જાન્યુઆરી 21, 2025 8:52 એ એમ (AM)

views 3

રાજ્યભરમાં 25 જાન્યુ. સુધી શાળા સલામતી સપ્તાહ યોજાશે

રાજ્યભરમાં 25 જાન્યુઆરી સુધી “શાળા સલામતી સપ્તાહ-2025” યોજાશે. GSDMA એટલે કે, ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ અને શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજાનારા આ સપ્તાહ અંતર્ગત ત્રણ હજાર જેટલી શાળાઓમાં ભૂકંપ, આગ અકસ્માત, પૂર, શૉર્ટ સર્કિટ જેવા વિષય ઉપર રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ- NDRF, રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ- SDRF, અગ્નિશમન દળના સહયોગથી મોકડ્રીલનું પણ આયોજન કરાશે. દરમિયાન ઈન્ડિયન રેડક્રોસ, 108 ઇમરજન્સી એમ્બુલૅન્સના સહયોગથી આરોગ્ય વિષયક તાલીમ અને નિદર્શન કરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ...

જાન્યુઆરી 20, 2025 8:29 એ એમ (AM)

views 19

કેન્દ્રીય મંત્રી નડ્ડાએ ગઈકાલે સિપેટ ખાતે અંશશોધન પ્રયોગશાળાનું ઉદ્ઘાટન કર્યું

કેન્દ્રીય મંત્રી જે. પી. નડ્ડાએ ગઈકાલે અમદાવાદમાં કેન્દ્રીય પેટ્રૉકેમિકલ્સ એન્જિનિયરિંગ અને ટેક્નોલૉજી સંસ્થાન- સિપેટ ખાતે અંશશોધન પ્રયોગશાળાનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ સિપેટને ખેતી અને આરોગ્ય ક્ષેત્રમાં એડવાન્સ સંશોધન કરવાની સલાહ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્ટાર્ટ-અપ ઇન્ડિયા, સ્ટૅન્ડ-અપ ઇન્ડિયા કે નવાચારને આગળ વધારવાની યોજનાથી સિપેટને નવી ઊર્જા મળી છે.

જાન્યુઆરી 17, 2025 7:26 પી એમ(PM)

views 16

અમદાવાદના નવરંગપુરામાં અમરનાથ કો-ઓપરેટિવ બેન્કના મેનેજરે અઢી કરોડ રૂપિયાનું કૌભાંડ કરતા છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ

અમદાવાદના નવરંગપુરામાં અમરનાથ કો-ઓપરેટિવ બેન્કના મેનેજરે અઢી કરોડ રૂપિયાનું કૌભાંડ કરતા છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. બેન્કના મેનેજરે સત્તાનો દુરુપયોગ કરીને માત્ર પાંચ જ મહિનામાં અઢી કરોડની રકમ પોતાના ખાતામાં જમા કરી દીધી હતી. ગત નવેમ્બર મહિનામાં બેંકના ઓડિટ દરમિયાન કેટલીક શંકાસ્પદ નોંધ જણાતા સમગ્ર કૌભાંડ સામે આવ્યું હતું. આ મામલે ગુના શાખાએ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જાન્યુઆરી 16, 2025 8:41 એ એમ (AM)

views 21

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંસદીય ક્ષેત્રમાં કરોડો રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ આપી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં જળવ્યવસ્થાપનનાં પરિણામે ઉત્તરગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં ગામેગામ સિંચાઈ અને પીવાનું શુધ્ધ પાણી પૂરતા પ્રમાણમાં પહોંચ્યું છે. ગઇકાલે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે તેમના સંસદીય વિસ્તાર ગાંધીનગરનાં માણસામાં અંદાજે 241 કરોડ રૂપિયાનાં વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમૂહુર્ત કર્યું હતું.તેમણે અંબોડ ખાતે 234 કરોડ રૂપિયાનાં ખર્ચે સાબરમતી નદી પર નિર્માણ થનારા બેરેજનું ભૂમિપૂજન કર્યું હતું. કેન્દ્રીય મંત્રી અમિત શા...

જાન્યુઆરી 13, 2025 9:21 એ એમ (AM)

views 21

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજથી ચાર દિવસની ગુજરાતની મુલાકાતે

કેન્દ્રીય ગૃહ અને સહકારમંત્રી અમિત શાહ ઉત્તરાયણ પર્વ પ્રસંગે આજથી 16 જાન્યુઆરી સુધી ગુજરાતની મુલાકાતે આવશે. ચાર દિવસીય મુલાકાતમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અનેક કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે અને ઉત્તરાયણની ઉજવણીમાં જોડાશે. ભાજપ કાર્યાલય દ્વારા મળેલી માહિતી મુજબ અમિત શાહ આજે સાંજે અમદાવાદ આવશે. તેઓ 14મી જાન્યુઆરીએ થલતેજ, ન્યૂ રાણિપ અને સાબરમતીમાં કાર્યકર્તાઓ સાથે ઉત્તરાયણની ઉજવણી કરશે. ત્યારબાદ ઘાટલોડિયામાં નવા પોલીસ મથક અને આવાસ યોજનાનાં મકાનોનું લોકાર્પણ કરશે. 15મી જાન્યુઆરીએ કલોલ, માણસામાં સ...

