માર્ચ 26, 2025 7:17 પી એમ(PM) માર્ચ 26, 2025 7:17 પી એમ(PM)

views 13

અમદાવાદના 11 વર્ષનાં માનવ પટેલની અંડર 14 ભારતીય ફુટબોલ ટીમમાં પસંદગી

અમદાવાદના નિકોલમાં રહેતા 11 વર્ષનાં માનવ પટેલની 14 વર્ષથી ઓછી વયના ખેલાડીઓની ભારતીય ફુટબોલ ટીમમાં પસંદગી થઈ છે. આઠ વર્ષની વયથી ફુટબોલ રમી રહેલા માનવે માત્ર ત્રણ વર્ષના ગાળામાં ફુટબોલ ક્ષેત્રે રાષ્ટ્રીય અને આંતર-રાષ્ટ્રીય સ્તરે સિદ્ધિઓ મેળવી છે. દસ હજાર જેટલા બાળકોમાંથી આ ટીમમાં પસંદગી પામી માનવે રાજ્યનું ગૌરવ વધાર્યુ છે. દરરોજ પાંચથી છ કલાક ફુટબોલની તાલીમ કર્યા બાદ માનવે આ સિદ્ધિ મેળવી હોવાનું તેના કોચ અર્જુનસિંહ ભદોરીયાએ જણાવ્યું છે. માનવ આર. પી. વસાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં છઠ્ઠા ધોરણમાં અભ્યાસ ક...

માર્ચ 26, 2025 7:07 પી એમ(PM) માર્ચ 26, 2025 7:07 પી એમ(PM)

views 13

અમદાવાદ શહેરમાં ચોમાસા દરમિયાન ઊભરતા ગટરના પાણીની સમસ્યાનું 70 ટકા કામ પૂર્ણ કરી દેવાયું

અમદાવાદ શહેરમાં ચોમાસા દરમિયાન ઊભરતા ગટરના પાણીની સમસ્યાનું 70 ટકા કામ પૂર્ણ કરી દેવાયું છે. અમદાવાદ મહાનગરપાલિકાના સ્ટેન્ડિગ કમિટિના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું કે, કોર્પોરેશન દ્વારા વૈષ્ણોદેવી સર્કલથી ફતેવાડી કેનાલ સુધીનું ગટર લાઈનનું કામ હાલ પૂર જોશમાં ચાલી રહ્યું છે. આગામી બે મહિનાની અંદર બોપલ, શેલા, થલતેજ, હેબતપુર વગેરે વિસ્તારોમાં ગટરના પાણીની સમસ્યાથી છુટકારો મળશે

ફેબ્રુવારી 27, 2025 9:28 એ એમ (AM) ફેબ્રુવારી 27, 2025 9:28 એ એમ (AM)

views 20

ઊંઝા ખાતે દેશના પ્રથમ એકસકલુઝિવ કન્ટેનર યાર્ડનું કૃષિ મંત્રી રાઘવજી પટેલે ઉદઘાટન કર્યું

ઊંઝા ખાતે ભારતના પહેલા એક્સક્લુજીવ રેલવે કન્ટેનર યાર્ડનું રાજ્ય કૃષિમંત્રી રાઘવજી પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ઊંઝા ક્લસ્ટર એક્સપોર્ટર્સ અને અમદાવાદ ડિવિઝનના સહયોગથી એક ખાનગી કંપનીના સહયોગથી મસાલાનો પ્રથમ એક્સક્લુઝિવ કન્ટેનર રેલ ટર્મિનલ, ઊંઝાથી મુંદ્રા પોર્ટ કાર્ગો કોમ્પ્લેક્સ માટે રવાના કરવામાં આવ્યો. મહેસાણા જિલ્લામાં ઉત્પન્ન થયેલું શાકભાજી હવે મેટ્રો સિટીમાં સરળતાથી પહોંચશે. દર વર્ષે 65 હજાર કન્ટેનર આ યાર્ડથી સપ્લાય થશે.

ફેબ્રુવારી 27, 2025 8:29 એ એમ (AM) ફેબ્રુવારી 27, 2025 8:29 એ એમ (AM)

views 20

રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મું આજે સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લેશે

ગુજરાતની ચાર દિવસની મુલાકાતે આવેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજે સવારે નર્મદા જિલ્લાનાં એકતા નગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે અને સરદાર વલ્લભભાઇ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરશે. રાજ્યની ચાર દિવસની યાત્રા દરમિયાન રાષ્ટ્રપતિ મૂર્મું નર્મદા અને કચ્છ જીલ્લામાં વિવિધ સ્થળોની મુલાકાત લેશે. આ ઉપરાંત તેઓ અમદાવાદ અને ગાંધીનગરમાં બે પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેશે.

ફેબ્રુવારી 27, 2025 8:23 એ એમ (AM) ફેબ્રુવારી 27, 2025 8:23 એ એમ (AM)

views 3

આજથી બોર્ડની ધો. 10 અને 12 ની પરીક્ષા, શિક્ષણ મંત્રીઓ ડિંડોર અને પાનશેરિયા વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવશે

આજથી રાજ્યમાં આજથીગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે. રાજ્યમાં કુલ 14 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જેમાં S.S.C.ના 9 લાખથી વધુ, H.S.C. ના 4 લાખથી વધુ અને H.S.C. સાયન્સ પ્રવાહના 1 લાખથી વધુ વિધાર્થીઓનો સમાવેશ થાય છે. બોર્ડની પરીક્ષાના અનુલક્ષમાં રાજ્યના શિક્ષણ મંત્રીઓ ડૉ. કુબેર ડિંડોર અને પ્રફુલ પાનશેરિયા ગાંધીનગર સરગાસણ ખાતે આવેલ રેડિયન સ્કૂલમાં ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવશે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા વિધ...

