ઓગસ્ટ 6, 2024 2:41 પી એમ(PM) ઓગસ્ટ 6, 2024 2:41 પી એમ(PM)

views 8

એક દિવસ સ્થગિત કરાયા બાદ અમરનાથ યાત્રા રાબેતા મુજબ પુન: શરૂ

એક દિવસ સ્થગિત કરાયા બાદ અમરનાથ યાત્રા રાબેતા મુજબ પુન: શરૂ થઈ છે. આજે વહેલી સવારે 1 હજાર 873 શ્રદ્ધાળુઓનું વધુ એક જૂથ જમ્મૂના ભાગવતીનગર યાત્રી નિવાસ બેઝ કૅમ્પ ખાતેથી અમરનાથ ગુફા માટે રવાના થયું હતું. આ શ્રદ્ધાળુઓ 69 જેટલા વાહનોના ફાફલામાં નીકળ્યા છે. જેમાં 1 હજાર, 579 પુરૂષો, 202 મહિલાઓ, 65 સાધુ અને 27 સાધ્વીઓ સામેલ છે.

જુલાઇ 15, 2024 3:00 પી એમ(PM) જુલાઇ 15, 2024 3:00 પી એમ(PM)

views 2

અમરનાથની યાત્રા કરવા 4875 શ્રદ્ધાળુઓનો બીજો સમૂહ જમ્મુમાં ભગવતી નગર યાત્રી નિવાસ બેઝ કેમ્પથી રવાના થયો

અમરનાથની યાત્રા કરવા 4875 શ્રદ્ધાળુઓનો બીજો સમૂહ જમ્મુમાં ભગવતી નગર યાત્રી નિવાસ બેઝ કેમ્પથી કાશ્મીર ખીણમાં માટે રવાના થયો હતો. યાત્રાળુઓ આજે વહેલી સવારે 162 વાહનોના કાફલામાં બેઝ કેમ્પથી નીકળ્યા હતા. બેચમાં 3 હજારો 464 પુરૂષો, 1 હજાર 333 મહિલાઓ, 14 બાળકો, 57 સાધુઓ અને 7 સાધ્વીઓનો સમાવેશ થાય છે.

જુલાઇ 11, 2024 3:12 પી એમ(PM) જુલાઇ 11, 2024 3:12 પી એમ(PM)

views 6

અમરનાથ યાત્રાના આજે 12મા દિવસે 19 હજારથી વધુ શ્રદ્ધાળુઓએ પવિત્ર ગુફાના દર્શન કર્યા છે

અમરનાથ યાત્રાના આજે 12મા દિવસે 19 હજારથી વધુ શ્રદ્ધાળુઓએ પવિત્ર ગુફાના દર્શન કર્યા છે. દરમિયાન આજે 4 હજાર 885 શ્રદ્ધાળુઓ પવિત્ર ગુફાના દર્શન માટે ભગવતીનગર યાત્રિ નીવાસ ખાતેથી રવાના થયા છે. જેમાં ત્રણ હજાર 22 પુરુષો, એક હજાર 86 મહિલાઓ, 14 બાળકો, 111 સાધુ અને 52 સાધવીઓ સામેલ છે.

જુલાઇ 9, 2024 4:07 પી એમ(PM) જુલાઇ 9, 2024 4:07 પી એમ(PM)

views 18

જમ્મૂ કાશ્મીરમાં ગત માસથી શરૂ થયેલી અમરનાથ યાત્રા શાંતિ પૂર્ણ રીતે ચાલી રહી છે

જમ્મૂ કાશ્મીરમાં ગત માસથી શરૂ થયેલી અમરનાથ યાત્રા શાંતિ પૂર્ણ રીતે ચાલી રહી છે. રક્ષાબંધનના રોજ શ્રાવણ પુર્ણિમા પ્રસંગે અમારનાથ યાત્રાની પૂર્ણાહૂતિ થશે. ગઈકાલે વધુ 24 હજાર, 879 શ્રદ્ધાળુઓ બેઝ કેમ્પથી પત્રિવ ગુફાના દર્શન માટે રવાના થયા હતા. આ સાથે જ 52 દિવસ ચાલનારી અમરનાથ યાત્રા કરનારા શ્રદ્ધાળુઓનો આંકડો બે લાખ, સાત હજારને પાર થયો છે.

જુલાઇ 2, 2024 3:36 પી એમ(PM) જુલાઇ 2, 2024 3:36 પી એમ(PM)

views 13

અમરનાથ યાત્રા માટે આજે છ હજાર 537 યાત્રીઓની પાંચમી ટૂકડી ભગવતી નગર યાત્રી નિવાસ બેઝ કેમ્પથી રવાના

કાશ્મીર ખીણમાં વાર્ષિક અમરનાથ યાત્રા માટે આજે છ હજાર 537 યાત્રીઓની પાંચમી ટૂકડી ભગવતી નગર યાત્રી નિવાસ બેઝ કેમ્પથી રવાના થઈ હતી. આજે વહેલી સવારે 261 કાફલામાં યાત્રીઓ રવાના થયા હતા, જેમાં 5 હજાર 91 પૂરુષ, એક હજાર 102 મહિલા, 19 બાળકો, 301 સાધુઓ અને 24 સાધ્વીનો સમાંવેશ થાય છે. આમાંથી બે હજાર 106 યાત્રીઓ બાલતાલ અને 4 હજાર 431 યાત્રીઓ પહલગામ બેઝ કેમ્પ માટે રવાના થયા હતા.

જુલાઇ 1, 2024 4:03 પી એમ(PM) જુલાઇ 1, 2024 4:03 પી એમ(PM)

views 2

કાશ્મીરમાં કોઈ વિધ્ન વગર સરળતાથી ચાલી રહી છે શ્રી અમરનાથજીની વાર્ષિક યાત્રા..

કાશ્મીરમાં શ્રી અમરનાથજીની વાર્ષિક યાત્રા કોઈ વિધ્ન વગર સરળતાથી ચાલી રહી છે. અમારા શ્રીનગરના પ્રતિનિધી જણાવે છે કે, અત્યાર સુધી 28 હજાર 534 શ્રધ્ધાળુઓએ અમરનાથની પવિત્ર ગુફામાં કુદરતી રીતે રચાતા બરફના શિવલિંગનાં દર્શન કર્યા છે. યાત્રા માટે સલામતીનો કડક બંદોબસ્ત કરવામાં આવ્યો છે. નુવાન અને બાલતાલ બેઝ કેમ્પ ખાતે દેશનાં વિવિધ ભાગમાંથી મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ પહોંચી રહ્યા છે. દરમિયાન, આજે વહેલી સવારે જમ્મુમાં છ હજાર 461 યાત્રીઓની નવી બેચ જમ્મુમાં ભગવતીનગર બેઝ કેમ્પથી રવાના થઈ હતી. બાલતાલ કેમ્પથી બે...