જાન્યુઆરી 8, 2025 8:31 એ એમ (AM) જાન્યુઆરી 8, 2025 8:31 એ એમ (AM)

views 5

અમદાવાદ મનપા આયોજિત ફ્લાવર શૉના ફ્લાવર બુકેને ગિનિસ બૂક વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું

અમદાવાદ મહાપાલિકા દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ પર ફ્લાવર શોનું આયોજન કરાયું છે. જેમાં 34 ફૂટ ઊંચા અને 18,000 થી વધારે પ્લાન્ટ ધરાવતા ફ્લાવર બુકે બનાવીને નવો વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરવામાં આવ્યો છે. સાબરમતી રિવરફ્રન્ટ પર દર વર્ષે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા યોજાતા ઇન્ટરનેશનલ ફ્લાવર શોમાં લાખો લોકો મુલાકાત લેતા હોય છે. ગત વર્ષે સૌથી લાંબી ફ્લાવર વોલના ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામી હતી. ત્યાર બાદ ચાલુ વર્ષે વર્લ્ડ લાર્જેસ્ટ ફ્લાવર બુકે એ (સાઇઝના માપ દંડોને આધારે) માટે ગિનિસ બૂક ઓફ વર્લ્ડ ર...

જાન્યુઆરી 5, 2025 8:14 એ એમ (AM) જાન્યુઆરી 5, 2025 8:14 એ એમ (AM)

views 6

અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે ભારતીય માનક મેળો યોજાયો હતો.

અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે ભારતીય માનક મેળો યોજાયો હતો. વિજ્ઞાન, ટેક્નોલોજી અને રોજિંદા જીવનમાં માનક કેટલા ઉપયોગી છે તેની સમજ બાળકોમાં અત્યારથી કેળવાય એ માટે આ મેળાનું આયોજન કરાયું હતું.. ભારતીય માનક બ્યુરોનાં ૭૮મા સ્થાપના દિવસના ઉપલક્ષ્યમાં ભારતીય માનક બ્યુરો અમદાવાદ, સાયન્સ સિટી- અમદાવાદ તેમજ ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ યોજાયો હતો.. સાયન્સ સિટીમાં આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યભરમાંથી ૨૪ સ્કૂલના બે હજારથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ પ્રસંગે ઉપસ્થ...

જાન્યુઆરી 3, 2025 8:32 એ એમ (AM) જાન્યુઆરી 3, 2025 8:32 એ એમ (AM)

views 9

એએમસી આયોજિત ફ્લાવર શૉનું મુખ્યમંત્રીના હસ્તે ઉદઘાટન

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આજથી ફ્લાવર શોનો પ્રારંભ થશે. આ ફ્લાવર શૉનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદઘાટન કરવામાં આવશે. આ ફ્લાવર શૉ અંગે અમદાવાદનાં મેયર પ્રતિભા જૈને જણાવ્યું હતું કે, આ વર્ષે ફ્લાવર શોમાં વિવિધ છ ઝોન રાખવામાં આવ્યાં છે. ફ્લાવર શોમાં 7 લાખથી વધુ રોપા સાથેની 400 ફૂટની ક્રેનિયલ વોલ બનાવવામાં આવશે, 15 લાખથી વધુ રોપા પ્રદર્શિત કરવામાં આવશે. જેમાં 30થી વધુ વિદેશી ફૂલોનો સમાવેશ થાય છે. 12 વર્ષથી ઉપરની પ્રત્યેક વ્યક્તિ માટે સોમવારથી શુક્રવાર 70 રૂપિયા અને શનિ-રવિ દરમિયાન ...

ડિસેમ્બર 30, 2024 7:42 પી એમ(PM) ડિસેમ્બર 30, 2024 7:42 પી એમ(PM)

views 10

અમદાવાદના સારંગપુર બ્રિજ ખાતે નવા બ્રિજની કામગીરી શરૂ કરવામાં આવતાં તે દોઢ વર્ષ માટે બંધ કરાયો

અમદાવાદના સારંગપુર બ્રિજ ખાતે નવા બ્રિજની કામગીરી શરૂ કરવામાં આવતાં તે દોઢ વર્ષ માટે બંધ કરાયો છે. પોલીસ કમિશ્નરે બહાર પાડેલા જાહેરનામા અંતર્ગત સારંગપુર બ્રિજ બે જાન્યુઆરી, 2025થી 30 જૂન, 2026 સુધી જાહેર જનતાની અવર જવર માટે તથા વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. આ બ્રિજ બંધ થતાં અનુપમ બ્રિજ અને કાલુપુર બ્રિજ પર વાહન વ્યવહાર ડાયવર્ટ કરવામાં આવ્યો છે.

