જાન્યુઆરી 8, 2025 9:54 એ એમ (AM) જાન્યુઆરી 8, 2025 9:54 એ એમ (AM)

views 6

પ્રધાનમંત્રી મોદી આજે વિશાખાપટ્ટનમમાં 2 લાખ કરોડથી વધુના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન-ખાતમુહુર્ત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં 2 લાખ કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને ખાતમુહુર્ત કરશે. પ્રધાનમંત્રી મોદી વિશાખાપટ્ટનમ નજીક પુડીમડાકા ખાતે NTPC ગ્રીન એનર્જી લિમિટેડના અત્યાધુનિક ગ્રીન હાઇડ્રોજન સેન્ટર પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન હેઠળ આ પહેલું ગ્રીન હાઇડ્રોજન સેન્ટર હશે. આ પ્રોજેક્ટ પર અંદાજે 1 લાખ 85 હજાર કરોડ રૂપિયાનું રોકાણ થશે. જેનાથી વર્ષ 2030 સુધીમાં 500 GW બિન-અશ્મિભૂત ઉર્જા ક્ષમતાના લક્ષ્યાંકને હાંસલ કરવામાં મદદ મળશે. પ્ર...

સપ્ટેમ્બર 17, 2024 9:33 એ એમ (AM) સપ્ટેમ્બર 17, 2024 9:33 એ એમ (AM)

views 8

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુએ સીએમ ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત લીધી

ગુજરાતની મુલાકાતે આવેલા આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ ગુજરાતમાં યોજાઇ રહેલી ત્રિ-દિવસીય ચોથી રિન્યૂએબલ એનર્જી ઇન્વેસ્ટમેન્ટ સમિટના ઉદઘાટન સત્રમાં સહભાગી થવા ગાંધીનગર આવ્યા હતા. ઉદઘાટન સત્રના સમાપન બાદ સાંજે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

સપ્ટેમ્બર 9, 2024 3:06 પી એમ(PM) સપ્ટેમ્બર 9, 2024 3:06 પી એમ(PM)

views 8

આંધ્રપ્રદેશમાં આવેલા પૂરના કારણે લગભગ 6 લાખ લોકો પ્રભાવિત થયા

આંધ્રપ્રદેશમાં આવેલા પૂરના કારણે લગભગ 6 લાખ લોકો પ્રભાવિત થયા છે અને હજુ પણ અનેક લોકો પૂરમાં ફસાયેલા છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રાબાબુ નાયડુએ ગઈકાલે વિજયવાડા કલેક્ટર કચેરી ખાતે પત્રકારોને આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, હવામાનમાં પરિવર્તન અને વાદળ ફાટવાના કારણે રાજ્યમાં અતિશય વરસાદ થયો છે. શ્રી નાયડુએ કહ્યું કે પૂર પ્રભાવિત લોકોને રાહત સામગ્રી પહોંચાડવામાં આવી રહી છે અને પરિસ્થિતિ કાબૂમાં છે. મુખ્યમંત્રીએ શ્રીકાકુલમ અને ASR જિલ્લામાં વધુ વરસાદ અંગે ચેતવણી આપતા કહ્યું હતું કે...

સપ્ટેમ્બર 5, 2024 2:48 પી એમ(PM) સપ્ટેમ્બર 5, 2024 2:48 પી એમ(PM)

views 5

કેન્દ્રીય મંત્રાલયની ટીમ આજે આંધ્રપ્રદેશમાં પૂરગ્રસ્ત જિલ્લાઓની મુલાકાતે છે

કેન્દ્રીય મંત્રાલયની ટીમ આજે આંધ્રપ્રદેશમાં પૂરગ્રસ્ત જિલ્લાઓની મુલાકાતે છે. અધિક ગૃહ સચિવ સંજીવકુમાર જિંદાલના નેતૃત્વ હેઠળની આ ટીમ રાજ્યમાં ભારે વરસાદ અને પૂરને કારણે થયેલા વ્યાપક નુકસાનનું મૂલ્યાંકન કરશે. અગાઉ, ટીમે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. દરમિયાન આંધ્ર પ્રદેશમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં સહાય પૂરી પાડવા માટે-NDRF ની 26 ટીમો તૈનાત કરવામાં આવી છે. આ ટીમો કેન્દ્ર અને રાજ્યની એજન્સીઓ સાથે સંકલન કરીને રાહત અને બચાવ કામગીરીમાં કરી રહી છે. અત્યાર સુધીમાં NDRF એ 319 લોકોને બચાવ્યા છે અને લગભ...

સપ્ટેમ્બર 2, 2024 3:06 પી એમ(PM) સપ્ટેમ્બર 2, 2024 3:06 પી એમ(PM)

views 6

આંધ્રપ્રદેશના રાજ્યપાલે વિજયવાડા અને આસપાસના વિસ્તારમાં ભારે વરસાદ અને પૂરના કારણે અસરગ્રસ્ત થયેલા સામાન્ય જનજીવન અંગે ચિંતા વ્યક્ત કરી

આંધ્રપ્રદેશના રાજ્યપાલ એસ. અબ્દુલ નઝીરે વિજયવાડા અને આસપાસના વિસ્તારમાં ભારે વરસાદ અને પૂરના કારણે અસરગ્રસ્ત થયેલા સામાન્ય જનજીવન અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું, પાણીમાં ડૂબેલા વિસ્તારમાં રહેનારા લોકોએ બચાવ માટે તાત્કાલિક સરકારી અધિકારીઓનો સંપર્ક કરવો જોઈએ. રાજ્યપાલે વરસાદ સાથે સંબંધિત ઘટનાઓમાં જીવ ગુમાવનારા લોકો પ્રત્યે પણ દુઃખ વ્યક્ત કરી તેમના પરિવારને સંવેદના પાઠવી હતી.