જાન્યુઆરી 11, 2025 9:04 એ એમ (AM)

views 15

કરુણા અભિયાન અંતર્ગત પશુ-પંખીઓ માટેની એમ્બ્યુલન્સની સંખ્યા 37 થી વધારી 87 કરાઇ

કરુણા અભિયાન અંતર્ગત પ્રાણી અને પંખીઓને ઝડપથી મદદ પહોંચે તે માટે રાજ્યભરમાં ૧૯૬૨ એમ્બ્યુલન્સની સંખ્યા ૧૪ અને ૧૫ જાન્યુઆરી દરમિયાન ૩૭થી વધારીને ૮૭ કરવામાં આવી છે.   રાજ્યમાં છેલ્લાં કેટલાંક વર્ષોની ઘટનાનાં વિશ્લેષણના આધારે, ૧૪ જાન્યુઆરીના રોજ અંદાજે ૧,૪૭૬  ઇમર્જન્સી કેસ નોંધાવાની શક્યતા છે, જે સામાન્ય દિવસોમાં નોંધાતા ૮૪૨ કેસોની સરખામણાએ ૭૨.૨૮% નો વધારો દર્શાવે છે. તે જ રીતે, ૧૫ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ ૧,૪૯૫ ઇમર્જન્સી કેસ થવાની શક્યતા છે, જે ૭૭.૫૩% નો વધારો દર્શાવે છે. રાજકોટ જિલ્લામાં સામાન્ય દિવસો...

જાન્યુઆરી 10, 2025 7:06 પી એમ(PM)

views 13

અમદાવાદના થલતેજની ઝેબર શાળામાં એક વિદ્યાર્થિનીનું મોત થયું

અમદાવાદના થલતેજની ઝેબર શાળામાં એક વિદ્યાર્થિનીનું મોત થયું છે. ધોરણ 3 માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને શાળાની સીડી ચડતી વખતે અચાનક છાતીમાં દુખાવો થતાં તેણી ત્યાં જ ઢળી પડી હતી. તાત્કાલિક આ વિદ્યાર્થિનીને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જોકે હોસ્પિટલના તબીબોએ વિદ્યાર્થિનીને મૃત જાહેર કરી હતી. આ ઘટનાની જાણ થતા જ પોલીસે શાળાએ પહોચી સીસીટીવી મેળવી તપાસ શરૂ કરી હતી. ઝેબર શાળા દ્વારા નિવેદન જાહેર કરીને વિદ્યાર્થિનીના મૃત્યુ અંગે શોક વ્યક્ત કરીને તેના પરિવારને તમામ સહાય કરવાની ખાત્રી આપવામાં આવી હતી.

જાન્યુઆરી 10, 2025 8:28 એ એમ (AM)

views 25

અમદાવાદ શહેરના 30 ઓવરબ્રિજ પર તાર લગાવાશે : દેવાંગ દાણી

ઉતરાયણના તહેવારને ધ્યાનમાં રાખી અમદાવાદમાં આવેલા 30 ઓવરબ્રિજ પર તાર લગાવવામાં આવશે. પતંગની દોરીના કારણે ટુ વ્હીલર ચાલકોને અકસ્માત થવાની સંભાવના રહેતી હોય છે. બ્રિજ પરથી પસાર થતા દ્વિચક્રી વાહનચાલકો કે ચાલતા જતા લોકોને ગળાના ભાગે દોરી આવવાની ઘટનાઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. અમદાવાદ મહાપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, શહેરના 23 જેટલા ઓવરબ્રિજ પર તાર લગાવી દેવામાં આવ્યા છે અને બાકીના 7 બ્રિજ પર તાર લગાવવાની કામગીરી ચાલી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું ...

જાન્યુઆરી 9, 2025 8:06 પી એમ(PM)

views 16

અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલી રોજગાર કચેરી ખાતે આવતીકાલે 200થી વધુ જગ્યા માટે રોજગાર મેળો યોજાશે, જેમાં ધોરણ-8થી 10 અને 12 પાસ, આઈટીઆઈ, સ્નાતક, ઈજનેરી જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઈ શકશે

અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલી રોજગાર કચેરી ખાતે આવતીકાલે 200થી વધુ જગ્યા માટે રોજગાર મેળો યોજાશે, જેમાં ધોરણ-8થી 10 અને 12 પાસ, આઈટીઆઈ, સ્નાતક, ઈજનેરી જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઈ શકશે. સેલ્સ એક્ઝિક્યુટિવ, ટેલિકોલર, બેક ઓફિસર સહિતના હોદ્દા પર ભરતી કરવા આ મેળામાં 5થી વધુ કંપની ભાગ લેશે. પાત્રતા ધરાવતા ઉમેદવારોને રોજગાર કચેરી, અસારવા બહુમાળી ભવન ખાતે ઉપસ્થિત રહેવા સત્તાવાર યાદીમાં જણાવાયું છે.

જાન્યુઆરી 8, 2025 9:26 એ એમ (AM)

views 27

અમદાવાદના સરદાર પટેલ હવાઈ મથક મુસાફરોની સંખ્યામાં 18 ટકાની વૃદ્ધિ

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પરથી છેલ્લા ત્રિમાસિક ગાળા દરમિયાન મુસાફરોની સંખ્યામાં વૃદ્ધિ જોવા મળી છે. આ સમયગાળામાં 3.5 મિલિયનથી વધુ મુસાફરોએ એરપોર્ટ પરથી મુસાફરી કરી છે. જે અગાઉના વર્ષની 3 મિલિયનની સંખ્યા કરતાં 18% વધુ છે. અમદાવાદ હવાઈ મથક પર 27,000 થી વધુ એરક્રાફ્ટ ટ્રાફિક મૂવમેન્ટના સંચાલન સાથે 15% નો વધારો જોવા મળ્યો છે. તા. 22 ડિસેમ્બર 2024 ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય (એસવીપીઆઈ) હવાઈ મથક પર 324 એરક્રાફ્ટ ટ્રાફિક મૂવમેન્ટ (એટીએમ) સાથે 44,253 મુસાફરોની અવ...