ડિસેમ્બર 26, 2024 8:12 પી એમ(PM) ડિસેમ્બર 26, 2024 8:12 પી એમ(PM)

views 7

અમદાવાદ ખાતે ચાલુ માસનો જિલ્લા કક્ષાનો ‘સ્વાગત કાર્યક્રમ’ યોજાયો

અમદાવાદ ખાતે ચાલુ માસનો જિલ્લા કક્ષાનો 'સ્વાગત કાર્યક્રમ' યોજાયો. જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં 23 જેટલા અરજદારોના વિવિધ પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ કરવામાં આવ્યું હતું. સાબરકાંઠા જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયેલ જિલ્લા કાર્યક્રમમાં જમીન દબાણ, જમીન સર્વે, પ્લોટ ફાળવણી વગેરે જેવા 16 પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ કરવામાં આવ્યું હતું. બીજી તરફ તાપી તેમજ ગીરસોમનાથમાં જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો. જેમાં લોકોના પ્રશ્નોનું સ્થળ પર હકારાત્મક નિવ...

ડિસેમ્બર 20, 2024 9:26 એ એમ (AM) ડિસેમ્બર 20, 2024 9:26 એ એમ (AM)

views 1

વાઈબ્રન્ટ ગુજરાત સમિટે ગુજરાતને દેશનું ગ્રોથ એન્જિન બનાવ્યું : મુખ્યમંત્રી

વાઈબ્રન્ટ ગુજરાત સમિટે ગુજરાતને દેશનું ગ્રોથ એન્જિન બનાવ્યું છે તેમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (જીસીસીઆઈ) વાર્ષિક સ્નેહ મિલન કાર્યક્રમમાં જણાવ્યું હતું. ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના વાર્ષિક સ્નેહમિલનમાં અમદાવાદમાં ઉપસ્થિત રહેલા મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતું કે, આજે ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસનો મંત્ર સાકાર થઈ રહ્યો છે. આ પ્રસંગે મુખ્યમંત્રીના હસ્તે GCCIની 75 વર્ષની યશગાથા વર્ણવતી વિડિયો ફિલ્મ લોન્ચ કરવામાં આવી હતી. વધુમાં આ પ્રસંગે ગુજરાત ચેમ્બર ઓફ કોમ...

ડિસેમ્બર 20, 2024 8:37 એ એમ (AM) ડિસેમ્બર 20, 2024 8:37 એ એમ (AM)

views 9

અમદાવાદ સિવિલ મેડિસિટીમા રૂ. 840 કરોડના વિવિધ કામોનો માસ્ટર પ્લાન તૈયાર કરાયો : ઋષિકેશ પટેલ

અમદાવાદ સિવિલ મેડિસિટીમા અંદાજીત 840 કરોડ રૂપિયાના વિવિધ કામોના નિર્માણકાર્ય અને આયોજન સહિતના માસ્ટર પ્લાન તૈયાર કરાયો છે તેમજ મેડિસિટીમાં પ્રવેશતા દર્દીઓને વોર્ડ શોધવામાં અનુકૂળતા રહે તે માટે હોર્ડિંગ્સની વ્યવસ્થા કરાશે તેમ રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. અમદાવાદમાં અસારવા સ્થિત મેડિસિટીમાં પ્રવેશતા દર્દીઓ માટે હોર્ડિંગ્સના આધારે માહિતી મળે તેવી વ્યવસ્થાનું આયોજન કરાયું હોવાનું આરોગ્ય મંત્રી ઋષિકેષ પટેલે જણાવ્યું હતું. ગઇકાલે સાંજે આરોગ્ય મંત્રીએ મેડિસિટીના નિર્માણાધીન પ્રોજેક...

