માર્ચ 11, 2025 6:23 પી એમ(PM) માર્ચ 11, 2025 6:23 પી એમ(PM)

views 8

મહીસાગર જિલ્લામાં ડમ્પર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈકચાલકનું મોત નીપજ્યું

મહીસાગર જિલ્લામાં ડમ્પર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈકચાલકનું મોત નીપજ્યું છે. જિલ્લાના અમારા પ્રતિનિધિ કૌશિક જોષી જણાવે છે, બાબલિયા રાજસ્થાન રાજમાર્ગ પર ખાનપુરા તાલુકાના પાંડરવાડા ગામ પાસે ડમ્પર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બાઈકચાલકનું મોત નીપજ્યું છે. ઘટનાની જાણ થતાં બાકોર પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.

ફેબ્રુવારી 21, 2025 6:04 પી એમ(PM) ફેબ્રુવારી 21, 2025 6:04 પી એમ(PM)

views 2

કચ્છના ભુજ-મુંદ્રા રોડ પર સર્જાયેલા ગંભીર અકસ્માતમાં  પાંચ લોકોના મોતની સત્તાવાર પુષ્ટિ થઇ

કચ્છના ભુજ-મુંદ્રા રોડ પરના કેરા ગામ નજીક ખાનગી ટ્રાવેલ્સની મિની લક્ઝરી બસ, ટ્રેલર વચ્ચે સર્જાયેલા ગંભીર અકસ્માતમાં પાંચ લોકોના મોતની સત્તાવાર પુષ્ટિ થઇ છે. 24 જેટલા લોકો ગંભીર રૂપથી ઘાયલ થયા છે. ચારેક લોકો ની હાલત ગંભીર છે. કન્ટેનરને ઓવરટેક કરવા જતા મિની બસને નડેલા અકસ્માતને કારણે બસનો અડધોભાગ તૂટી ગયો હતો.મિની બસમાં ચાલીસેક લોકો જઈ રહ્યા હતા.. અકસ્માતની જાણ થતાં જ પોલીસ અને કલેક્ટરઘટના સ્થળે ધસી ગયા હતા.પોલીસે 24 જેટલા ઇજોગ્રસ્તોને સારવાર મટે ભુજની હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યાં હતાં.

ફેબ્રુવારી 21, 2025 3:31 પી એમ(PM) ફેબ્રુવારી 21, 2025 3:31 પી એમ(PM)

views 7

રાજ્યમાં ગત રાત્રીથી અત્યાર સુધી સર્જાયેલી અકસ્માતની બે અલગ અલગ ઘટનામાં નવ વ્યક્તિઓના મોત

રાજ્યમાં ગત રાત્રીથી અત્યાર સુધી સર્જાયેલી અકસ્માતની બે અલગ અલગ ઘટનામાં નવ વ્યક્તિઓના મોત થયા છેજેમાં આજે સવારે કચ્છના ભુજ તાલુકાના કેરાથી મુન્દ્રા રોડ ઉપર ખાનગી બસ અને્ ટ્રક વચ્ચે ટક્કર થતા સાત લોકોના મોત થયા છે. જ્યારે ગાંધીનગરના સરગાસણ ખાતે મોડી રાત્રે કાર અને પીકઅપ વાન વચ્ચે થયેલા અકસ્માતમાં બેનાં મોત થયા છે.

ફેબ્રુવારી 20, 2025 8:01 પી એમ(PM) ફેબ્રુવારી 20, 2025 8:01 પી એમ(PM)

views 11

મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં સમૃદ્ધિ હાઈવે પર એક માર્ગ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે

મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં સમૃદ્ધિ હાઈવે પર એક માર્ગ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે અને એકને ગંભીર ઇજા પહોંચી છે. મુંબઈથી અકોલા જતા વાહને કાબૂ ગુમાવતા બેરિયર સાથે અથડાતા અકસ્માત થયો, જેમાં મુંબઈના બે વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ડ્રાઈવરને ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડાયા હતા.

ફેબ્રુવારી 18, 2025 6:31 પી એમ(PM) ફેબ્રુવારી 18, 2025 6:31 પી એમ(PM)

views 13

બોલિવિયામાં એક બસ અકસ્માતમાં 30 લોકોના મોત થયા

બોલિવિયામાં એક બસ અકસ્માતમાં 30 લોકોના મોત થયા છે. દક્ષિણ-પશ્ચિમ યોકાલા જિલ્લામાં 800 મીટર ઊંડી ખીણમાં બસ ખાબકતા અકસ્માત સર્જાયો હતો. સરકારી આંકડા અનુસાર, દેશમાં દર વર્ષે સરેરાશ 1 હજાર 400 લોકો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામે છે.

