ફેબ્રુવારી 17, 2025 4:07 પી એમ(PM) ફેબ્રુવારી 17, 2025 4:07 પી એમ(PM)

views 8

અમદાવાદનાં ભાડજ સ્થિત હરેકૃષ્ણ મંદિર દ્વારા “પરિવર્તન”- મેગા યુવા મહોત્સવ હેઠળ રાજ્યના યુવાનોને ડ્રગ્સ મુક્ત કરવા અભિયાન ચલાવાશે

અમદાવાદનાં ભાડજ સ્થિત હરેકૃષ્ણ મંદિર દ્વારા “પરિવર્તન”- મેગા યુવા મહોત્સવ હેઠળ રાજ્યના યુવાનોને ડ્રગ્સ મુક્ત કરવા અભિયાન ચલાવાશે. આગામી 22 ફેબ્રુઆરીએ યોજનાર આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય વિવિધ સાંસ્કૃતિક, શૈક્ષણિક અને સામાજિક પહેલ દ્વારા સમગ્ર રાજ્યના યુવાનોને પ્રેરણા આપવા, જોડવા અને સશક્ત બનાવવા માટે એક જીવંત પ્લેટફોર્મ બનાવવાનો છે. આ કાર્યક્મમાં રાજ્ય અને તેની બહારના એક હજારથી વધુ યુવાનો જોડાશે.

ફેબ્રુવારી 17, 2025 9:50 એ એમ (AM) ફેબ્રુવારી 17, 2025 9:50 એ એમ (AM)

views 2

આપત્તિના સમયમાં લોકોને બચાવવામાં વાયુસેના સૌથી અગ્રેસર : હર્ષ સંઘવી

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વાયુસેનાની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, “આપત્તિના સમયમાં લોકોને બચાવવામાં વાયુસેના સૌથી આગળ હોય છે.” ગાંધીનગરના નીલાંબર સભાગૃહ ખાતે વાયુદળ મંડળ ગુજરાત શાખા દ્વારા યોજાયેલા આઠમા વાર્ષિક સ્મારક વ્યાખ્યાયનમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ઉપરોક્ત બાબત જણાવી હતી. તેમણે ઉમેર્યું હતું કે, “ગત 10 વર્ષમાં દેશભરમાં માઓવાદ અને નક્સલવાદ સામેની લડાઈમાં મહત્વની સફળતા મળી છે, જેના કારણે અનેક રાજ્યના વિકાસમાં વધારો થયો છે.” આ વ્યાખ્યાન માળા કાર્યક્રમ ભારતીય વાયુસેનાના એકમાત્ર પરમવી...

ફેબ્રુવારી 15, 2025 8:59 એ એમ (AM) ફેબ્રુવારી 15, 2025 8:59 એ એમ (AM)

views 36

પેટ્રોલિયમ પેદાશો, ગેસ, ઈંધણ અને ઊર્જાની બચત કરવા પ્રત્યેકે આદતો અને વિચારો બદલવા પડશે : રાજ્યપાલ

પેટ્રોલિયમ પેદાશો, ગેસ, ઈંધણ અને ઊર્જાની બચત કરવા પ્રત્યેક વ્યક્તિએ પોતાની આદતો અને વિચારો બદલવા પડશે તેમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે લોકોને અપીલ કરી છે. અમદાવાદમાં તેલ અને ગેસ સંરક્ષણ પખવાડિયા- સંરક્ષણ ક્ષમતા મહોત્સવ 'સક્ષમ'ની રાજ્યવ્યાપી ઉજવણીનો શુભારંભ કરાવતા રાજ્યપાલે આ અભિયાનને જન આંદોલન બનાવવાની હાકલ કરી હતી. 28 ફેબ્રુઆરી સુધી ચાલનારા આ અભિયાન અંતર્ગત વિવિધ જાગૃતિ કાર્યક્રમ યોજાશે. ભારતમાં પેટ્રોલ-ડીઝલ સહિત પેટ્રોલિયમ પેદાશોનો કુલ વપરાશ 234 મિલિયન મેટ્રિક ટન : 88% ઈંધણની આયાત કરવી પડે છે : જે...

