ડિસેમ્બર 6, 2024 10:57 એ એમ (AM) ડિસેમ્બર 6, 2024 10:57 એ એમ (AM)

views 8

રિવરફ્રન્ટ ખાતે રૂ. 750 કરોડના ખર્ચે નવું કન્વેન્શન, કલ્ચરલ અને બિઝનેસ સેન્ટર બનાવાશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ખાતે અંદાજે 750 કરોડથી વધુનાં ખર્ચે નવું કન્વેન્શન, કલ્ચરલ અને બિઝનેસ સેન્ટર બનાવવામાં આવશે. આ અંગે વિસ્તૃત પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર 500 કરોડ રૂપિયા અને મ્યુનિસિપલ કોર્પોરેશન 250 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. આ વિસ્તારને ડેસ્ટીનેશન સેન્ટર તરીકે વિક્સાવવાનું આયોજન છે. અહીં 300 રૂમની હોટલ ઉપરાંત એમ્ફી થિયેટર સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. રિવરફ્રન્ટ ખાતેનાં ઇવેન્ટ સેન્ટર પાસેનાં પ્લોટમાં ચાર હજાર ચોરસ મીટરમાં કન્...

નવેમ્બર 28, 2024 7:30 પી એમ(PM) નવેમ્બર 28, 2024 7:30 પી એમ(PM)

views 5

અમદાવાદમાંથી ઓસ્ટ્રેલિયાની નકલી ચલણી નોટ છાપવાની ફેક્ટરી ઝડપાઇ છે

અમદાવાદમાંથી ઓસ્ટ્રેલિયાની નકલી ચલણી નોટ છાપવાની ફેક્ટરી ઝડપાઇ છે. અમદાવાદ શહેરના વટવા GIDCમાં આવેલી ફેક્ટરીમાં નકલી ઓસ્ટ્રેલિયન ડોલર છાપવામાં આવતા હતા. આરોપીઓ છાપેલી નોટોને બજારમાં વટાવવાની ફિરાકમાં હતા. આ પહેલા જ ફેક્ટરી પર અમદાવાદ સિટી પોલીસના SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ)ની ટીમે દરોડા પાડ્યા હતા. આ દરમિયાન સમગ્ર રેકેટનો પર્દાફાશ થયો છે. SOGની ટીમે ચાર આરોપીઓની ધરપકડ કરી છે. આ સાથે ફેક્ટરીમાંથી નકલી ચલણી નોટ, અત્યાધુનિક પ્રિન્ટિંગ મશીન અને 11.92 લાખની કિંમતનો કાચો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્ય...

નવેમ્બર 19, 2024 3:37 પી એમ(PM) નવેમ્બર 19, 2024 3:37 પી એમ(PM)

views 6

અમદાવાદની ખ્યાતિ હૉસ્પિટલ ગેરરીતિ બાદ સરકારે કાર્યવાહી કરી છે

અમદાવાદની ખ્યાતિ હૉસ્પિટલ ગેરરીતિ બાદ સરકારે કાર્યવાહી કરી છે.ગાંધીનગરના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે, રાજ્યના આરોગ્ય વિભાગે પીએમ જન યોજનામાંથી ખ્યાતિ હૉસ્પિટલ સહિત અમદાવાદની ત્રણ, સુરત, વડોદરા અને રાજકોટની એક-એક તેમજ ગીર સોમનાથ જિલ્લાની હૉસ્પિટલ એમ સાત સાત હૉસ્પિટલને સસ્પેન્ડ એટલે કે, ફરજ મોકૂફ કરી છે.જ્યારે ખ્યાતિ હૉસ્પિટલના આરોપી ડૉક્ટર પ્રશાન્ત વજીરાણી સહિત ચાર તબીબને સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર તરીકે ફરજ-મોકૂફ કરાયા છે.

નવેમ્બર 16, 2024 7:14 પી એમ(PM) નવેમ્બર 16, 2024 7:14 પી એમ(PM)

views 5

અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલ એક રહેણાંક ઇમારતમાં આગ લાગવાથી એક વ્યક્તિનું મોત થયું

અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલ એક રહેણાંક ઇમારતમાં આગ લાગવાથી એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે 100થી વધુ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. ઇસ્કોન પ્લેટિનિયમ નામની 22 માળની ઇમારતમાં ગત મોડી રાત્રે આગ લાગતા અગ્નિ શામક દળો ઘટના સ્થળે પહોંચ્યા હતા. આઠમાં માળના ઇલેક્ટ્રિક ડકમાં શોર્ટસર્કિટને કારણે આગ લાગી હતી, જે જોતજોતામાં 22માં માળ સુધી પહોંચી હતી. આગને કારણે 22થી વધુને લોકોને ગૂંગળામણ થતાં સારવાર અર્થે જુદી જુદી હૉસ્પિટલમાં ખસેડાયા હતા. દરમિયાન એક વ્યક્તિનું મોત થયું છે. મુખ્યમંત્રી ભ...

