માર્ચ 21, 2025 6:19 પી એમ(PM) માર્ચ 21, 2025 6:19 પી એમ(PM)
10
ગાંધીનગર સ્થિત રાષ્ટ્રીય ઔષધીય શિક્ષણ અને સંશોધન સંસ્થાન NIPER ખાતે બે દિવસનું રાષ્ટ્રીય સંમેલન યોજાયું
ગાંધીનગર સ્થિત રાષ્ટ્રીય ઔષધીય શિક્ષણ અને સંશોધન સંસ્થાન NIPER ખાતે બે દિવસનું રાષ્ટ્રીય સંમેલન યોજાયું હતું. જેમાં ગુજરાત સહિત અન્ય રાજ્યોના ઔષધીય શિક્ષણ સાથે જોડાયેલા વિધાર્થીઓએ જોર્ડન, મલેશિયા, અમેરિકાના નિષ્ણાતોનું માર્ગદર્શન મેળવ્યું. આ સંમેલનમાં15સંવાદ યોજાયા જેમાં 7 આંતરરાષ્ટ્રીય અને 8 રાષ્ટ્રીય વક્તાઓ હતા. આ કાર્યક્રમમાં 145 પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.