ફેબ્રુવારી 15, 2025 8:40 એ એમ (AM) ફેબ્રુવારી 15, 2025 8:40 એ એમ (AM)

views 42

પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરનાર દરેક યુવાનને મદદ કરવા સરકાર હંમેશાં તત્પર : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરનાર દરેક યુવાનને મદદ કરવા રાજ્ય સરકાર હંમેશાં તત્પર છે તેમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક કાર્યક્રમમાં જણાવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઇન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ દ્વારા અમદાવાદમાં ગુજરાત સ્ટાર્ટ-અપ્સ ફ્યુઅલિંગ ઇનોવેશન ઍન્ડ ઈકોનોમિક ગ્રોથ વિષય પર આયોજિત કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, સ્ટાર્ટ અપને લઈને કોઈપણ વિચાર આવે અને એ વિચારને જમીન પર ઉતારવાનો થાય તેમાં રાજ્ય સરકાર મદદરૂપ બની છે. છેલ્લાં કેટલાંય વર્ષોથી સ્ટાર્ટઅપ ક્ષેત્રમાં ગુજરાત અગ્રેસરની ભૂમિકામાં રહ્યું છે....

ફેબ્રુવારી 14, 2025 6:38 પી એમ(PM) ફેબ્રુવારી 14, 2025 6:38 પી એમ(PM)

views 8

અમદાવાદ મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના ચેરમેન દેવાંગ દાણીએ વર્ષ 2025-26 નું સુધારા સાથેનું અંદાજપત્ર રજૂ કર્યું

અમદાવાદ મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના ચેરમેન દેવાંગ દાણીએ વર્ષ 2025-26 નું સુધારા સાથેનું અંદાજપત્ર રજૂ કર્યું. આ અંદાજપત્રમાં એડવાન્સ ટેકસ ચુકવનારને 10 ટકાને બદલે 12 ટકા રીબેટ આપવાનો નિર્ણય લેવાયો છે. ઓનલાઇન પેમેન્ટ અને સળંગ ત્રણ વર્ષનો એડવાન્સ ટેક્સ ચૂક્યો હોય તે તમામને 15 ટકા જેટલું પ્રિબેટ અપાશે. જેનો અમલ આગામી નાણાકીય વર્ષ 2025- 26થી કરાશે.ઉલ્લેખનીય છે કેમ્યુનિસિપલ કમિશનર એમ.થેન્નારેસન દ્વારા  14 હજાર કરોડ રૂપિયાનું અંદાજપત્ર રજૂ કરાયું, જ્યારે શાસક પક્ષ દ્વારા 1501 કરોડના વધારા સાથે 15 હજા...

ફેબ્રુવારી 10, 2025 8:25 એ એમ (AM) ફેબ્રુવારી 10, 2025 8:25 એ એમ (AM)

views 5

પરીક્ષા પે ચર્ચા અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ક્રિસ્ટલ સ્કૂલમાં વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ અન્વયે અમદાવાદના વસ્ત્રાલની ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે સંવાદ ગોષ્ઠિ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બોર્ડની પરીક્ષાઓ આપનારા વિદ્યાર્થીઓ પરીક્ષાનો ડર રાખ્યા વગર તનાવ મુક્ત  પરીક્ષા આપી શકે તેની પ્રેરણા આપવા દેશભરમાં પરીક્ષા પે ચર્ચાની પહેલ કરેલી છે. આ પરીક્ષા પે ચર્ચાની આઠમી શ્રેણી આજે યોજાશે. આ કાર્યક્રમમાં ગુજરાતની 40 હજારથી વધુ શાળાઓમાં પરીક્ષા પેર ચર્ચા કાર્યક્રમનું વિવિધ માધ્યમો દ્વારા જીવંત પ્રસારણ કરવામાં આવશે...

