટણી અધિકારી તરીકે પ્રાંત અધિકારીથી લઇને નાયબ જિલ્લા વિકાસ અધિકારી અને પુરવઠા અધિકારીઓની નિયુક્તિ કરી છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લાં દોઢ બે વર્ષથી પાલિકા-પંચાયતની ચૂંટણી સ્થગિત છે. ચૂંટણી અધિકારીઓની ...

નવેમ્બર 16, 2024 10:27 એ એમ (AM) નવેમ્બર 16, 2024 10:27 એ એમ (AM)

views 29

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુંબઈના ચૂંટણી પ્રવાસે, એક જ દિવસમાં ચાર સભા સંબોધશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે એક દિવસ માટે મુંબઈના ચૂંટણી પ્રવાસે જવા રવાના થયા છે. તેઓ એક જ દિવસમાં ચાર જનસભાઓ સંબોધશે. આજે સવારે તેઓ દહીસર વિધાનસભા વિસ્તારમાં ગુજરાતી બિઝનેસ કમ્યુનિટી સાથે 'ચાય પે ચર્ચા'માં સહભાગી થઈ તેમના ચૂંટણી પ્રચાર અભિયાનનો પ્રારંભ કરશે. આ પ્રવાસ દરમિયાન તેઓ બાંદ્રા કુર્લા ભારત ડાયમંડ બુર્સ ખાતે જેમ્સ એન્ડ જ્વેલરી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સભ્યો સાથે સંવાદ કરશે. ત્યારબાદ તેઓ બપોરે જોગેશ્વરી વેસ્ટમાં ગુજરાત ભવન ખાતે બૃહદ મુંબઈ ગુજરાતી સમાજ આયોજિત જનસભામાં ઉપસ્થિત રહેશે. ત્યાર...

નવેમ્બર 16, 2024 10:22 એ એમ (AM) નવેમ્બર 16, 2024 10:22 એ એમ (AM)

views 7

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અને ચંડીગઢ પોલીસ વચ્ચે એમઓયુ થયા

ગાંધીનગરની રાષ્ટ્રીય રક્ષા વિશ્વવિદ્યાલય - RRU અને ચંદીગઢ પોલીસ વચ્ચે મહત્વપૂર્ણ સમજૂતી કરાર (એમઓયુ) થયા છે. તેનો હેતુ પોલીસિંગમાં સમકાલીન પડકારોને સંબોધવા માટે રચાયેલા વ્યાપક તાલીમ કાર્યક્રમોની શ્રેણી દ્વારા કાયદા અમલીકરણ કર્મચારીઓની ક્ષમતાઓને પ્રોત્સાહન આપવાનો છે. આ કરાર હેઠળ RRU વર્ગખંડ આધારિત સત્રો, વર્ચ્યૂઅલ શીખવાની તક અને બંને અભિગમોને સંયોજિત કરતા હાઇબ્રિડ મોડલ્સ સહિત તાલીમ રચનાની વિવિધ શ્રેણી પ્રદાન કરશે. આ કાર્યક્રમોનું ધ્યાન કેટલાક નિર્ણાયક ક્ષેત્રો પર રહેશે. આ સહયોગનો હેતુ માત્ર વ્યક્...

નવેમ્બર 11, 2024 9:32 એ એમ (AM) નવેમ્બર 11, 2024 9:32 એ એમ (AM)

views 4

મુખ્યમંત્રી આજે રાજ્યમાં ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ કરાવશે

ગુજરાતભરમાં સરકાર દ્વારા આજથી ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરુઆત કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાબરકાંઠાના હિંમતનગર ખાતેથી આ ખરીદીનો આરંભ કરાવશે. રાજ્યમાં અંદાજે ૧૬૦થી વધુ ખરીદ કેન્દ્રો પર મગફળીની ટેકાના ભાવે ખરીદી થશે. ટેકાના ભાવે મગફળીનું વેચાણ કરવા માટે અત્યાર સુધીમાં રાજ્યના કુલ ૩ લાખ ૩૩ હજારથી વધુ ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવી છે. જે ખેડૂતોએ નોંધણી કરાવી છે તે તમામ ખેડૂતો પાસેથી એક હજાર ૩૫૬ રૂપિયા અને ૬૦ પૈસા પ્રતિ મણના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવશે.