જાન્યુઆરી 17, 2025 3:23 પી એમ(PM) જાન્યુઆરી 17, 2025 3:23 પી એમ(PM)

views 6

મહીસાગર જિલ્લાના બાલાસિનોર-અમદાવાદ હાઇવે પર કાર અકસ્માતમાં 4 લોકોના મોત થયા

મહીસાગર જિલ્લાના બાલાસિનોર-અમદાવાદ હાઇવે પર કાર અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે. વહેલી સવારે યુવકો કારમાં અમદાવાદથી બાલાસિનોર જતાં હતા તે દરમિયાન લાડવેલ ચોક્ડી પાસે અચાનક ગાય આવી જતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર બાલાસિનોર તાલુકા ઓથવાડના બારીયાના મુવાડાના સંજય સોલંકી, વિનુ સોલંકી, લાલાભાઈ સોલંકી, અને પુજેસિંહ સોલંકીના મૃત્યુ થયા હતા.

જાન્યુઆરી 1, 2025 3:24 પી એમ(PM) જાન્યુઆરી 1, 2025 3:24 પી એમ(PM)

views 9

બનાસકાંઠાના સુઈગામના ઉચોસણ અને સોનેથ ગામ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાતા ત્રણના મોત

બનાસકાંઠાના સુઈગામના ઉચોસણ અને સોનેથ ગામ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાતા ત્રણના મોત થયા છે. ભારતમાલા રોડ ઉપર લકઝરી બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ઘાયલ થયેલા વ્યક્તિઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.નવા વર્ષના પ્રારંભે રાત્રિના બે વાગ્યાના અરસામાં આ અકસ્માત થયો હતો.

ડિસેમ્બર 6, 2024 6:49 પી એમ(PM) ડિસેમ્બર 6, 2024 6:49 પી એમ(PM)

views 10

ભરૂચ જિલ્લાના આમોદ ગામ પાસે એક ટ્રક અને ટ્રેકટર વચ્ચે અકસ્માત સર્જાતાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું

ભરૂચ જિલ્લાના આમોદ ગામ પાસે એક ટ્રક અને ટ્રેકટર વચ્ચે અકસ્માત સર્જાતાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઇજા ગ્રસ્ત થયો છે. આમોદ તાલુકાના આછોદ ગામેથી રોઝા ટંકારીયા ગામ તરફ જતા હતા તે દરમિયાન પુરઝડપે આવતી ટ્રકે ટ્રેકટરને પાછળથી ટક્કર મારતાં ટ્રેક્ટર પલ્ટી ખાઈ ગયું હતું. જેમાં ભારત મોહન રાઠોડ ટ્રેકટરની નીચે દબાઈ જતાં સ્થળ ઉપર જ કરૂણ મોત થયું હતું. જયારે ટ્રેક્ટરના ચાલક મુકેશ રાઠોડને ઇજાઓ થઇ હતી. આમોદ પોલીસે ટ્રક ચાલક સામેગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હત...

નવેમ્બર 19, 2024 9:45 એ એમ (AM) નવેમ્બર 19, 2024 9:45 એ એમ (AM)

views 8

ભરૂચના જંબુસરમાં ગંભીર માર્ગ અકસ્માતમાં 5 લોકોના મોત

ભરૂચના જંબુસરમાં ગંભીર માર્ગ અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે. જંબુસરના માગણદ નજીક ઉભેલી કાર પાછળ ઇકો કાર અથડાતા આ અક્સમાત સર્જાયો હતો. દરમિયાન પાંચ લોકોને ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે કારમાં સવાર અન્યોને વધુ સારવાર માટે વડોદરા ખસેડાયા હતા.

નવેમ્બર 16, 2024 2:55 પી એમ(PM) નવેમ્બર 16, 2024 2:55 પી એમ(PM)

views 5

ઉત્તરપ્રદેશના બિજનોર જિલ્લામાં માર્ગ અકસ્માતમાં અંદાજે સાત લોકોના મોત

ઉત્તરપ્રદેશના બિજનોર જિલ્લામાં આજે સવારે એક દુર્ઘટનામાં એક જ પરિવારના 6 સભ્ય સહિત ઓછામાં ઓછા સાત લોકોના મોત નીપજ્યા છે. દહેરાદૂન નૈનીતાલ રાષ્ટ્રીય રાજમાર્ગ પર આવેલા ધામપુર વિસ્તારમાં પૂરઝડપે આવતી કાર ત્રિ-ચક્રી વાહન સાથે અથડાઈ હતી. ત્યારબાદ ત્રિચક્રી વાહનના ચાલક સહિત તમામ સાત લોકોએ જીવ ગુમાવ્યા છે. બિજનોર જિલ્લા પોલીસ વડા અભિષેક ઝા-એ આકાશવાણી સમાચાર સાથે વાત કરતા જણાવ્યું કે, એક જ પરિવારના 6 સભ્ય મુરાદાબાદથી ત્રિ-ચક્રી વાહનમાં સવાર થઈ તિબારી પરત જઈ રહ્યા હતા. દરમિયાન કાર સાથે ટક્કર થતાં આ અકસ્મા...