ફેબ્રુવારી 6, 2025 11:04 એ એમ (AM) ફેબ્રુવારી 6, 2025 11:04 એ એમ (AM)

views 10

અંબાજી ખાતે 9 થી 11 ફેબ્રુઆરી શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ યોજાશે

સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે 9થી 11 ફેબ્રુઆરી સુધી યોજાનારા શક્તિપીઠ પરિક્રમા મહોત્સવની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ મહોત્સવથી યાત્રાધામ વિકાસ અંતર્ગત શ્રદ્ધાળુઓને એક જ સ્થળે તમામ 51 શક્તિપીઠના દર્શન કરવાનો લાભ મળશે. આ દરમિયાન જિલ્લાકક્ષાની 20 સમિતિ, 750થી વધુ પોલીસ અને ગૃહરક્ષક દળના જવાન સહિત સ્વચ્છતા માટે 450 સફાઈ કર્મચારીઓ ખડેપગે રહેશે. બનાસકાંઠાના કલેક્ટર મિહિર પટેલે ગઈકાલે પત્રકાર પરિષદ યોજી આ માહિતી આપી હતી.

ફેબ્રુવારી 6, 2025 8:13 એ એમ (AM) ફેબ્રુવારી 6, 2025 8:13 એ એમ (AM)

views 4

અમેરિકાથી પરત મોકલાયેલા 33 ગુજરાતીઓ આજે અમદાવાદ પહોંચશે

અમેરિકામાં ગેરકાયદે રહેતા 104 જેટલા ભારતીયોને ગઈકાલે અમેરિકન વિમાનમાં પંજાબના અમૃતસર ખાતે લવાયા હતા. અમારા અમદાવાદના પ્રતિનિધિ જણાવે છે કે, અમેરિકાથી પરત મોકલાયેલા આ ભારતીયોમાં રાજ્યના 33 લોકો સામેલ છે. આમાં પણ સૌથી વધુ લોકો ઉત્તર ગુજરાતના અને એક વ્યક્તિ અમદાવાદના થલતેજ વિસ્તારના રહેવાસી હોવાનું જણાયું છે. આ તમામ લોકોને આજે સવારે અમદાવાદ લવાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળ્યા બાદ અમેરિકામાં ગેરકાયદે વસતા વિવિધ દેશનાં લોકોને પરત મોકલવા કાર્યવાહી હાથ ધ...

ફેબ્રુવારી 2, 2025 8:21 એ એમ (AM) ફેબ્રુવારી 2, 2025 8:21 એ એમ (AM)

views 13

અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (ઓડા)ની ૩૦૨મી બોર્ડ બેઠક મળી હતી.

અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (ઓડા)ની ૩૦૨મી બોર્ડ બેઠક મળી હતી. આ બોર્ડ બેઠકમાં જુદા જુદા વિસ્તારની કુલ- ૧૮ નગર રચના યોજનાઓ અંગે પરામર્શ કરવામાં આવ્યો. આ ઉપરાંત ઔડા રીંગરોડ, સેન્ટ્રલાઇઝ ઇન્ફોર્મેશન મેનેજમેન્ટ સિસ્ટમ (CIMS) અને ઔડા કચેરી સંબંધી માહિતી માટે RTI ની અરજીઓ માટે ઓનલાઇન સુવિધા વગેરે અંગે વિચારણા હાથ ધરવામાં આવી.

જાન્યુઆરી 23, 2025 3:26 પી એમ(PM) જાન્યુઆરી 23, 2025 3:26 પી એમ(PM)

views 6

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ એક દિવસના રાજ્યના પ્રવાસે છે

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ એક દિવસના રાજ્યના પ્રવાસે છે તેમણે આજે સવારે અમદાવાદ ખાતે ગુજરાત યુનિવર્સિટી મેદાન ખાતે હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થા દ્વારા યોજાયેલા હિન્દુ આધ્યાત્મિક સેવા મેળાનો પ્રારંભ કરાવ્યો હતો. હિન્દુ સંસ્કૃતિને ઉજાગર કરતાં અહી પ્રદર્શિત સ્ટોલની મુલાકાત લેવા નાગરિકોને તેમણે અપીલ કરી હતી. આ પ્રસંગે તેમણે પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ મેળામાં ઉમેટી રહેલા શ્રધ્ધાળુઓના અસ્ખલિત પ્રવાહ વિશે વાત કરતા તેમણે જણાવ્યું કે, “પ્રયાગરાજમાં 144 વર્ષ પછી મહાકુંભ યોજાઈ રહ્યો ...