ઓક્ટોબર 1, 2024 10:40 એ એમ (AM) ઓક્ટોબર 1, 2024 10:40 એ એમ (AM)
7
અભિનેતા ગોવિંદાને ગોળી વાગી, હોસ્પિટલમાં દાખલ
બોલિવૂડ એક્ટર ગોવિંદાને પગમાં ગોળી વાગતાં ઘાયલ થયા છે. તેમને તેમની પિસ્ટલમાંથી નીકળેલી ગોળી વાગી છે. આ ઘટના મંગળવારે સવારે 4.45 બની હતી. ઓપરેશન કરીને તેમના પગમાં વાગેલી ગોળીને બહાર કાઢી લેવામાં આવી છે. હાલમાં ગોવિંદાની તબિયત સુધારા પર છે.