ઓક્ટોબર 8, 2024 9:05 એ એમ (AM) ઓક્ટોબર 8, 2024 9:05 એ એમ (AM)

views 6

કેન્દ્રીય પ્રત્યક્ષ કરવેરા બોર્ડ એ આવકવેરા અધિનિયમ 1961ની સમીક્ષા કરવા માટે આંતરિક સમિતિની રચના કરી

કેન્દ્રીય પ્રત્યક્ષ કરવેરા બોર્ડ એ આવકવેરા અધિનિયમ 1961ની સમીક્ષા કરવા માટે આંતરિક સમિતિની રચના કરી છે. નાણા મંત્રાલયે કહ્યું કે આ સમિતિનો ઉદ્દેશ્ય કાયદાને સરળ, સ્પષ્ટ અને સંક્ષિપ્ત બનાવવાનો છે. આનાથી વિવાદો અને કાનૂની કેસોમાં ઘટાડો થશે અને કરદાતાઓને વધુ નિશ્ચિતતા મળશે. મંત્રાલયે ઈન્કમટેક્સ ઈ-ફાઈલિંગ પોર્ટલ પર તમામ હિતધારકો, નિષ્ણાતો અને સામાન્ય લોકો પાસેથી સૂચનો માંગ્યા છે. ભાષાનું સરળીકરણ, કાયદાકીય વિવાદોમાં ઘટાડો, અને બિનજરૂરી જોગવાઈઓને દૂર કરવા સંબંધિત ચાર શ્રેણીઓમાં સૂચનો માંગવામાં આવ્યા છે...