ડિસેમ્બર 31, 2024 8:42 એ એમ (AM) ડિસેમ્બર 31, 2024 8:42 એ એમ (AM)

views 5

31 ડિસેમ્બરને લઈને રાજ્યમાં દારૂની હેરફેર અટકાવવા પોલીસની સઘન તપાસ

31 ડિસેમ્બર અને નવા વર્ષના આગમનની ઉજવણીને લઈને દારૂની હેરાફેરી રોકવા રાજ્યભરમાં સઘન તપાસ ચાલી રહી છે. અમારા મહિસાગર જિલ્લાના પ્રતિનિધિ કૌશિક જોષી જણાવે છે કે, રાજસ્થાનથી ગુજરાતમાં લવાતા દારૂની હેરાફેરી રોકવા જિલ્લામાં લુણાવાડા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે. ખાનપુર, કાલીયા કુવા, ડીટવાસ પુનાવાડા તેમજ સંતરામપુરના આનંદપુરી પાસે વાહનોની સઘન તપાસ કરવામાં આવી રહી છે. જિલ્લાના મુખ્ય મથક લુણાવાડામાં પ્રવેશતાની સાથે જ પોલીસ સઘન ચેકિંગ કરી રહી છે. અમારા અરવલ્લી જિલ્લાના પ્રતિનિધી અંકિત ચૌહાણ...

ડિસેમ્બર 30, 2024 8:38 એ એમ (AM) ડિસેમ્બર 30, 2024 8:38 એ એમ (AM)

views 6

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે નારી ખાતે નવનિર્મિત આરોગ્ય મહાવિદ્યાલયની મુલાકાત લીધી

રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે ગઈકાલે ભાવનગરના નારી ખાતે તૈયાર થયેલી આરોગ્ય મહાવિદ્યાલયની મુલાકાત લીધી હતી. આ દરમિયાન આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે 900 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારી આ પરિયોજનાના નિર્માણ કાર્યની સમીક્ષા કરી હતી.   આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આ પરિસરમાં 161 કરોડ રૂપિયાના ખર્ચે એકેડમિક બ્લૉક, 181 કરોડ રૂપિયાના ખર્ચે છાત્રાલય અને અંદાજે 557 કરોડ રૂપિયાના ખર્ચે ટિચિંગ હૉસ્પિટલ અને એમસીએચ ઈમારત સહિત નિર્માણાધીન કાર્યોની સમીક્ષા કરી અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

ડિસેમ્બર 27, 2024 8:30 એ એમ (AM) ડિસેમ્બર 27, 2024 8:30 એ એમ (AM)

views 3

પૂર્વ પીએમ મનમોહનસિંઘનું નિધન : મુખ્યમંત્રીએ દુ:ખ વ્યક્ત કર્યું, રાજ્યમાં શોક પળાશે

દેશના પૂર્વ પ્રધાનમંત્રી ડૉક્ટર મનમોહનસિંઘનું ગઇકાલે નિધન થયું હતું. 92 વર્ષની જૈફ વયે તેમનું નિધન થતાં દેશમાં શોકનો માહોલ પ્રવર્તી રહ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડૉક્ટર મનમોહનસિંઘના નિધન અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણ સોશિયલ મીડિયા પોસ્ટ X ના માધ્યમથી દુ:ખ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, દેશના વિકાસમાં ડોક્ટર મનમોહનસિંઘનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. આ દુઃખના પ્રસંગે રાજ્યભરમાં પણ શોક પાળવામાં આવશે. ભૂતપૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંઘના દુઃખદ નિધનને કારણે જાહેર કરાયેલ રાષ્ટ્રીય શ...

