જુલાઇ 26, 2024 2:04 પી એમ(PM) જુલાઇ 26, 2024 2:04 પી એમ(PM)

views 7

માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કારગિલ વિજય દિવસ નિમિત્તે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી

માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કારગિલ વિજય દિવસ નિમિત્તે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. નવી દિલ્હી ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી વૈષ્ણવે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત, સંરક્ષણ ક્ષેત્રે આત્મ નિર્ભર બન્યું છે. વધુમાં તેમણે ઉમેર્યું કે 70 ટકા સંરક્ષણ સાધનો દેશમાં જ ઉત્પાદિત થઈ રહ્યા છે. જ્યારે કે ભારત 80 જેટલા દેશોને રૂપિયા 25 હજાર કરોડ ખર્ચના સંરક્ષણ ઉત્પાદનો નિકાસ કરી રહ્યું છે.

જુલાઇ 26, 2024 2:02 પી એમ(PM) જુલાઇ 26, 2024 2:02 પી એમ(PM)

views 8

કારગિલ વિજય દિવસ પ્રસંગે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે દિલ્હી સ્થિત રાષ્ટ્રીયયુદ્ધ સ્મારક ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી હતી

કારગિલ વિજય દિવસ પ્રસંગે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે દિલ્હી સ્થિત રાષ્ટ્રીયયુદ્ધ સ્મારક ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે સૈન્ય ઉપ પ્રમુખ લેફ્ટનેન્ટ જનરલ એન રાજા સુબ્રમણી, નૌકાદળના ઉપ પ્રમુખ વાઇસ એડમિરલ સ્વામીનાથન, ભારતીય વાયુ દળના ઉપપ્રખુખ એર માર્શલ એપી સિંહે અને ચીફ ઓફ સ્ટાફ સચિવ લેફ્ટન્નટ જનરલ જૉન્સન પીમૈથ્યૂએ પણ કારગીલ યુદ્ધના શહીદોને શ્રદ્ધાંજલિ અપર્ણ કરી.તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કારગિલ યુદ્ધના શહીદોના બલિદાનને સ્મરણ કર્યું.સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી શાહે હિમાલયના દુર્ગમ પર્વ...

જુલાઇ 25, 2024 2:04 પી એમ(PM) જુલાઇ 25, 2024 2:04 પી એમ(PM)

views 8

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે કારગિલ વિજય દિવસ નિમિત્તે કારગિલ યુદ્ધ સ્મારકની મુલાકાત લઈ શહીદોને શ્રદ્ધાંજલી અર્પણ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે કારગિલ વિજય દિવસ નિમિત્તે કારગિલ યુદ્ધ સ્મારકની મુલાકાત લઈ શહીદોને શ્રદ્ધાંજલી અર્પણ કરશે. દરમિયાન તેઓ શિનકુલ લા ટનલના કામકાજનો પ્રારંભ કરાવશે. 4.1 કિલોમીટર લાંબી આ ટ્યૂબ ટનલ લેહમાં પ્રતિકૂળ હવામાન દરમિયાન વાહનવ્યહાર માટે નિમૂ-પદુમ-દારચારોડ પર અંદાજે 15 હજાર, 500 ફૂટની ઉંચાઈ પર બનાવવામાં આવશે.બાંધકામ પૂર્ણ થયા બાદતે વિશ્વની સૌથી ઉંચાઈએ આવેલી ટનલમાં સ્થાન પામશે.