સપ્ટેમ્બર 19, 2024 8:04 પી એમ(PM) સપ્ટેમ્બર 19, 2024 8:04 પી એમ(PM)

views 5

સૌરાષ્ટ્રમાં વરસાદ બાદ વરાપ નીકળતા ખેડૂતોને પિયત માટે દરરોજ 8 કલાકના બદલે સતત 12 કલાક વીજળી આપવા પોરબંદરના ભાજપના ધારાસભ્ય અર્જુન મોઢવાડીયાએ રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરી

સૌરાષ્ટ્રમાં વરસાદ બાદ વરાપ નીકળતા ખેડૂતોને પિયત માટે દરરોજ 8 કલાકના બદલે સતત 12 કલાક વીજળી આપવા પોરબંદરના ભાજપના ધારાસભ્ય અર્જુન મોઢવાડીયાએ રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરી છે. શ્રી મોઢવાડીયાએ ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈને લખેલા પત્રમાં કૃષિ પાકોમાં ખાસ કરીને મગફળી અને ડાંગરના પાકોના વિકાસ માટે તેમજ દબાઈ ગયેલી જમીનને છૂટી પાડવા પિયતની જરૂર હોવાનું જણાવ્યું હતું. ઉપરાંત એક સાથે કુવા – બોરમાં મોટરો ચાલુ થવાથી વીજ પુરવઠામાં વિક્ષેપ થાય છે, જેને નિવારવા માટે વધારાની ટીમો ફાળવવા પણ રજુઆત કરી છે.