ડિસેમ્બર 23, 2024 10:48 એ એમ (AM) ડિસેમ્બર 23, 2024 10:48 એ એમ (AM)

views 7

પીએમ મોદી આજે વીડિયો કોન્ફરન્સથી 71000 યુવાનોને નિયુક્તિ પત્ર એનાયત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવનિયુક્ત ઉમેદવારોને વીડિયો કૉન્ફરન્સના માધ્યમથી 71 હજારથી વધુ નિમણૂકપત્ર એનાયત કરશે. ગાંધીનગરના બીએસએફ હેડ ક્વાટર્સ ખાતે પણ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની ઉપસ્થિતિમાં યુવાનોને નિયુક્તિ પત્ર એનાયત કરાશે. દેશભરના 45 સ્થળ પર યોજાનારો આ રોજગાર મેળો રોજગાર સર્જનને વધુ પ્રાથમિકતા આપવાની પ્રધાનમંત્રીની પ્રતિબદ્ધlતાને પૂર્ણ કરવાની દિશામાં એક પગલું છે, જે દેશનિર્માણ અને સ્વરોજગારમાં યુવાનોની ભાગીદારીને તક પૂરી પાડશે. દેશભરમાંથી પસંદગી પામેલા નવનિયુક્ત ઉમેદવારોની ગૃહ મંત...

ડિસેમ્બર 23, 2024 8:31 એ એમ (AM) ડિસેમ્બર 23, 2024 8:31 એ એમ (AM)

views 14

સૌરઊર્જાથી સુકી ગામ બન્યું ‘સુખી’, ખેડાનું સુકી ગામ જિલ્લાનું પ્રથમ અને રાજ્યનું ત્રીજું સોલાર વિલેજ બન્યું

ગુજરાતના ગ્રીન રિવોલ્યુશન કમિટમેન્ટમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપનાર ખેડા જિલ્લાનું સુકી ગામ પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજના થકી ઊર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનવા અન્ય ગામો માટે પ્રેરણારૂપ બનશે. સુકી ગામ રાજ્યનું ત્રીજુ સોલાર વિલેજ બનતા રાજ્યના મુખ્યમંત્રીએ ટ્વીટના માધ્યમથી પોતાની પ્રતિક્રિયા આપી હતી જ્યારે આરોગ્ય મંત્રી ઋષિકેષ પટેલે પણ ટવીટ કરીને આ અંગે આનંદ વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજના અંતર્ગત 183.27 કિલો વોટ સોલર ઓન-ગ્રિડ સિસ્ટમ્સ ઇન્સ્ટોલ કરાયા છે. અંદાજિત 77.79 લાખના...

ડિસેમ્બર 20, 2024 9:26 એ એમ (AM) ડિસેમ્બર 20, 2024 9:26 એ એમ (AM)

views 1

વાઈબ્રન્ટ ગુજરાત સમિટે ગુજરાતને દેશનું ગ્રોથ એન્જિન બનાવ્યું : મુખ્યમંત્રી

વાઈબ્રન્ટ ગુજરાત સમિટે ગુજરાતને દેશનું ગ્રોથ એન્જિન બનાવ્યું છે તેમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (જીસીસીઆઈ) વાર્ષિક સ્નેહ મિલન કાર્યક્રમમાં જણાવ્યું હતું. ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના વાર્ષિક સ્નેહમિલનમાં અમદાવાદમાં ઉપસ્થિત રહેલા મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતું કે, આજે ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસનો મંત્ર સાકાર થઈ રહ્યો છે. આ પ્રસંગે મુખ્યમંત્રીના હસ્તે GCCIની 75 વર્ષની યશગાથા વર્ણવતી વિડિયો ફિલ્મ લોન્ચ કરવામાં આવી હતી. વધુમાં આ પ્રસંગે ગુજરાત ચેમ્બર ઓફ કોમ...

ડિસેમ્બર 20, 2024 9:15 એ એમ (AM) ડિસેમ્બર 20, 2024 9:15 એ એમ (AM)

views 12

કેરળનાં મહિલા પત્રકાર પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી

ગુજરાતનાં પ્રવાસે આવેલા કેરળનાં મહિલા પત્રકાર પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત લીધી હતી. પત્રકારોએ પોતાના પ્રવાસ અંગેના અનુભવ જણાવતા કહ્યું હતું કે, સ્ટેચ્યુ ઑફ યુનિટી, અમૂલ ડેરી પ્લાન્ટની મુલાકાતથી તેમણે ઘણી મળી છે. પત્રકારોએ ગાંધીનગરમાં ગિફ્ટ સિટી તેમજ ગિફ્ટ નિફ્ટીની પણ મુલાકાત હતી અને ગિફ્ટ સિટી અંગેના આગામી પ્રોજેક્ટ્સ વિશે માહિતી મેળવી હતી. કેરળથી આવેલા પત્રકાર પ્રતિનિધિ મંડળનાં સંકલન અધિકારી તરીકે તિરુવનંતપુરમ પીઆઈબીનાં નાયબ નિયામક, ડૉ.અથિરા થમ્પીએ મુખ્યમંત્રીન...

