ઓગસ્ટ 2, 2024 7:50 પી એમ(PM) ઓગસ્ટ 2, 2024 7:50 પી એમ(PM)
11
રાજ્ય સરકાર દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં 63 લાખથી વધુ વિદ્યાર્થીઓને 45 હજાર 155 લાખ રૂપિયાની ગણવેશ સહાય આપવામાં આવી
રાજ્ય સરકારની ધોરણ-1થી 8માં અભ્યાસ કરતાં આદિજાતીના વિદ્યાર્થીઓને ગણવેશ લેવા માટે અપાતી સહાય યોજના હેઠળ છેલ્લા પાંચ વર્ષમાં 63 લાખથી વધુ વિદ્યાર્થીઓને 45 હજાર 155 લાખ રૂપિયાની ગણવેશ સહાય આપવામાં આવી છે. એવી જ રીતે, આદિજાતિના વિદ્યાર્થીઓને પૌષ્ટિક આહાર મળે તે હેતુથી અપાતી ભોજન સહાય યોજના છેલ્લા પાંચ વર્ષમાં સવા લાખથી વધુ વિદ્યાર્થીઓને 17 હજાર 575 લાખ રૂપિયાની સહાય આપવામાં આવી છે. આ ઉપરાંત, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને વિકસતી જાતિના વિદ્યાર્થીઓ માટે સંપૂર્ણ સુવિધા સહિતના કુલ ૨૦ સમરસ છાત્રાલયો...