નવેમ્બર 9, 2024 10:23 એ એમ (AM) નવેમ્બર 9, 2024 10:23 એ એમ (AM)

views 13

વિશ્વ જાહેર પરિવહન દિવસ : ગુજરાત એસટી નિગમ ખરેખર આજના દિવસને સાર્થક કરી રહ્યું છે

આજે ૧૦ નવેમ્બર એટલે વિશ્વ જાહેર પરિવહન દિવસ છે. ત્યારે ગુજરાતનું એસટી નિગમ ખરેખર આજના દિવસને સાર્થક કરી રહ્યું છે. ગુજરાત રાજય પરવિહન નિગમ- એસ.ટી. તંત્ર દ્વારા રાજયના ૧૮ હજાર ૩૬૭ ગામડાઓ એટલે કે ૯૯.૩૪ ટકા ગામડાઓમાં મુસાફરોને સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. એસ.ટી.નિગમની કુલ ૮ હજાર ૩૨૦ બસ દરરોજ ૪૨ હજારથી વધુ રૂટ ઉપર ૩૪ લાખ કિલોમીટરથી વધુ અંતરે મુસાફરોને પ્રવાસની સુવિધા પૂરી પાડે છે. ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને દીવ દમણ સહિતના કેન્દ્ર શાસિત પ્રદેશોમાં એસ.ટી.ની બસ સેવાઓ વિસ્તરેલ...

નવેમ્બર 8, 2024 11:56 એ એમ (AM) નવેમ્બર 8, 2024 11:56 એ એમ (AM)

views 6

11 મીએ મુખ્યમંત્રી હિંમતનગરથી એકસાથે 160 કેન્દ્રો પરથી ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ કરાવશે

ગુજરાતમાં મગફળીના મબલખ ઉત્પાદનને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા મગફળી પકવતા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદવાનો નિર્ણય કરી સુયોગ્ય આયોજન કર્યું છે, તેમ કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું. કૃષિ મંત્રીએ વિગતો આપતા જણાવ્યું હતું કે, સાબરકાંઠાના હિંમતનગર ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી તા. ૧૧ નવેમ્બરના રોજ એકસાથે રાજ્યભરના ૧૬૦થી વધુ ખરીદ કેન્દ્રો ખાતે મગફળીની ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ કરાવશે. ટેકાના ભાવે મગફળીનું વેચાણ કરવા માટે અત્યાર સુધીમાં રાજ્યના કુલ ૩,૩૩,૦૦૦થી વધુ ખેડૂતોએ ...

ઓક્ટોબર 24, 2024 7:47 પી એમ(PM) ઓક્ટોબર 24, 2024 7:47 પી એમ(PM)

views 5

ગ્રામ્ય વિસ્તારોમાં સરકારી યોજનાઓના લાભ અંગે માહિતી મેળવવા ગાંધીનગરમાં ગ્રામ વિકાસ અહેવાલ અને સમીક્ષા કૉલ સેન્ટરનો પ્રારંભ

રાજ્યના ગ્રામ્ય વિસ્તારોનો વિકાસ વધુ મજબૂત બને તે હેતુથી ગાંધીનગરમાં આજે “ગ્રામ વિકાસ અહેવાલ અને સમીક્ષા” કૉલ સેન્ટરનો શુભારંભ થયો છે. આ સેન્ટરનો પ્રારંભ કરાવતા ગ્રામવિકાસ મંત્રી રાઘવજી પટેલે કહ્યું કે, ‘ગ્રામ વિકાસ વિભાગ હેઠળની પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ, મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરન્ટી અધિનિયમ – મનરેગા અને સ્વચ્છ ભારત અભિયાન જેવી મુખ્ય યોજનાઓની પારદર્શકતા અને કાર્યક્ષમતામાં સુધારો લાવવાના મુખ્ય હેતુ સાથે આ કોલ સેન્ટર કાર્યરત્ કરાયું છે.’ આ કૉલ સેન્ટર દરરોજ અંદાજે પંદર સોથી ...

ઓક્ટોબર 24, 2024 7:40 પી એમ(PM) ઓક્ટોબર 24, 2024 7:40 પી એમ(PM)

views 6

ગાંધીનગરમાં આવતીકાલથી ત્રણ દિવસ દરમિયાન 17મી અર્બન મૉબિલિટી ઇન્ડિયા પરિષદ અને પ્રદર્શન યોજાશે

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આવતીકાલથી ત્રણ દિવસ દરમિયાન 17મી અર્બન મૉબિલિટી ઇન્ડિયા પરિષદ અને પ્રદર્શન યોજાશે. કેન્દ્ર સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા યોજાનારી આ પરિષદનું ઉદ્ઘાટન આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે. કેન્દ્ર તેમજ રાજ્ય સરકારોના વરિષ્ઠ અધિકારી શહેરી પરિવહનના નિષ્ણાતો સહિત ત્રણ હજારથી વધુ મહાનુભાવો આ પરિષદમાં ભાગ લેશે. આ અંગે ગાંધીનગરમાં પત્રકારોને માહિતી આપતા કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના સંયુક્ત સચિવ જયદીપે જણાવ્યું કે, શહેરી પરિવહન માળખામાં સમાન ધારાધોરણ...