ડિસેમ્બર 20, 2024 9:05 એ એમ (AM) ડિસેમ્બર 20, 2024 9:05 એ એમ (AM)

views 15

ઘઉંની ટેકાના ભાવે ખરીદી કરાશે

રવિ માર્કેટીંગ સીઝન ૨૦૨૫-૨૬” અંતર્ગત ખેડૂતો પાસેથી લઘુત્તમ ટેકાના ભાવે રૂપિયા ૨,૪૨૫ પ્રતિ ક્વિન્ટલ લેખે ઘઉંની સીધી ખરીદી કરાશે. આ માટે ખેડૂતો પહેલી જાન્યુઆરી ૨૦૨૫થી ઓનલાઇન નોંધણી કરાવી શકશે ઘઉંની ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ મારફતે કરવામાં આવશે. ટેકાના ભાવે ખરીદી માટે રજીસ્ટ્રેશન કરાવેલ ખેડૂતોને SMS મારફતે ખરીદી અંગેની જાણ કરવામાં આવશે. ખરીદી સમયે ખેડૂતે પોતાનું આધારકાર્ડ-ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે. ખેડૂત ખાતેદારના બાયોમેટ્રિક ઓથેન્ટીકેશન દ્વારા જ જથ્થો ખરીદી કરવામાં આવશે.

ડિસેમ્બર 20, 2024 8:37 એ એમ (AM) ડિસેમ્બર 20, 2024 8:37 એ એમ (AM)

views 8

અમદાવાદ સિવિલ મેડિસિટીમા રૂ. 840 કરોડના વિવિધ કામોનો માસ્ટર પ્લાન તૈયાર કરાયો : ઋષિકેશ પટેલ

અમદાવાદ સિવિલ મેડિસિટીમા અંદાજીત 840 કરોડ રૂપિયાના વિવિધ કામોના નિર્માણકાર્ય અને આયોજન સહિતના માસ્ટર પ્લાન તૈયાર કરાયો છે તેમજ મેડિસિટીમાં પ્રવેશતા દર્દીઓને વોર્ડ શોધવામાં અનુકૂળતા રહે તે માટે હોર્ડિંગ્સની વ્યવસ્થા કરાશે તેમ રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. અમદાવાદમાં અસારવા સ્થિત મેડિસિટીમાં પ્રવેશતા દર્દીઓ માટે હોર્ડિંગ્સના આધારે માહિતી મળે તેવી વ્યવસ્થાનું આયોજન કરાયું હોવાનું આરોગ્ય મંત્રી ઋષિકેષ પટેલે જણાવ્યું હતું. ગઇકાલે સાંજે આરોગ્ય મંત્રીએ મેડિસિટીના નિર્માણાધીન પ્રોજેક...

ડિસેમ્બર 19, 2024 4:08 પી એમ(PM) ડિસેમ્બર 19, 2024 4:08 પી એમ(PM)

views 4

ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ જગ્યાઓ પર આરોગ્ય શિબિર યોજી ક્ષય રોગના દર્દીઓની ચકાસણી કરવામાં આવી રહી છે

ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ જગ્યાઓ પર આરોગ્ય શિબિર યોજી ક્ષય રોગના દર્દીઓની ચકાસણી કરવામાં આવી રહી છે. તેમની આ કામગીરી જોવા કેન્દ્રીય ક્ષય વિભાગની ટુકડીએ આજે ગાંધીનગર સેક્ટર 24 આંગણવાડીની મુલાકાત લીધી હતી. દરમિયાન કેન્દ્રીય ટુકડીએ ક્ષય રોગ સામે ચાલી રહેલા 100 દિવસની ઝૂંબેશ અંતર્ગત થતી કામગીરી અંગે જરૂરી સૂચનો પણ આપ્યા હતા. આ અંગે ગાંધીનગર મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી કલ્પેશ ગોસ્વામીએ વધુ માહિતી આપી હતી.