નવેમ્બર 15, 2024 7:04 પી એમ(PM) નવેમ્બર 15, 2024 7:04 પી એમ(PM)

views 8

રાજ્યમાં બે જુદા જુદા માર્ગ અકસ્માતમાં સાત લોકોના મોત થયા છે

રાજ્યમાં બે જુદા જુદા માર્ગ અકસ્માતમાં સાત લોકોના મોત થયા છે. અમદાવાદ-ઉદેપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર મોડાસાના ગળાદરી નજીક પુલ પરથી કાર નીચે પકડાતા એક જ પરિવારના ચાર સભ્યોના મોત નીપજ્યા હતા. કારમાં સવાર પરિવાર શામળાજીથી દર્શન કરી પરત ફરતાં હતા, ત્યારે આ અક્સ્માત સર્જાયો હતો. અન્ય એક બનાવમાં આજે વહેલી સવારે અંકલેશ્વરથી સુરત જતા રાજ્યના ધોરીમાર્ગ પર પૂરઝડપે જઇ રહેલી કાર ઝાડ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. કારમાં સવાર બે લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. જ્યારે અન્ય એક વ્યક્તિનું સારવાર દરમિયાન ...

ઓક્ટોબર 17, 2024 4:23 પી એમ(PM) ઓક્ટોબર 17, 2024 4:23 પી એમ(PM)

views 9

રાજ્યમાં બે જુદા જુદા અકસ્માતમાં ચાર લોકોના મોત

રાજ્યમાં બે જુદા જુદા અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે. કચ્છના આડેસર નજીક ગત મોડી રાત્રે ટ્રક અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાતા બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે અમરેલીમાં ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે નજીક એક અકસ્માતમાં બે યુવકોના મોત થયા છે. પૂર ઝડપે જઈ રહેલી કાર અન બાઇક વચ્ચે ટક્કર થતા, બાઇક પર સવાર યુવાનો પટકાયા હતા. હૉસ્પિટલ લઈ જતા બંનેને મૃત જાહેર કરાયા હતા

ઓક્ટોબર 8, 2024 10:56 એ એમ (AM) ઓક્ટોબર 8, 2024 10:56 એ એમ (AM)

views 9

ભાવનગર જિલ્લામાં ગઈ કાલે અકસ્માતની વિવિધ ઘટનામાં ત્રણ વ્યક્તિનાં મૃત્યુ થયા

ભાવનગર જિલ્લામાં ગઈ કાલે અકસ્માતની વિવિધ ઘટનામાં ત્રણ વ્યક્તિનાં મૃત્યુ થયા હતા. શહેરના ચિત્રા વિસ્તારમાં રહેતી જીલ બારૈયા શાળાએ જતી હતી ત્યારે કાર ચાલકે હડફેટે લેતા ગંભીર ઈજા થતાં તેનું ઘટના સ્થળે કરુણ મોત નિપજ્યું હતું. અન્ય એક ઘટનામાં નિકોલ બંધારાના પાળા પરથી પસાર થતાં અચાનક પગ લપસી જતા હનીફભાઈ રફીકભાઈ ડૂબી જતાં તેમનું મૃત્યુ થયું હતું. જિલ્લાના પાલીતાણાના દુધાળા ગામના પાટીયા નજીક બાઇક અને અજાણ્યા વાહન વચ્ચે અકસ્માતની ઘટનામાં ભાવનગરના યુવાનનું બનાવ સ્થળે મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે પાલીતાણ...

ઓક્ટોબર 4, 2024 1:58 પી એમ(PM) ઓક્ટોબર 4, 2024 1:58 પી એમ(PM)

views 10

ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર જિલ્લામાં આજે વહેલી સવારે થયેલા એક માર્ગ અકસ્માતમાં દસ લોકોના મોત

ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર જિલ્લામાં આજે વહેલી સવારે થયેલા એક માર્ગ અકસ્માતમાં દસ લોકોના મોત થયા છે અને ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા છે. મિર્ઝાપુર-વારાણસી સરહદ નજીક 13 મજૂરોને લઈ જઈ રહેલી ટ્રેક્ટર ટ્રોલીને પાછળથી ટ્રકે ટક્કર મારતા આ ઘટના સર્જાઈ હતી. ઇજાગ્રસ્તોને હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઇજાગ્રસ્તોને યોગ્ય સારવાર મળી રહે તે માટેની તંત્રને સૂચના આપી હતી.. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અકસ્માતમાં મૃત્યુ પામન...

સપ્ટેમ્બર 27, 2024 2:44 પી એમ(PM) સપ્ટેમ્બર 27, 2024 2:44 પી એમ(PM)

views 6

તમિલનાડુમાં વિરુધુનગ રજિલ્લાના શ્રીવિલ્લિપુથૂરમાં આજે સવારે મિની બસ પલટી જતાં અકસ્માત સર્જાયો

તમિલનાડુમાં વિરુધુનગ રજિલ્લાના શ્રીવિલ્લિપુથૂરમાં આજે સવારે મિની બસ પલટી જતાં અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં એક વિદ્યાર્થી સહિત ચાર લોકોના મોત નીપજ્યા છે. જ્યારે 10થી વધુ ઈજાગ્રસ્ત હોવાના અહેવાલ છે. હાલમાં ઇજાગ્રસ્તોને હૉસ્પિટલમાં દાખલ કરાયા છે. 35 યાત્રિકોને લઈ જતી મિની બસ મમસાપુરમથી શ્રીવિલ્લિપુથૂર જઈ રહી હતી તે દરમિયાન આ અકસ્માત નડ્યોહતો. જ્યારે પોલીસે કેસ નોંધ્યો છે.