ફેબ્રુવારી 25, 2025 8:50 એ એમ (AM) ફેબ્રુવારી 25, 2025 8:50 એ એમ (AM)

views 35

રાજ્ય સરકાર ખેડૂતોની કોઇપણ સમસ્યાના ઉકેલ લાવવા માટે હંમેશા તત્પર : મુખ્યમંત્રી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, રાજ્ય સરકાર ખેડૂતોની કોઇપણ સમસ્યાના ઉકેલ લાવવા માટે હંમેશા તત્પર રહી છે. તેમજ રાજ્યના ખેડૂત આર્થિક રીતે વધુ સક્ષમ બને તે માટે સરકાર કટિબધ્ધ છે. ગઈકાલે પીએમ કિસાન નિધિ યોજના અંતર્ગત પ્રધાનમંત્રી દ્વારા આ યોજનાના 19માં હપ્તાના ચૂકવણા પ્રસંગે ગાંધીનગરમાં વર્ચ્યુઅલી જોડાયેલા મુખ્યમંત્રીએ જણાવ્યું કે, 19મા હપ્તામાં રાજ્યના 51 લાખથી વધુ ખેડૂતોને એક હજાર 148 કરોડની ચૂકવણી કરવામાં આવી છે. ડાંગના વઘઇ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે જિલ્લા કક્ષાનો 'કિસાન સન્માન' સમારોહમાં ...

ફેબ્રુવારી 24, 2025 8:34 એ એમ (AM) ફેબ્રુવારી 24, 2025 8:34 એ એમ (AM)

views 19

વિકસિત ગુજરાતના નિર્માણ માટે નાગરિકોને વરસાદી પાણીનો સંગ્રહ સાથે પર્યાવરણની જાળવણી કરવા મુખ્યમંત્રીની અપીલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકસિત ગુજરાતના નિર્માણમાટે વરસાદી પાણીનો સંગ્રહ સાથે એક પેડ મા કે નામ અંતર્ગત વૃક્ષારોપણને સહજ સ્વભાવ બનાવવા નાગરિકોને અપીલ કરી છે. અમદાવાદમાં ગઈકાલે પાંચજન્ય આયોજિત સાબરમતી સંવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ મુજબ જણાવ્યું હતું. ભૂપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું હતું કે, “સાબરમતી રિવરફ્રન્ટ, નર્મદાના પાણીનું વિતરણ નેટવર્ક, રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને 24 કલાક વીજળીથી ગુજરાત દેશના વિકાસનું આદર્શ રાજ્ય બન્યું છે.” આ ઉપરાંત ભૂપેન્દ્ર પટેલે ભારતમાં સેમિ-કન્ડક્ટરની પહેલી ચી...

ફેબ્રુવારી 22, 2025 11:00 એ એમ (AM) ફેબ્રુવારી 22, 2025 11:00 એ એમ (AM)

views 68

બાળક અંગ્રેજીની સાથે ગુજરાતી ભાષાનું પણ મહત્વ સમજે તે જરૂરી : ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, બાળક અંગ્રેજીની સાથે ગુજરાતી ભાષાનું પણ મહત્વ સમજે તે જરૂરી છે. ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા આયોજિત સાહિત્ય ગૌરવ પુરસ્કાર સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ મુજબ જણાવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુમાં ઉમેર્યું હતું કે, આજના યુવાનોમાં સાહિત્ય ક્ષેત્રમાં રસ ઘટતો જઈ રહ્યો છે ત્યારે નવી પેઢી સુધી માતૃભાષાનો વારસો પહોંચાડવાનું કાર્ય આપણી જવાબદારી છે.

ફેબ્રુવારી 18, 2025 9:41 એ એમ (AM) ફેબ્રુવારી 18, 2025 9:41 એ એમ (AM)

views 13

આજથી રાજ્યમાં ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ

રાજ્ય સરકાર દ્વારા ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. આજથી 9 માર્ચ સુધી ખેડૂતોએ ગ્રામ્યકક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતે VCE મારફતે નાફેડના ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર વિના મૂલ્યે ઓનલાઇન નોંધણી કરાવવાની રહેશે. 14 માર્ચથી વિવિધ ખરીદી કેન્દ્રો પરથી ચણા અને રાયડાની ખરીદી કરવામાં આવશે, એમ સંયુક્ત ખેતી નિયામકની યાદીમાં જણાવાયું છે. વર્ષ 2024-25ની સિઝનમાં ચણાના પાક માટે પ્રતિ ક્વિન્ટલ 5 હજાર 650 રૂપિયા અને રાયડાના પાક માટે પ્રતિ ક્વિન્ટલ 5 હજાર 950 રૂપિયા ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે.

ફેબ્રુવારી 18, 2025 9:05 એ એમ (AM) ફેબ્રુવારી 18, 2025 9:05 એ એમ (AM)

views 51

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી માટે મતગણતરી શરૂ

રાજ્યની જૂનાગઢ મહાનગરપાલિકા, 66 નગર પાલિકા અને તાલુકા-જિલ્લા પંચાયત સહિતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેની મતગણતરી આજે હાથ ધરવામાં આવી છે. મતગણતરી માટેની તમામ તૈયારીઓ પૂર્ણ થયા બાદ સવારે સાત વાગ્યાથી મતગણતરીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. મતગણતરી પહેલા તમામ ઇવીએમ ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સીસીટીવી કેમેરાની નજર હેઠળ રાખવામાં આવ્યાં હતા. રાજ્યમાં રવિવારે શાંતિપૂર્ણ માહોલમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન સંપન્ન થયું હતુ. જૂનાગઢ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે સરેરાશ 44.32 ટકા, જ્યારે 66 નગરપ...