સપ્ટેમ્બર 21, 2024 10:47 એ એમ (AM) સપ્ટેમ્બર 21, 2024 10:47 એ એમ (AM)
6
ખેડૂતોને ચાર કલાક વધુ વીજળી આપવા મોઢવાડિયાની ઊર્જા મંત્રીને રજૂઆત
પોરબંદરના ભાજપના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ રાજ્યના ઊર્જા મંત્રી કનુ દેસાઈને પત્ર લખીને તેમજ રૂબરુ મુલાકાત કરીને ખેડૂતોને વધુ સમય વીજળી આપવા માટે રજૂઆત કરી હતી. જે અંગે ઊર્જા મંત્રીએ વધુ વીજળી પૂરી પાડવા માટેની ખાતરી આપી હતી. ઊર્જા મંત્રી કનુ દેસાઈને કરેલી રજૂઆતમાં અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક સમયથી વરસાદે વિરામ લેતા ખેડુતોનો પાક માટે પીયતની જરૂરિયાત ઉભી થઈ છે. જેથી ખેડૂતોને દૈનિક 8 કલાક વીજળી મળે છે તેના સમયમાં વધારો કરીને 12 કલાક વિજળી આપવામાં આવે તેવી રજૂઆત ક...