નવેમ્બર 9, 2024 10:14 એ એમ (AM) નવેમ્બર 9, 2024 10:14 એ એમ (AM)

views 12

અમદાવાદમાં આજથી ડાંગની જડીબુટ્ટીઓ દ્વારા 10 રોગના નિવારણ માટે સારવાર

અમદાવાદ ખાતે આજથી ડાંગની અમૂલ્ય જડીબુટ્ટીઓ દ્વારા ૧૦ જેટલા રોગ નિવારણ માટે અંદાજે ૧૩૩ જેટલા પ્રખ્યાત આદિવાસી વૈદુભગતો સારવાર આપશે. ‘જનજાતિય ગૌરવ દિવસ’ નિમિત્તે અમદાવાદ હાટ- વસ્ત્રાપુર ખાતે આજથી ૧૪ નવેમ્બર દરમિયાન ‘પરંપરાગત આદિવાસી વનૌષધિય પ્રદર્શન – વેચાણ’ મેળો યોજાશે. આ મેળામાં અંદાજે ૧૦૦ જેટલા સ્ટોલ શરૂ કરાશે. આદિવાસીઓના મહાનાયક, ક્રાંતિકારી લડવૈયા એવા બિરસા મુંડાની 15મી નવેમ્બરના રોજ ૧૫૦મી જન્મજયંતી ઉજવવામાં આવનાર છે. જેના ભાગરૂપે પરંપરાગત આદિવાસી ઔષધિય ચિકિત્સા પદ્ધતિ’ને પ્રોત્સાહિત કરવા આ મ...

ઓક્ટોબર 24, 2024 7:52 પી એમ(PM) ઓક્ટોબર 24, 2024 7:52 પી એમ(PM)

views 10

અમદાવાદમાં રમાઈ રહેલી ભારત અને ન્યૂઝિલેન્ડ મહિલા ક્રિકેટની વન-ડે મેચમાં ભારતે 228 રનનો લક્ષ્યાંક આપ્યો

ભારત અને ન્યૂ ઝિલેન્ડ મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે રમાઈ રહેલી વન-ડે મેચમાં ભારતે ન્યૂ ઝિલેન્ડને જીતવા માટે 228 રનનો લક્ષ્યાંક આપ્યો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ વન-ડે શ્રેણીનો પ્રારંભ થયો છે. હાલમાં મળતા અહેવાલ અનુસાર, ન્યૂ ઝિલેન્ડની ટીમે 24 ઑવરમાં 4 વિકેટ ગુમાવી 98 રન બનાવ્યા છે.ન્યૂઝિલેન્ડનાં લૉરેન ડાઉન 26, જ્યોર્જિયા પ્લિમર 25 અને સૂઝિ બેટ્સ એક રન બનાવીને આઉટ થઈ ગયાં હતાં. જ્યારે સુકાની સોફી ડેવિન માત્ર 2 રન બનાવીને રન-આઉટ થયાં હતાં. ભારત તરફથી સૈમા ઠાકોર, દીપ્તિ શર્મા અને રાધા યાદવે ...

ઓક્ટોબર 11, 2024 7:56 એ એમ (AM) ઓક્ટોબર 11, 2024 7:56 એ એમ (AM)

views 10

અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા જિલ્લાની શાળાઓમાં ‘ગુજરાતની વિકાસગાથા’ વિષય પર આધારિત ક્વિઝ કાર્યક્રમ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગ સ્વરૂપે અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા જિલ્લાની શાળાઓમાં 'ગુજરાતની વિકાસગાથા' વિષય પર આધારિત ક્વિઝ કાર્યક્રમ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ક્વિઝ કાર્યક્રમમાં જિલ્લાની ૩૪૮ શાળાઓમાં ૫ હજાર ૨૨૧ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં શાળાના બાળકોને ગુજરાતની વિકાસગાથા પર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. સાથે જ, જિલ્લાની શાળાઓમાં ગુજરાતની સાંસ્કૃતિક ધરોહર સમા ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ગરબા કાર્યક્રમમાં ૫૬૩ શાળાઓમાં અંદાજિત ૭૦...