ડિસેમ્બર 19, 2024 8:20 એ એમ (AM) ડિસેમ્બર 19, 2024 8:20 એ એમ (AM)

views 7

અમદાવાદના જુહાપુરામાંથી પોલીસે પ્રતિબંધિત જીવલેણ ચાઇનીઝ દોરીના 74 ટેલર સાથે બે લોકોને ઝડપી પાડ્યા છે.

અમદાવાદના જુહાપુરામાંથી પોલીસે પ્રતિબંધિત જીવલેણ ચાઇનીઝ દોરીના 74 ટેલર સાથે બે લોકોને ઝડપી પાડ્યા છે. પોલીસે બાતમીના આધારે દરોડા પાડી 37 હજારની કિંમતના મુદ્દામાલ જપ્ત કર્યો છે.પોલીસ કમિશનર દ્વારા શહેરના તમામ ઝોનમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરી તથા તુક્કલોનો વેપાર કરતા વધુમાં વધુ કેસો શોધી કાઢવા સૂચના આપવામાં આવી છે. આ દોરીથી રાજ્યમાં ત્રણ અકસ્માત થયા છે જેમાં ત્રણેય વ્યક્તિના મોત થયા હતા.

ડિસેમ્બર 17, 2024 10:00 એ એમ (AM) ડિસેમ્બર 17, 2024 10:00 એ એમ (AM)

views 5

જાહેર રોડ ઉપર કચરો ફેંકી ગંદકી બદલ અમદાવાદના એસજી હાઈવે, ઘાટલોડિયા અને મણિનગરમાં 25 દુકાનો સીલ કરવામાં આવી

જાહેર રોડ ઉપર કચરો ફેંકી ગંદકી બદલ અમદાવાદના એસજી હાઈવે, ઘાટલોડિયા અને મણિનગરમાં 25 દુકાનો સીલ કરવામાં આવી હતી. શહેરના પશ્ચિમ વિસ્તારમાં ઉત્તર પશ્ચિમ ઝોનના સોલીડ વેસ્ટ વિભાગ દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ અને આદર્શ સફાઈના અભાવ બદલ ગોતા, ઘાટલોડિયા, થલતેજ અને બોડકદેવ વિસ્તારમાં કુલ 8 તેમજ પૂર્વ વિસ્તારમાં મણીનગર, બહેરાપુરા, વટવા સહિતના વિસ્તારોમાં જાહેર રોડ પર ગંદકી કરવા બદલ 17 એમ 25 દુકાનોને સીલ કરી દેવાઇ હતી. જાહેર માર્ગો પર ગંદકી ફેલાવવા, સ્વચ્છતા ન જાળવવા, પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ કરત...

ડિસેમ્બર 12, 2024 6:14 પી એમ(PM) ડિસેમ્બર 12, 2024 6:14 પી એમ(PM)

views 48

અમદાવાદમાં 20 અને 21 ડિસેમ્બરના રોજ વિજ્ઞાન ભવન, સાયન્સ સિટી ખાતે “ટેક એક્સ્પો ગુજરાત 2024” યોજાશે

અમદાવાદમાં 20 અને 21 ડિસેમ્બરના રોજ વિજ્ઞાન ભવન, સાયન્સ સિટી ખાતે “ટેક એક્સ્પો ગુજરાત 2024” યોજાશે. આ કાર્યક્રમમાં ત્રણ હજારથી વધુ સહભાગીઓ ભાગ લેશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેનું ઉદઘાટન કરશે. આ પ્રદર્શન ઉદ્યોગોમાં સહયોગ, નવીનતા અને ડિજિટલ પરિવર્તનને પ્રોત્સાહન આપવા અને ગુજરાતના IT ક્ષેત્રના વિકાસને નવી ગતિ પ્રદાન કરવા માટેનું મહત્વપૂર્ણ પ્લેટફોર્મ બનશે. ટેક એક્સ્પોનો હેતુ ગુજરાતમાં IT ઉદ્યોગના વિકાસને પ્રોત્સાહન આપવાનો છે, જેથી આગામી ત્રણ વર્ષમાં રાજ્યનું IT ક્ષેત્ર તેનો હિસ્સો બમણો કરી શકે.