સપ્ટેમ્બર 16, 2024 2:40 પી એમ(PM) સપ્ટેમ્બર 16, 2024 2:40 પી એમ(PM)

views 5

કર્ણાટકના બેલગામમાં આઠ વાહન વચ્ચે થયેલા માર્ગ અકસ્માતમાં ચાર લોકોના મોત

કર્ણાટકના બેલગામમાં આઠ વાહન વચ્ચે થયેલા માર્ગ અકસ્માતમાં ચાર લોકોના મોત અને છ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. મૃતકોમાં 2 બાઈક સવાર અને 2 કાર સવાર સામેલ હતા. પોલીસના જણાવ્યા મુજબ, આઠ વાહન એક પછી એક ટકરાતા આ અકસ્માત સર્જાયો હતો. પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે. કન્ટેનર વાહનચાલકની બેદરકારીના કારણે ત્રણ કાર, 2 લારી, એક કન્ટેનર અને બાઈક વચ્ચે ટક્કર થઈ હોવાનું પોલીસે જણાવ્યું હતું. વધુ એક દુર્ઘટના તુમકુર જિલ્લાના ગુબ્બી તાલુકામાં સર્જાઈ હતી. અહીં એક કાર ડિવાઈડર સાથે અથડાતાં સાત વર્ષની બ...

ઓગસ્ટ 2, 2024 2:18 પી એમ(PM) ઓગસ્ટ 2, 2024 2:18 પી એમ(PM)

views 4

તમિલનાડુના સત્તુર-કોવિલપટ્ટી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આજે સવારે એક અકસ્માતમાં ત્રણ યાત્રાળુઓના મોત થયા

તમિલનાડુના સત્તુર-કોવિલપટ્ટી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આજે સવારે એક અકસ્માતમાં ત્રણ યાત્રાળુઓના મોત થયા હતા. અંદાજે પચાસ શ્રદ્ધાળુઓ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ઇરુક્કનકુડી મંદિર તરફ જઈ રહ્યા હતા ત્યારે તિરુનેલવેલીથી મદુરાઈ જતી એક ટ્રકે નિયંત્રણ ગુમાવતાં ત્રણ યાત્રાળુઓના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતા. આ મામલે ટ્રક ચાલકની ધરપકડ કરવામાં આવી છે.

જુલાઇ 16, 2024 7:48 પી એમ(PM) જુલાઇ 16, 2024 7:48 પી એમ(PM)

views 9

રાજયમાં આજે થયેલા અકસ્માતના અલગ અલગ બનાવોમાં ઓછામાં ઓછા પાંચ મોત નિપજ્યાં

રાજયમાં આજે થયેલા અકસ્માતના અલગ અલગ બનાવોમાં ઓછામાં ઓછા પાંચ મોત નિપજ્યાં છે. વલસાડના પારડીના નવેરી ગામે માર્ગ અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓના મોત નીપજયા હતા. વલસાડથી અમારા પ્રતિનિધિ નવીન પટેલ જણાવે છે કે , પારડી તાલુકાના નેવરી ગામે નાનાપોન્ડા પારડી રોડ ઉપર આજે બપોરે થયેલા અકસ્માતમાં નેવરી ગામની બે મહિલાઓ અને કપરાડા તાલુકાનો એક યુવાનના મોત થયા હતા અને રિક્ષા ચાલકને ગંભીર ઈજા થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. મહિસાગરના લુણાવાડા અમદાવાદ હાઇવે પર અકસ્માત સર્જાતા એક યુવાનનું મોત થયું હતું. ઉપરાંત છો...

જુલાઇ 15, 2024 3:18 પી એમ(PM) જુલાઇ 15, 2024 3:18 પી એમ(PM)

views 15

આણંદ નજીક અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર આજે વહેલી સવારે થયેલા એક માર્ગ અકસ્માતમાં છ લોકોના મોત થયા

આણંદ નજીક અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર આજે વહેલી સવારે થયેલા એક માર્ગ અકસ્માતમાં છ લોકોના મોત થયા અને છ થી વધુ ઇજાગ્રસ્ત થયા છે. અમારા સંવાદદાતાએ અહેવાલ આપ્યો છે કે ચિકોરા ગામ નજીક એક ટ્રક બસ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આણંદ ગ્રામ્ય પોલીસના જણાવ્યા અનુસાર બસના ચાલક સહિત પાંચ લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. જ્યારે એક વ્યક્તિનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ઇજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે. મૃતકોની ઓળખ કરવામાં આવી રહી છે.