ઓક્ટોબર 12, 2024 8:38 એ એમ (AM) ઓક્ટોબર 12, 2024 8:38 એ એમ (AM)

views 6

આવકવેરા વિભાગે નાણાકીય વર્ષ 2024-25 માટે અત્યાર સુધીમાં 13 લાખ 57 હજાર કરોડ રૂપિયાથી વધુની રકમ પ્રત્યક્ષ કર તરીકે પ્રાપ્ત કરી છે.

આવકવેરા વિભાગે નાણાકીય વર્ષ 2024-25 માટે અત્યાર સુધીમાં 13 લાખ 57 હજાર કરોડ રૂપિયાથી વધુની રકમ પ્રત્યક્ષ કર તરીકે પ્રાપ્ત કરી છે. તેમાં 7 લાખ કરોડ રૂપિયાથી વધુનો વ્યક્તિગત આવકવેરો અને 6 લાખ કરોડ રૂપિયાથી વધુનો કોર્પોરેટ કરનો સમાવેશ થાય છે. વિભાગે ગઈકાલ સુધીમાં 2 લાખ 31 હજાર કરોડ રૂપિયાથી વધુના રિફંડ પણ જારી કર્યા છે. ચાલુ નાણાકીય વર્ષમાં ચોખ્ખા પ્રત્યક્ષ કર મેળવવામાં 18 ટકાથી વધુની નોંધપાત્ર વધારો થયો.

ઓગસ્ટ 22, 2024 8:26 પી એમ(PM) ઓગસ્ટ 22, 2024 8:26 પી એમ(PM)

views 5

નવી દિલ્હી ખાતે દેશના ૨૯ અધિકારીઓનું નાણામંત્રી નિર્મલા સીતારમનના હસ્તે વિશેષ સન્માન કરવામાં આવ્યું

આવકવેરા વિભાગને ૧૬૫ વર્ષ પૂર્ણ થતાં ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ નવી દિલ્હી ખાતે દેશના ૨૯ અધિકારીઓનું નાણામંત્રી નિર્મલા સીતારમનના હસ્તે વિશેષ સન્માન કરવામાં આવ્યું.. જેમાં વલસાડના આવકવેરા અધિકારી ધર્મેન્દ્ર ટેકવાણીનું ૫૩ વર્ષ જુની ૧૦ કરોડથી વધુની વ્યાજ સાથેની વસૂલાત કરવાની ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માન કરાયું.. ઉલ્લેખનીય છે કે, શ્રી ટેકવાણી હાલ સેલવાસ ઇન્કમટેક્સ વિભાગનો હવાલો સંભાળી રહ્યા છે. તેમની આ સિધ્ધી બદલ આવકવેરા વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.