સપ્ટેમ્બર 24, 2024 11:20 એ એમ (AM) સપ્ટેમ્બર 24, 2024 11:20 એ એમ (AM)

views 6

અમદાવાદ શહેરમાં સવારે 8 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી ખાનગી પરિવહનનાં ભારે વાહનો અને લક્ઝરી બસોનાં પ્રવેશ પર પ્રતિબંધને સર્વોચ્ચ અદાલતે યથાવત રાખ્યો

અમદાવાદ શહેરમાં સવારે 8 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી ખાનગી પરિવહનનાં ભારે વાહનો અને લક્ઝરી બસોનાં પ્રવેશ પર પ્રતિબંધને સર્વોચ્ચ અદાલતે યથાવત રાખ્યો છે. આ અંગે શહેર પોલિસનાં જાહેરનામાને બહાલ રાખતા ગુજરાત વડી અદાલતનાં ચુકાદાને પડકારતી લક્ઝરી બસ સંચાલકોની અપીલને ગઇ કાલે સર્વોચ્ચ અદાલતે ફગાવી દીધી હતી. સર્વોચ્ચ અદાલતે લક્ઝરી બસોનાં સંચાલકોને વૈકલ્પિક માર્ગ સહિતની કોઈ પણ રાહત આપવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. સર્વોચ્ચ અદાલતે લક્ઝરી બસો દ્વારા સર્જાતા અકસ્માત, શહેરનાં માર્ગો પર બસ પાર્કિંગથી રોકાતી જગ્...

સપ્ટેમ્બર 10, 2024 8:11 એ એમ (AM) સપ્ટેમ્બર 10, 2024 8:11 એ એમ (AM)

views 10

અમદાવાદના સરદાર વલ્લવભાઇ પટેલ એરપોર્ટના ટર્મિનલ બેના એરાઇવલ્સ ખાતે એક નવા આકર્ષક આર્ટ ઇન્સ્ટોલેશનનું અનાવરણ કરવામાં આવ્યું

અમદાવાદના સરદાર વલ્લવભાઇ પટેલ એરપોર્ટના ટર્મિનલ બેના એરાઇવલ્સ ખાતે એક નવા આકર્ષક આર્ટ ઇન્સ્ટોલેશનનું અનાવરણ કરવામાં આવ્યું છે. મુસાફરોને શહેરની વાઇબ્રન્ટ એનર્જીનો અનુભવ કરાવવા હલચલ વોલની રચના કરવામાં આવી છે. હેરિટેજ સિટી એવા અમદાવાદની કળા, પરંપરાઓ અને સમૃદ્ધ વારસાને પ્રતિબિંબિત કરતાં આ શિલ્પદ્વારા આમદાવાદની પોળ અને અન્ય જીવંત ગુજરાતી પાત્રોને દર્શાવી રહ્યાં છે. ફેબ્રિકની વહેતી સાબરમતી નદીના નિરૂપણ દ્વારા 15મી સદીમાં અમદાવાદની સ્થાપના થઈ ત્યારથી તે અમદાવાદનું અભિન્ન અંગ છે. પરંપરાગત ડાબુ આર્ટનો ઉ...

સપ્ટેમ્બર 10, 2024 8:10 એ એમ (AM) સપ્ટેમ્બર 10, 2024 8:10 એ એમ (AM)

views 10

અમદાવાદ સ્થિત ગુજરાત રાજ્ય વેપારી મહામંડળની રિયલ એસ્ટેટ અને ઇન્ફ્રા કમિટીએ ગ્રામીણ ક્ષેત્રના વિકાસ પર ઇન્ટરેક્ટિવ સત્રનું આયોજન કર્યું હતું

અમદાવાદ સ્થિત ગુજરાત રાજ્ય વેપારી મહામંડળની રિયલ એસ્ટેટ અને ઇન્ફ્રા કમિટીએ ગ્રામીણ ક્ષેત્રના વિકાસ પર ઇન્ટરેક્ટિવ સત્રનું આયોજન કર્યું હતું. આ સત્રમાં ગુજરાત સરકારના ગ્રામીણ વિકાસ વિભાગના કમિશનર સુજલ મયાત્રાએ ઉદ્યોગકારો સાથે ગ્રામીણ વિસ્તારને લગતી વિવિધ યોજનાઓની જાણકારી આપી હતી. જેમાં ગ્રામીણ યોજનાઓમાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ, પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન,પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, સંસદ આદર્શ ગ્રામ યોજનાની વિસ્તૃત માહિતી આપી હતી. ઉદ્યોગકારોએ આ મામલ...